મહિલાદિન
મહિલાદિન


આજે ૮ માર્ચ મહિલા દીન તરીકે ઉજવાય. છેલ્લા ૧૫ દિવસથી માલતીબેનને કેટકેટલા ફોન આવતા હતા. કે બસ તમે અમારા પ્રોગ્રામમાં અતિથી વિશેષ તરીકે ભાગ લ્યો ને લ્યો. પણ માલતીબેનને આ દિવસજ નહોતો ગમતો. એને ગુસ્સો આવતો હતો, કે આ શુ કામ દેખાડા કરવાના. કોઇ પુરુષ કોઇ સ્ત્રીને માન આપતોજ નથી ક્યારેય પણ. પણ તોય બસ મહિલા દિન ઉજવવાના. અને એમા પણ પાછા પુરુષો હાજર હોય એ વધારે ગુસ્સો આવે માલતી ને.
પણ હવે આજે જે ફોન આવ્યો એમાં ના પડાય એમજ ન હતુ. વર્ષો જુનો સબંધ. એક પળ એવી હતી કે જેના લીધે એમને આ ક્ષેત્રમાં એને જગ્યા મળી હતી. એમની સામે તો કંઈજ બોલાય અમે ન હતુ. એટલે એણે પોતાની શર્તો સાથે આવવા માટે હા પાડી. આમ એ માલતીને ખબર હતી કે જ્યાઁ સુધી એક જગ્યાએ જવાનું નક્કી થઇ જાય, ત્યાં સુધી આમજ ફોન આવતા રહેશે. અને એણે આ 'સ્ત્રીતત્વ' સંસ્થાવાળાઓને આવવા માટે હા પાડી.
માલતીને ખબર હતી કે અહીયા બહુ મહાનુભાવો આવશે. અને જે બોલાવતુ હતુ એને પણ ખબર હતી કે માલતી સરૈયા એટલે આગ ઓકવાવાળા વ્યક્તી. તોય એને બોલાવતા હતા એટલે એને પણ અચરજ તો થતુજ હતુ. પણ હશે એને ખબર હતી કે એણે એનું કામ કરવાનું હતુ અને નીકળી જવાનુ હતુ. અને એંની શરતો એટલે કે એજે પ્રોગ્રામમાં જવાની હોય ત્યા છેલ્લે સુધી જાહેર કરવામાં આવતુ નહી કે એ ત્યા અતિથી વિશેષ તરીકે જવાની છે. કારણ જો ખબર પડે તો કોઇ પુરુષો તો આવેજ નહી.
સ્ત્રીત્વ સંસ્થાવાળાઓ આજે બહુ ખુશ હતા કે આજે એમનો પ્રોગ્રામ ખુબ ધમાલથી ભરેલો રહેવાનો હતો.
સાંજ પડી. અને પ્રોગ્રામનો હોલ ખીચોખીચ ભરેલો હતો. આ પ્રોગ્રામ ટીવીમાં દેખાડાતો હતો એટલે બધા મહાનુભાવ આવતા. માલતી બેન ની એંટ્રી હંમેશા છેલ્લી રહેતી. નહી તો પ્રોગ્રામ ચાલુ થાય એની પહેલાજ હોલ ખાલી થઇ જતો. અને પ્રોગ્રામ ની શુરુઆત થઇ ગઇ.
સંચાલક એ માઇક હાથમાં લીધુ અને પહેલા એમણે સ્ત્રી શક્તિની વાતો કરી. હમણા કઇ સ્ત્રી એ શુઁ કર્યુ છે એ જણાવ્યું. તાળીઓના ગડગડાટ સાથે બધા એ એની વાત ને વધાવી લીધી. અલગ અલગ સંસ્થાના પ્રમુખ આવ્યાં. એમણે અલગ અલગ પ્રવચન આપ્યાં. સ્ત્રીઓને આગળ વધવુ જ જોઇએ. એવી સલાહ આપી. મહીલાઓના વખાણ કરવામાં કોઇ પાછળ જ નહોતુ આજે. બધાનાં પ્રતીભાવ પછી સંચાલક પાછા સ્ટેજ પર આવ્યાં.અને કહ્યુ 'હવે આજના દિવસે સ્ત્રીઓના હદય સમા માલતીબેનને વિઁનતી કે તેઓ સ્ટેજ પર પધારીને પોતાના વિચાર રજુ કરે.' અને આખા હોલમાં ગણગણાટ શરુ ગયો અને કેટલાયે પુરુષોએ તો પોતાના પસીના લુછવા પડ્યા. કારણ બધા પુરુષોને ખબર હતી કે હવે એમના શું હાલ કરશે આ માલતી બેન સરૈયા. પણ હવે તો જવાય પણ નહી અને બેસાય પણ નહી એવી હાલત હતી. સ્ત્રીઓના મોઢા પર ખુશી અને ડર બંન્ને હતા કે હવે પતિદેવ કેવો ગુસ્સો કરશે.
