Manishaben Jadav

Abstract Children

4.7  

Manishaben Jadav

Abstract Children

ઉંચી ઉડાન

ઉંચી ઉડાન

2 mins
339


વિનોદભાઈ અને નીલાબેનને એક દિકરી હતી. વિનોદભાઈ એક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. જયારે નીલાબેન એક ગૃહિણી હતા. તેમણે પણ બી.એ. સુધી અભ્યાસ પૂર્ણ કરેલ એટલે તેઓ ભણતરનું મહત્વ જાણતાં હતાં.

બાળપણથી જ નીલાબેન તેમની દિકરી અંજનીનો વિશેષ ખ્યાલ રાખતા. તેમના ભણતર સાથે તે કોઈ બાંધછોડ કરવા તૈયાર ન હતા. અંજની પણ નાનપણથી જાણે ઉંચા આકાશે ઉડવાના સ્વપ્ન જોતી હતી. તેના ભણતર માટે તે તમામ સુવિધાઓ પુરી પાડતા.

અંજની ધીમે-ધીમે મોટી થઈ. તે બારમાં ધોરણમાં પહોંચી ગઈ. વધુ સમજણી થતી ગઈ. તેનું સ્વપ્ન એક મોટો બિઝનેસમેન બનવાનું હતું. જેના માલિક તે પોતાના પિતાને બનાવવા માગતી હતી. એટલે તે પુરી તૈયારી કરતી.

ઉંચા આકાશે ઉંડુ મારા સ્વપ્ન પૂર્ણ કરું

હું તો શકિતકેરી નારી મારા શમણાં ઉંચા ઉંચા

અંજનીની પોતાના સ્વપ્ન આડે કંઈ પણ જતું કરવાનું. ફેશન શબ્દનો તો તે જાણે અર્થ જ જાણતી ન હતી. એક દિવસ વિનોદભાઈ જે કંપનીમાં નોકરી કરતાં હતાં. તેમાં ખૂબ મોટી ખોટ ગઈ. કંપનીના માલિકે કંપની બંધ કરી દિધી. વિનોદભાઈ પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હતો.

અંજનીના આગળના ભણવાનો ખર્ચ કાઢવો કઈ રીતે ? બધાં મુંઝવણમાં મુકાયા.વિનોદભાઈએ કોશિશ કરી એક નાનકડી નોકરી મેળવી. પરંતું તેના થકી માંડ રોજીરોટી મળતી. ભણતર ખર્ચ કાઢવો કઈ રીતે ? અંજનીની આકાંક્ષા તુટવા લાગી.હવે શું કરવું? 

વિનોદભાઈ અને નીલાબેને વિચાર્યું, "કોઈ સારા ઘરમાં તેના લગ્ન કરી દઈએ. ત્યાં રહી તે સ્વપ્ન પૂર્ણ કરી શકે. અંજનીના લગ્ન એક અમીર કુટુંબમાં થયાં.પણ જરૂરી નથી કે વિચારીએ એ જ થાય.

ક્યારેક મુસીબત આપણાં કરતાં પહેલાં જીવનમાં પહોંચી જતી હોય.અંજનીના લગ્ન થતાં જ તેમની સાસુનું નિધન થયું. ઘરની તમામ જવાબદારી અંજની માથે આવી ગઈ. પરંતુ અંજની એમ કંઈ હાર માને એમ ન હતી. ઘરની જવાબદારી સાથે પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો. રાત દિવસ બસ એક જ કામ કામ કામ. ત્રણ વર્ષમાં તેની મહેનત રંગ લાવી.

અંજનીએ પોતાના નામે એક કંપની ખોલી. અને એ સફળતા પૂર્વક ચલાવી. જો તમારી ઉડાન ઉંચી હશે તો કોઈની તાકાત નથી કે તમને હરાવી શકે.

ઉડુ હું ઉંચા આકાશે આજે મારા સ્વપ્ન થકી

નથી હું એક અબળા નાર  હું તો શકિતનો અવતાર.


Rate this content
Log in

Similar gujarati story from Abstract