Manishaben Jadav

Tragedy

3  

Manishaben Jadav

Tragedy

ખારો દરિયો

ખારો દરિયો

2 mins
156


આકાશ પથારીમાંથી ઉઠતા જ બોલ્યો, "નંદિતા ઓ નંદિતા કયારની શું કરે છે ? નાસ્તાને કેટલી વાર ? મારે ઓફિસે કેટલા કામ છે. તારે આંખો દિવસ ઘેર ગપ્પા મારવા. તેમ છતાં સમયસર જમવા પણ ન મળે."

નંદિતા રસોડામાંથી નાસ્તાની ડિશ લઈને આવી. "બસ આ જરા બીજા કામમાં જરાક મોડું... ચાલો ચાલો નાસ્તો તૈયાર છે."

આકાશ નાસ્તો કરીને ઓફિસ જવા નીકળ્યા ત્યાં જ સાસુમાને બુમ પાડી, "નંદિતા શું કરે છે ? મારું ગરમ પાણી બ્રશ કોણ આપશે ? કેટલા સાદ કરવાના ? તું સાંભળે કે નહી ?"

નંદિતા હાથમાં પાણી અને બ્રશ સાથે, "મમ્મીજી આ રહ્યું તમારું પાણી અને બ્રશ. ચાલો તમારા માટે ગરમાગરમ નાસ્તો લી આવું."

સાસુ કહે, "હા તે એમાં કંઈ નવાઈ નથી કરતી. તારી ફરજમાં આવે અમારું ધ્યાન રાખવું. તને કંઈ બેસવા નથી લાવ્યા."

નંદિતા ચૂપચાપ કંઈ બોલ્યા વિના જ રસોડામાં જતી રહી. ફરી રસોડામાં જઈ કામ કરતી હતી. ત્યાં જ અનુજ ઉઠ્યો,

"મમ્મી મારો નાસ્તો, ટીફીન, કપડાં, મોજા અને બેગ તૈયાર કરી આપ મારે શાળાએ જવાનું મોડું થાય છે. તારે તો આખો દિવસ ઘેર કંઈ કામ ન હોય. અમારે ભણવાનું કેટલું હોય. આ બધી તને ખબર પડે કે નહી."

સવારથી સાંજ સુધી આખો દિવસ કામમાં પરોવાયેલી નંદિતા સાંજ પડી સૌની રાહ જોવા બેસી.

આકાશ આવી કહે, "આજ મારે માટે ઈડલી બનાવજે."

અનુજ કહે, "મારા માટે પકોડા."સાસુમા કહે,"હા મારા માટે દાળભાત. આમપણ આંખો દિવસ ઘેર નવરી જ હોય છે. કંઈક કામ કર બધા આખો દિવસ બહાર કેટલું કામ કરે.

નંદિતા મનમાં વિચારવા લાગી, "મને જ નસીબમાં ખારો દરિયો મળ્યો, એમાં બીજાનો શું વાંક ?"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy