Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Neeta Kotecha

Drama Tragedy


3  

Neeta Kotecha

Drama Tragedy


રાહતનો શ્વાસ

રાહતનો શ્વાસ

4 mins 540 4 mins 540

આજે ૧૮ વર્ષે હું પાછો ભારત જઈ રહ્યો હતો. પ્લેનમાથી બહાર જોતા જોતા એ વિચારતો હતો કે કેવો સ્વાર્થી છે પોતે પણ ..

આટલા વર્ષો માં એને પોતાનાં મમ્મી પપ્પા કે આ ધરતી યાદ નહોતી આવી.

અને હવે જ્યારે ત્યાંના કહેવાતા પોતાના લોકો એ જ્યારે હડધુત કર્યો ત્યારે તરત મમ્મી નો પાલવ યાદ આવ્યો. અમેરીકાનાં મોહમાયા એ મને ભારતની ધરતી અને ભારતનાં લોકો બધાને ભુલાવી નાંખ્યાં હતાં.

ત્યાંની જ એક યુવતી સાથે લગ્ન કર્યાં ત્યાંનાં જેવા જ બાળકો પણ થઈ ગયાં અને ૨૨ વર્ષથી એમની સાથે જ જીવતો હતો. મમ્મી પપ્પા એ કેટકેટલી આશા ઓ સાથે મને અહીયા ભણવા મોકલ્યો હતો કે દીકરો ત્યાં ભણશે તો અહીયા વધારે કમાશે અને આગળની જિંદગી સારી જશે.

જો માતા પિતા આવુ વિચારે એમાં શું ખોટુ હતું..એ લોકો એની માટે પોતાની જીવનભરની મુડી ખર્ચી નાંખે છે..પણ મારા જેવા દીકરાઓ સાવ બદલાઇ જાય છે અને બધી આશા પર પાણી ફેરવી નાંખે છે..એ અમેરીકાની ભુલભુલામણીમાં એવો ગુંચવાઈ ગયો કે પોતાનાં જન્મદાતાંઓ ને ભૂલી ગયો હતો..અને એ લોકો યાદ ક્યારે આવ્યાં જ્યારે એ કે જેને હું પત્ની માનતો હતો એ અમેરીકન સ્ત્રી એ મને બ્લડીઇન્ડીયન કહ્યુ ત્યારે..

આજકાલ કરતા લગ્નને ૨૨ વર્ષ થઈ ગયા હતાંં..કદાચ જો ભારતની સ્ત્રી હોત તો એ ૨૨ વર્ષે એની ચાલ પરથી એનો સ્વભાવ ઓળખવા મંડી હોત અને અહીયા તો લગ્નજીવન પતી ગયું.

એ તો ડાયનાની બધી જ વાત માનતો..એણે એને કોઇ દિવસ કોઇ વાત માટે રોકી પણ ન હતી..રાતની પાર્ટી હોય કે પીવાનુ હોય..એને ખબર હતી કે અહીયા તો આવુ જ હોય..એણે બધી વાત કબૂલી લીધી હતી.

પણ દીકરી ને પણ એ જ બધુ કરતા જોયુ ત્યારે એનાંથી સહન ન થયું અને એ ગુસ્સે થયો.

દસ દિવસ પહેલાની જ તો વાત હતી ..એ એની એક પાર્ટી સાથે એક હોટેલમાં ગયો..

ત્યાં એણે એક ખુણામાં એક છોકરાની બાહોમાં અને હાથમાં ગ્લાસ લઈને બેઠેલી પોતાની દીકરીને જોઈ..

અને એનો ગુસ્સા પર કાબુ ન રહ્યો.એ હાથ પકડીને દીકરી ને ત્યાંથી ઘરે લાવ્યો અને બહું ગુસ્સો કર્યો.

શું બાપ તરીકે મે ખોટુ કર્યું..પણ ત્યાંનાં જ માહોલ માં મોટા થયેલ મા અને દીકરી માટે આ બહું મોટુ અપમાન હતું.