માલતી સરૈયા જેવા સ્ટેજ પરઆવ્યાં અને ગણગણાટ બંધધ થઇ ગયો .ખાલી એમના ચપ્પલની એડીનો અવાજ સંભળાતો હતો. અને બસ ચારેબાજુ એમના વ્યક્તિત્વનો પ્રભાવ પડતો હતો. સફેદ મરુન કલરની બોર્ડરવાળી સાડી અને ટટ્ટાર શરીર. કોઇ કહે નહી કે આ બહેન હવે ૬૦ વર્ષના થઇ ગયા છે.
સંચાલક એ એમનુ સ્વાગત શાલ અને શ્રીફળથી સ્વાગત કર્યુઁ. અને કહ્યુ હવે માલતીબેનને વિનંતી કે તેઓ પોતાના શબ્દોથી આ પ્રોગ્રામની શોભા વધારે. જેવો માલતીબેનના હાથમાં માઇક આવ્યું,.સોય પડે તોય સંભળાય એટલી શાંતિ આખા હોલમાં છવાઇ ગઇ. અને માઇકમાંથી એમના શબ્દો બહાર આવવા લાગ્યા.
'આજે મહિલાદિન તો મને એક વાત નથી સમજાતી કે અહીયા પુરુષો શું કરે છેઁ કે પછી મારી સખીઓ એ જેમણે આ પ્રોગ્રામ રાખ્યો છે એમને એમ થયુઁ કે પુરુષો બીરદાવે તોજ આ દિવસ બરોબર ગણાય. ને આપણુ માન વધે મને તો એમનું અહીય હોવુ કઁઇક અલગજ લાગે છેઁ.'
આ હતો પુરુષો ને પહેલો તમાચો. ત્યાં માલતી બહેન એ પાછુ બોલવાનુ શુરુ કર્યુઁ, 'અહીયા કદાચ બહુ બધા પુરુષોને એમ થતુ હશે કે હુ ઉભો થઇને ચાલ્યો જાવ. તો એવા પુરુષોને જવાની રજા છે કે જે પોતાની પત્ની પર હાથ ઉપાડતા હોય. દિવસ રાત ગુસ્સો કરતા હોય. હંમેશા સ્ત્રીઓનું અપમાન કરતા હોય. એવા લોકો અહિયા ન બેસે અને માલતીબેન ચુપ થઇ ગયા. હવે શું કરે પુરુષો' તેઓ વિચારવા લગ્ય કે જો જશુ તો કહેવાશે કે પત્નીને હેરાન કરીયે છેઁ અને ન જાઇએ તો માલતીબેનના ચાબખા તો ખાવાના છેઁજ.બધી બાજુ એથી માર તો પડવાનોજ ને.
