STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational

4.0  

Manishaben Jadav

Fantasy Inspirational

મુશળધાર વરસાદ

મુશળધાર વરસાદ

2 mins
223


વરસ્યો વરસાદ ને ધરા લીલી થઈ

બેજાન ધરાને કૂંપળ નવી થઈ

વરસ્યો વરસાદ મુશળધાર

ને ધરા રડી આંસુએ ચોધાર"

સોનલ અને સુહાસના લગ્નને દશ દશ વર્ષ પછી આજ સંતાન સુખ મળવાનુ હતું. કેટલા ડોક્ટર અને દેવળ ફર્યા પછી ઈશ્વરે સામે જોયું હતું. એ જ ઈશ્વર આજ જાણે વેરી બની એ સંતાન લેવા ઉભો હોય એવું લાગ્યું.

સોનલને નવમો મહિનો ચાલી રહ્યો હતો. પેટમાં દુખાવો થયો. દવાખાને જવાની તૈયારી કરી રહ્યા હતા. પણ વરસાદ જાણે આજ બંધ થવાનું નામ ન લે. ચોવીસ કલાકથી મુશળધાર વરસી રહ્યો હતો. ગામને ફરતે પાણી જ પાણી. ગામ આખું બેટમાં ફેરવાય ગયું. ન કોઈ વાહન આવ-જા કરી શકે. ન કોઈ માણસ. જવુ તો જવું કઈ રીતે. કાચોપોચો માણસ તો બહાર નીકળવાનું નામ જ ન લે.

સોનલ અને સુહાસ સિવાય ઘરે કોઈ જોવા ન મળે. હવે કરવું શું ? બહાર જવું જોખમકારક હતું. અને સોનલની ડિલીવરી પણ એટલી જ જરૂરી હતી. બહારથી એમ્બ્યુલન્સ માટે ફોન કરેલ પરંતુ એ પણ ત્યાં પહોંચવા અસમર્થ હતી. સોનલબેનનું દર્દ વધતું જતું. ફરતી બાજું કમર કમર સુધી

પાણી ભરાયાં. આજુબાજુમાં ઘણાં લોકોને મદદ માટે કહ્યું પરંતુ જીવનું જોખમ લેવા કોઇ તૈયાર ન હતું. 

પરિસ્થિતિ ગંભીર થતી જતી હતી. કોઈ રસ્તો સુજે નહી. વરસાદ જાણે મનમુકીને વરસી રહ્યો હતો. એવામાં સુહાસને એક મિત્ર યાદ આવ્યો. જે એક ડોક્ટર હતો. તેની બાજુના જ ગામમાં રહેતો હતો. બંને સાથે ભણતાં. ઘણીવાર તે એના ઘરે પણ આવતો. તે સારી રીતે જાણતો હતો કે સુહાસ માટે આ બાળકની શું કિંમત છે. તેને ફોન કરી બધી વાત કરી. તે કહે,

"તું ચિંતા ન કર, હું ગામડે જ છું. હમણાં પહોંચ્યો. ભાભીને કંઈ નહી થાય."

દસેક મિનીટમાં જ તેનો મિત્ર આવી પહોંચ્યો. તરત ડિલીવરીની તૈયારી કરાવી. બે કલાકમાં સફળતા પૂર્વક ડિલીવરી કરાવી. દીકરો આવ્યો. બધાના ચહેરા પર આનંદની હેલી છવાઈ ગઈ. સુહાસ અને સોનલને ફરી નવું જીવન મળ્યું. મનગમતું ફળ મળ્યું. પછી તો વરસાદ પણ રાજી થઈ બંધ થઈ ગયો. ગામ આખામાં ઉત્સવની ઉજવણી કરી.

"લખેલું છે જે નસીબમાં એને કોઈ ઝૂંટવી શકતું નથી

બાકી રાત દિવસ દોડનારને પણ ફળ એનું મળતું નથી."


Rate this content
Log in