એક કે કોઇ એમને ટોકે એ એમનાંથી સહન ન થયું ..અને બીજુ પોતાનાં બોયફ્રેન્ડ સામેનું આવુ વર્તન..એમને ચિંતા હતી કે કાલે બધા કેટલા હસશે એમની પર કે શું હજી નાની બચ્ચી છો કે પપ્પા ગુસ્સો કરે..

પાછુ ભારતની રહેણી કરણી યાદ આવી ગઈ..પોતાની બહેન હતી પણ એ મમ્મી અને બહેન પપ્પા ને ન ગમે એ કરવાનું વિચારતા પણ ન હતાં.

ત્યારે બહું એમ થાતુ હતું કે આ પ્રેમ છે કે ડર..પણ જે પણ હતું એ દીકરીઓ માટે સારુ હતું એમ લાગતુ હતું.

કમસેકમ માતાઅ પિતાની આમન્યા તો દીકરી રાખતી..અને એ પાછો દુ:ખી થઈ ગયો કે હવે આટલા વર્ષે એ બધુ ભારત દેશ સાથે સરખાવે છે.

આ દેશ અને માતા પિતા એ તો એને એક મિનિટ માં માફ કરી દીધો અને અપનાવી લીધો પણ હવે પોતાનુ ભવિષ્ય શું?? એ પોતે તો હવે ક્યાંય નો પણ ન રહ્યો હતો.

એ દિવસે જ્યારે એ પોતાની પુત્રી ને ઘરે લઈ આવ્યો અને ગુસ્સો કર્યો હતો ત્યારે ડાયના ઘરે ન હતી.

પોતે તો ગુસ્સો કરીને બહાર નીકળી ગયો હતો કારણકે પોતાનો ગુસ્સો પોતાનાથી જ સહન ન થાતો હતો. સાંજે ઘરે આવ્યો ત્યારે ડાયના ખુબ ગુસ્સામાં લાગી..અને એણે તરત જ પુછ્યુ એને કે આ શું કર્યું તે??

એણે બધી વાત કહી..ત્યારે ડાયના એ જોરથી જવાબ આપ્યો હતો કે આ બધુ અહીયાં નાં કલ્ચર માં કોમન છે..હું પણ આવી જ હતી જુવાનીમાં અને સુધીર ને જટકો લાગ્યો હતો..અને એણે પુછ્યુ હતું કે "એટલે તું શું કહેવા માંગે છે તું પણ કેટલાયે છોકરાઓ સાથે.. " એ પોતે જ આગળ ન બોલી શક્યોં.. તો ડાયનાએ એ પુરુ કર્યુ કે ત્યારે નહી મારા તો આજે પણ એટલા જ બોયફ્રેન્ડ્સ છે અને હું આજે પણ ..." એ આગળ ન સાંભળી શક્યો અને સીધો મારવા જ દોડ્યો હતો..

અને ડાયના એ કહ્યુ હતું કે  "બ્લડીઇન્ડીયન, હમણાં ને હમણાં મારી જિંદગીમાંથી નીકળ..નહી તો તારી પોલીસમાં ફરીયાદ કરીને આખી જિંદગી બહાર જ નહી આવવા દઉ.."

અને સુધીર ને ત્યાંના કાયદા કાનુન ખબર હતાંં.અને એણે નક્કી કરી લીધું હતું કે હવે એ અહીયા નહી રહે..એણે ઘરે ફોન કર્યો અને માતા પિતા એ કહ્યું જલ્દી પાછો આવી જા અમને તારી જ ચિંતા હતી આટલા વર્ષોથી..

પોતાને સંભાળજે. આટલો જે માતા પિતા ને દગો આપ્યો હતો એ આટલાં વર્ષે પણ કહે છે કે અમને તારી જ ચિંતા હતી..આ વાત ભારતમાં જ થાય એ હવે એને સમજાઈ ગયું હતું. જેવુ પ્લેન ભારતની ધરતી પર ઉતર્યું સુધીરે જાણે રાહતનો શ્વાસ લીધો..!


Rate this content
Log in

More gujarati story from Neeta Kotecha

Similar gujarati story from Drama