પાઁચ મિનિટ રાહ જોઇને માલતી બેન એ પાછુ માઇક લીધુ અને હસતા હસતા બોલ્યાઁ, 'ચલો લોકોને બહાર જવાનુ અપમાન લેવુ એના કરતા મારી વાતો વધારે ગમે છે. સારુ ચલો હવે આજની વાત શુરુ કરીયે. આજે મહીલા દિવસ આપણે શું કામ મનાવીયે છે ? ક્યાઁય જોયુ છે પુરુષ દિવસ મનાવતા. અને જે પુરુષો બહાર નથી ગયા એમાથી કોઇ પુરુષ એવો નહી હોય કે જે પોતાની પત્નીને ગુસ્સો નહી કરતો હોય. અપમાન નહિ કરતો હોય. પણ એ બહાર ન ગયા. અને પાછુ કોઇ પત્નીમાં પણ એટલી હિઁમત નથી કે તે કહે કે તમે બહાર જાવો. આજે પણ સારા સારા ઘરના પુરુષો સ્ત્રી પર હાથ ઉપાડે છે. અને જે હાથ નહી ઉપાડતા હોય તો શ્બ્દોથી મારતા હશે. અથવા ઘરમાં વસ્તુ ફેઁકતા હશે. પણ સ્ત્રીઓ કઇજ નહી કહી શકતી હોય કરણ એ પોતે સધ્ધર નથી. અને પાછા એ સંસ્કાર તો તો સ્ત્રીઓમાંજ હોય ને એટલેએ તો એ બધુ વિચારતી પણ ન હોય. અને પુરુષોને પણ એ વાતની ખબર છે. એટલેજ તો એ હજી સ્ત્રીઓને હેરાન કરે છેઁ.'
તમને બધાને કદાચ ખબર નહી હોય પણ આજે પણ ૧૦૦%માઁથી ૯૫% સ્ત્રીઓ જિઁદગીને બસ પુરી કરે છેઁ. અને જો કોઇ એક્ષરે મશીન હોય તો એ જૂઇ શકાશે કે બીજી ૨% સ્ન્માન મેળવે છેઁ અને બીજી ૩%સ્ત્રી ઓ ખોટુ બોલે છેઁ કે એમને સ્ન્માન મળે છેઁ. અને તોય આપણે મહીલાદિન તો ઉજવશુઁ જ ને. કઁઇ પણ કારણ વગર. અને હા આજે અહીથી હું કહુ છુ જો આવતા વર્ષે હુઁ જીવતી હોવ તો મને કોઇ ફોન નહી કરતા. મારે આ પ્રોગ્રામમાં નથી આવવુ. કારણ અહીયાં બોલીને કંઈજ મતલબ નથી. નથી પુરુષો બદલાવાના કે નથી સ્ત્રીએઓ. તો હું શુંકામ મારી એનર્જી અહીયાઁ વેડફુઁ. ચલો હુઁ રજા લઉ છું. હજી પણ હોલમાંમાઁ સ્મશાન જેવી શાંતિ હતી. અને માલતી સરૈયા એ એક વ્યઁગથી ભરેલી મુસ્કાન સાથે બધા સામે જોયું. અને નીચે ઉતરવાનું શુરુ કર્યુઁ. ત્યાં એક પુરુષને એમ થયુ કે હુ કેમ બાકી રહી જઉ. એટલે એ ઉભા થઇને કહે મેડમ મને એક સવાલનો જવાબ આપશોઁ' માલતી બહેન ઉભા રહ્યાઁ અને કહ્યુ કે, 'આમ તો હુ કોઇ પુરુષોને કંઈઇ પુછવાનો હક્કજ નથી આપતી. પણ આજના દિવસે ચલો તમે પણ તમારી ઇચ્છા પુરી કરી લ્યો. પણ મારો જવાબ તમને નક્કી દઝાડશે પછી ખરાબ ન લગાડતા.' ભાઇ એ પુછ્યુઁ 'મેડમ તમે લગ્ન નથી કર્યા. એનુ કારણ શુઁ ?તમને કોઇ ન ગમ્યુઁ કે કોઇને તમે ન ગમ્યા ?'
માલતી બહેન હસ્યાઁ અને જવાબ આપ્યો, 'ભાઇ આ દુનીયામાં મને એક પણ પુરુષ એવૂ ન મળ્યો કે જે મારા શરીરને અડ્યા વગર મને પ્રેમ કરે. જો તમાર ધ્યાનમાઁ હોય તો કહેજો હુ એવો કોઇ પુરુષનીજ રાહ જોવ છું.' અને એ ભાઇ માથુ નીચે કરીને ઉભા રહી ગયાંઅને માલતીબહેન નીચે ઉતરવા લાગ્યાં અને આખા હોલમા પાછુ ફ્કત એમના ચંપલની એડી નો અવાજ હતો...