Neeta Kotecha

Fantasy

3  

Neeta Kotecha

Fantasy

દાદાનો દીકરો

દાદાનો દીકરો

1 min
7.0K


" હવે દેશનું ઘર વેચી નાંખો, એના સિવાય આપણે આ મુસીબત માંથી બહાર નહિ નીકળી શકીએ . "

" બાપુજીએ ચોખ્ખી નાં પાડી હતી કે દેશનું ઘર વેચતા નહિ. એમની આત્માને કેટલું દુખ થાશે એ તો વિચાર " 

" હવે જવા વાળાની આત્મા વિષે શું વિચારવું , જે જીવતા છે એમનું વિચારો તો સારું "

" પપ્પા મારે કઈક કહેવું છે "

" આવ્યો દાદાનો દીકરો , એક ને સમજાવવું ભારે હતું ત્યાં આ બીજા ઉભા થયા "

" મમ્મી , હું વેચવા માટે ના નથી પાડતો , પણ દાદાએ મને છેલ્લી ઘડીએ કહ્યું હતું કે "તકલીફ પડે ને દેશનું ઘર વેચવાની વાત થાય તો પહેલા એમાં મારબલ બેસાડજો પછી વેચજો "

અહિયાં મુસીબત છે એટલે ઘર વેચવા નીકળ્યા છે ત્યાં મારબલ બેસાડવાની વાત ક્યાં કરે છે તું "

" હું એમને એમ તો વેચવા નહિ જ દઉં , દાદાએ કહ્યું છે એ કરીને વેચવા દઈશ "

મારબલ બેસાડવાનું કામ શુરુ થયું . દાદાનો લાડકો ત્યાં જ ઉભો હતો . એક દિવસનું કામ પત્યું બીજે દિવસે સવારના જમીન માં કુલ્હાડી મારી ત્યાં કઈક અવાજ આવ્યો. વધારે ખોદ્યું તો સોનાની લગડી ભરેલો ચારુ મળ્યો .


Rate this content
Log in

Similar gujarati story from Fantasy