Manishaben Jadav

Children

3  

Manishaben Jadav

Children

મા વિનાની દીકરી

મા વિનાની દીકરી

2 mins
217


"જિંદગીની ઘટમાળ છે અનોખી

કાલ શું થશે એ વાત જ અજાણી"

રવિના લગભગ એકાદ વર્ષની નાની હતી ત્યારે જ તેની માતા તેને છોડીને ચાલી નીકળી હતી. રવિનાના ઉછેરની જવાબદારી હવે પિતા માથે આવી પડી. આપણામાં કહેવત છે કે,"એક માતા સો શિક્ષકની ગરજ સારે." માતા એ બાળકનો આધાર છે. માતાને મમતાની મૂર્તિ કહી છે. જ્યારે પિતા તો કઠોર હ્રદયના માનવી.

અહીં કંઇક પરિસ્થિતિ જૂદી જ હતી. રવિનાની માતા અંજની ગરીબ અંકિતભાઈ સાથે પોતાની ખુશી ન જોતાં, સમૃદ્ધિ માટે પતિ અને વ્હાલસોયી દીકરીનો હાથ એક ઝાટકે જ છોડી જતી રહી. અહીં તો અંકિતભાઈ માતા અને પિતા બંનેની બેવડી જવાબદારી ખૂબ સારી રીતે બજાવી જાણી. પુત્રીમા સંસ્કાર સાથે ભણતર અને ગણતર વગેરે ખૂબ સુંદર રીતે આકાર આપી એક અનોખા વ્યકિતત્વનુ નિર્માણ કર્યું.

રવિનાને આટલો પ્રેમ મળવા છતાં જાણે એના જીવનમાં કંઈક ખુટતુ હતું. તે હવે મોટી થઈ ગઈ હતી. તે જીવનમાં એકલતા અનુભવતી. ઘણીબધી વાતો એવી હતી જે પોતાની માતા સાથે કરવા માંગતી હતી. એ વારંવાર ઉદાસ થઈ જતી. પિતાજી તેને ઘણીવાર ઉદાસીનું કારણ પૂછતાં. પણ રવિના કશો જવાબ ન આપી શકતી.

એક દિવસ રવિના અને અંકિતભાઈ બેઠા હતા. ત્યાં જ રવિના પિતાજીને કહેવા લાગી, "પિતાજી મારા મમ્મી પણ જો આજે મારી પાસે હોત તો, હું તેમની સાથે બધી વાત કરી શકત. મારી મનગમતી વસ્તુ માંગી શકત."

પિતાજી કહે," બેટા નાનપણથી જ મેં તને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો છે. તને આજ સુધી કોઈ વાતની ખોટ પડવા નથી દીધી. તો આજે કેમ અચાનક તને માતાની યાદ આવી. બોલ તને શું જોઈએ. તારા માટે હું કંઈ પણ લાવી આપીશ. પિતાજી કહે, "બેટા નાનપણથી જ મેં તને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો છે. તને આજ સુધી કોઈ વાતની ખોટ પડવા નથી દીધી. તો આજે કેમ અચાનક તને માતાની યાદ આવી. બોલ તને શું જોઈએ. તારા માટે હું કંઈ પણ લાવી આપીશ.

પિતાજી તમે મારા માટે બધું જ કરી શક્યા. મને મારી માતાનો પ્રેમ પણ વિશેષ મળ્યો. તેમ છતાં અમુક ઉંમરે દીકરીને માતાની જરૂર પડે. ઘણીવાર મર્યાદાને લીધે પિતા સમક્ષ રજુ ન કરી શકાય.


Rate this content
Log in

Similar gujarati story from Children