વાલેરી
વાલેરી
વાલેરી
બીજા વિશ્વ યુદ્ધનો નિર્ણાયક તબબકો,પેસિફિક સમુદ્રની વચ્ચે આવેલું અમેરિકન એરબેઝ.આકાશ શાંત,અને દરિયો દૂર હિલોરા લેતો અનંત લહેરાતો અને શાશ્વત શાંત.
પણ યુદ્ધનો માહોલ અમેરિકન સૈનિકો નાં મનમાં તૂફાન પેદા કરતો હતો.આ બધા સૈનિકો વચ્ચે તે એરબેઝ પર એક શાંત સિપાહી હતો.
નામ સાર્જન્ટ વિલ્સન.ઓછું બોલી, વધારે
વિચારે, શબ્દ ઓછાપણ મન ની પાક્કો.બાકી બધા સૈનિકો મસ્તીમાં હાસ્ય કરતા, વાતો કરતા,પણ વિલ્સન એકલો એ ભલો અને એનું ફાઈટર વિમાન ભલું. એટલો એ વિમાન સાથે લગાવ કે વિમાન ને પણ, એ જયારે ઉડાન માટે ચાલુ કરે ત્યારે અચૂક બોલતો, ચસ મારી પ્રિન્સેસ,, વાલેરી (Valerie). કહી તેની સાથે વાત કરે.Valerie આ દુનિયા માં તેનું સર્વસ્વ હતી તેનાં ડાબા ખિસ્સાની અંદર હંમેશા તેનો એક નાનકડો ફોટો રાખતો, જે તેની
તેની દીકરી હતી .
જ્યારે પણ કોઇ પૂછે,વિલ્સન, તું હં મેષા આવી ઉર્જા ક્યાંથી મેળવે છે;
તે ફક્ત તેની દીકરી વાલેરીએ નાં ફોટા ને નજરમાં લઈ નાનું સ્મિત કરતો...અને કશું બોલતો નહીં.
7 ડિસેમ્બર 1941ની સવાર હતી પર્લ હાર્બર પર હજુ સવારનો પ્રકાશ હજી પૂરો ફેલાયો પણ નહોતો. અચાનક, સાયરન નાં અવાજ, અને આકાશથી વરસતી બુલેટો વચ્ચે આખુ હા ર્બર પર આગ ફાટી નીકળી.
જાપાનીઝ વિમાનો વીજળીની જેમ મંડાળાઇ બેઝ પર બોમ્બ મોત બની વરસ્યા.
હર્બર માં ઉભા રહેલા કંઈક વિમાનની પાંખ બટકાઈ તૂટી. સૈનિકોની ચીસો હવાનો ભાગ બની ગઈ.
કમાન્ડર્સ ગભરાટમાં આવી આદેશો ચીખતા હતા
"એરસ્ટ્રીપ ખાલી કરો" જાન બચાવો, હમણાં વિમાનો ને ઉડાડવાની પરવાનગી કોઈને નથી!";
પરંતુ વિલ્સન કે , જેના હૃદયે બદલો ઘૂંટાયેલો હતો.તે એક જ વાત ખબર હતી: જો હું ઉડીશ કે ભાગીશ બંને સ્થિતિ માં જીવ તો જશે જ ;
તે એના વિમાન તરફ, ચાલ મારી..વાલેરી (Valerie).બોલતો દોડ્યો.વિમાનનો પૂંછડીનો ભાગ તૂટેલો, પણ પાંખ સલામત હતી.હેંગરનો દરવાન બોલ્યો.
" આ વિમાન પર ઉડીશ તો પાછો કદી નહિ આવે સર્જન્ટ !"
વિલ્સને જવાબ આપતાં એક શાંત નજર નથી આંછેરું સ્મિત કરેલ.અને કમાન્ડરે તેને વિમનમાં બેસતો જોઈ ગૌરવથી સલ્યુટ પણ કરી .
આખરે વિલસનનાં વિમાને રનવે પર આંધરી દોટ મૂકી ઉડાન ભરી. તેના વિમાન નું એન્જિન ડાચકા ખાય છે, જાણે તેની પણ અંતિમ ક્ષણ હોય.પરંતુ વિમાન ઉડે છે.ઉપર.
હજુ ઉપર.અને યુદ્ધના ધુમાડા ઉપર.તથા
અગ્નિમાં બળતા સૈનિકો ની ચીસો ઉપર.
આકાશમાં શત્રુના વિમાનો પાછા વળી રહેલા.વિલ્સન એક પછી એકને નિશાન બનાવે.ગોળીઓ, આગ, ચમક, કંપન.
અંતે તેનું વિમાન પણ ઘવાય છે.
પાંખ ફાટી જાય છે.એન્જિન ધીમુ પડે છે.
પણ તેની નજર ટારગેટ પર,
શત્રુનાં દારૂગોળોનાં ભંડાર , જેની સહાય થી સમગ્ર અમેરિકન નૌકાદળને મહાત કરી તોડી શકે એવો.
વિલ્સન કોઈ ડર વગર હિમ્મત ભેર કહે છે ચાલ મારી પ્રિન્સેસ,Valerie… આ ઘડી તારી છે, તારું કૌવત બતાવા માટે."
અને તે પોતાના વિમાનને એમયુંનેશન સ્ટોરેજ તરફ હંકારે છે
એક પ્રકાશના લિસોટા અને મોટા વિસ્ફોટ સાથે આકાશ કાળા વાદળ થી ઘેરાઈ જાય છે.
જંગલની જાપાની છાવણી વચ્ચે પડેલું તૂટી વિમાન.ધુમાડો.આગ. ચારે કોર ફાટેલા બૉમ્બનાં લોખંડના ગરમ થયેલ ભંગાર નાં ટુકડા .
પરંતુ આ બધા વચ્ચે એક શ્વાસ.વિલ્સનનો, કે જે હજુ જીવતો હતો.તેણું શરીર ઘવાયેલું, લોહી થી લથબથ.તેનો જમણો હાથ વિમાનના ભંગારમાં દબાયેલો.
વિજયી સાયરનો નાં સિગ્નલ વચ્ચે દૂર ક્યાંક બેઝ પરનો અમેરિકન ધ્વજ ધુમાડિયા પવનમાં ફરકતો જુવે છે.
વિલ્સન તેને જોઈ શકે છે.તે સેલ્યુટ કરવા હાથ ઉંચો કરવા પ્રયત્ન કરે છે.પરંતુ તેનો હાથ હલતો નથી.તે ખભે થી કપાઈ તૂટેલો દબાયેલો ભાળ્યો.
તેની આંખોમાં દુખ નથી.ફક્ત ગૌરવ.
તે ધીમે ધીમે પોતાનો ડાબો હાથ તેના શરતના ખિસ્સામાં ખસેડે છે.
અને દીકરી વાલેરી (Valerie). નો ફોટો બહાર કાઢે છે.
તે ફોટો પકડી તેની છાતી પર મૂકે છે.
અને આંખો ક્ષણ માટે બંધ કરે છે.
એક મહિના પછી, ઓકલેન્ડ ની સાંજની શીતળ હવામાં .નાની Valerie તેના ઘર નાં ફ્રન્ટ યાર્ડ નાં ઘાસમાં પોતાના રમકડા વિમાન સાથે રમતી હતી .
અત્યારે તે, ગમગીન થયેલી હતી.હસતી પણ નહતી ,તેને સમજ હતી કે, પાપાની ઘણાં અઠવાડિયાથી કોઈ મેઈલ નથી, એ વાત સારી નથી .
દૂર રોડ પાસે જીપ ઉભી રહે છે. માં, ઘરનો દરવાજો ખોલી બાહર આવે છે.ઘરની બહાર સૈન્યનો અધિકારી ઊભેલો છે .
તેના એક હાથમાં, અર્ધ સળગેલ વિલસન ની નેમ પ્લેટ સાથેની લશ્કર lની વર્દી હતી અને બીજા હાથમાં એક નાનો અર્ધ બળેલ ફોટો.
અધિકારી દરવાજે ઘૂંટણિયે બેસે છે. વાલેરી રમકડાં પડતા મૂકી તેની પાસે આવે છે.
અધિકારી (દર્દ મિશ્રિત અવાજે ) તેને કહે છે,
"દીકરી આ તારા પપ્પાએ … તેનાં છેલ્લા શ્વાસ ક્ષણ સુધી પકડી રાખ્યો હતો."
Valerie ફોટો લે છે.તે છાતી સાથે દબાવે છે.તેની આંખમાં હજુય આંસુ નથી,ફક્ત મૌન. ગૌરવ. એક ઠરેલ સમજ.
તે આકાશ તરફ જુએ છે,જ્યાં યુદ્ધના વાદળો હવે નથી.
વાલેરીએ મનમાં ગણગણે છે.
"પપ્પા… આખરે તમે ઘરે આવી ગયા ખરા ."
બંને ને જોઉઇ,વાલેરી (Valerie) ની માં, નાં મનમાં વિચાર આંવે છે, વિલસન આપણી દીકરી નું નામ વાલેરી (Valerie).રાખી તે કોઈ કોઈ ભૂલ નથી કરી.
આખરે, કર્બસ્તાનમાં વર્દી ની દફન કિર્યા પતાવી ત્યારે, ચર્ચના હળવા પિયાનોનાં સંગીતમાં, માં અને દીકરીનાં આંસુ હૈયા વરાળ બની ઓકલેન્ડની હવામાં ભળી ગયા .
વિલસન ની કબર નાં હેડ સ્ટોન પર કોતરેલું લખાણ..આજે દસકા પછી પણ જીવંત છે.
“હિંમત એ ઢોલનો અવાજ નથી હોતો .
ક્યારેક હિંમત એ એક શાંત શ્વાસનપણ હોય છે.
વાંચન વિશેષ :-
Valerie~ વાલેરી,અમેરિકન સમાજમાં છોકરી માટે એક પ્રચલિત નામ જેનો અર્થ: “સાહસી ”, “હિંમતવાળી” થાય છે
હેડ સ્ટોન :-કબરમાં RIP અને સંકેતિક લખાણ લખેલો જે ઊભો પથ્થર રાખવામાં આવે છે એને Headstone કહેવાય છે:
~~~~~~~~~~~~~~~~
Disclaimer:
આ વાર્તા કાલ્પનિક છે.
યુદ્ધની ઘટનાઓ, સ્થળો અને ઐતિહાસિક સમયરેખા સાચા ઐતિહાસિક સંદર્ભો પરથી લેવામાં આવી છે, પરંતુ વાર્તામાં દર્શાવેલા પાત્રો, ભાવ અનુભવો અને સંવાદો લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિનું પરિણામ છે.
આ વાર્તાનો કોઈ પણ જીવતો અથવા અવસાન પામેલો વ્યક્તિ, સૈનિક, સંગઠન અથવા સરકાર સાથે સીધો સંબંધ નથી, અને કોઈ સમાનતા પૂરેપૂરી સહયોગવશ છે.
The character of Sergeant Wilson and his daughter Valerie are fictional.
This story is intended as a tribute to the courage and silent sacrifices of all soldiers who served in World War II.
No disrespect is intended towards any nation, community, or historical narrative.
