Neeta Kotecha

Fantasy

3  

Neeta Kotecha

Fantasy

મોટા ગજાના લેખિકા

મોટા ગજાના લેખિકા

1 min
7.3K


"મળો આ લેખિકાઓને રંજુ ભાટિયા અને મીના વોરા.. બંને મોટા ગજાના લેખિકાઓ છે ,”

”  તમે નયના બહેન ને ઓળખો છો?  ."  

" ક્યાંક મળ્યાં છીએ પણ યાદ નથી આવતું “

 " રંજુ , તમને મેં કહ્યું હતું કે તમારું લખાણ બ્લોગ માં રાખો અને બ્લોગ બનાવતા ન આવડે તો મને કહેજો હું બનાવી આપીશ અને મીના બહેન મેં તમને બહુ બધા સંપર્ક આપ્યા હતા જ્યાં તમે વાર્તાઓ મોકલી શકો . તમને તો રંજુની વાર્તાઓ ગમતી પણ નહોતી . આપણે ત્યાં મોટા સાહિત્યકારોનું આવું જ છે કે દિવસે દિવસે એમની યાદશક્તિ ઘટતી જાય છે એમાં તમારો વાંક નથી. "

" માળો આજના મહેમાન સાહિત્યનાં દિગ્ગજ રંજુ ભાટિયા અને મીના વોરાને કે જેઓ ખુબ જ વિનમ્ર છે અને બધાને સાહિત્ય ક્ષેત્ર માં આગળ વધારવા માટે હંમેશ તૈયાર. " સ્ટેજ પરથી અનાઉંસ થયું . હોલ તાલીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યો 

એક ખુરસી પર બેઠેલા નયનાબહેન ને હસવું આવી ગયું . રંજુ ને એમણે બ્લોગ બનાવીને લખાણ સંભાળવાની સલાહ આપી હતી અને મીના ને કેટલા બધા સંપર્કો આપ્યા હતા જ્યાં તે વાર્તાઓ મોકલી શકે . આજે તેઓએ એમને જોયા પણ વાત ન કરી . 


Rate this content
Log in

Similar gujarati story from Fantasy