Margi Patel

Children Stories

4  

Margi Patel

Children Stories

ઓલ્વેઝ હેલ્પ અધર

ઓલ્વેઝ હેલ્પ અધર

3 mins
880


               માર્ગી અને તેનો ચાર વર્ષનો છોકરો ભાગ્ય આજે બજારમાં ગયા હતાં. બજારમાં ગયા હોય અને ભાગ્ય શેરડીનો રસ ના માંગે એવું બને જ નહીં. ભાગ્ય ને શેરડીના રસ કોઈ એવી ઈચ્છા નથી હોતી પીવાની. પણ શેરડીના રસમાં રહેલા બરફમાં જ વધારે મજા છે એને. માર્ગી ને ભાગ્ય લગભગ ત્યાંજ રસ પીવા જાય. તો શેરડીવાળા કાકા ને પણ ખબર કે ભાગ્ય બરફ ખાવા જ આવે છે. તો રસ પીધા પછી થોડો બરફ આપતાં ખાવા. અને ભાગ્ય ખુશ થઈને થેન્ક યુ કહેતો. 


             ભાગ્ય ત્યાં બેસીને તેની મમ્મી જોડે વાતો કરતો કરતો શાંતિથી રસ પીતો. અને અલગ અલગ વાતો કરે. એટલામાં ત્યાં એક દાદા આવે છે રસ પીવા. દાદા એ રસ બનાવવાનું કહ્યું અને કાકા બનાવા પણ લાગ્યા. રસ આવવામાં વાર હતી. તો દાદા ભાગ્ય અને માર્ગીની વાતો સાંભળતા હતાં. ને ચહેરા પર એક મુસ્કાન હતી. બસ ભાગ્યની સામે એક જ નજરે જોઈ રહેલા, ભાગ્યની વાતોનો આનંદ લેતા, ભાગ્યની નાની નાની શરારતો નિહાળી રહ્યા હતાં. 


               શેરડી નો રસ તૈયાર થઇ ગયો હતો . કાકાએ દાદાને પૂછ્યું કે, 'નાનો આપું કે મોટો ગ્લાસ? ' દાદા એ જવાબમાં કહ્યું કે, 'ભાઈ મોટો ગ્લાસ જ આપજે, પણ એ ગ્લાસનાં બે કરી ને આપજે. મારા હાથની પકડ નથી. ' અને કાકા એ જેમ દાદા એ કહ્યું એ જ રીતે બે ગ્લાસ કરીને એક ગ્લાસ હાથમાં પકડાયો. પણ દાદા ના હાથ ધ્રૂજવા લાગ્યો. અને અડધો ફરેલો ગ્લાસમાંથી પણ રસ છલકાવા લાગ્યો. એ દેખીને કાકા એ તરત જ દાદાના હાથમાંથી ગ્લાસ લઇ લીધો અને કહેવાય લાગ્યા કે, ' તમારાથી ગ્લાસ જ પકડાતો નથી તો કેમ આવ્યા? નથી પીવો તમારે રસ. જતા રહો અહીંથી. ' અને દાદા કઈ પણ બોલ્યા વગર તેમના મુખ પર હાસ્ય સાથે ચાલ્યા નીકળ્યા. 


            આ બધી જ ઘટના ભાગ્ય ને માર્ગી દેખી રહ્યા હતાં. માર્ગી મનમાં ને મનમાં તે દાદાને રસ પીવો હતો છતાં ના પી શક્ય તેનું ખૂબ જ દુઃખ અનુભવી રહી હતી. પણ એટલામાં જ ભાગ્ય બોલ્યો, ' મમ્મી કેમ દાદા એ રસ મંગાવ્યા પછી પણ ના પીધો? ' માર્ગી એ ભાગ્યને સમજાવતા કહ્યું કે, ' બેટા ! દાદાનો હાથ ધ્રૂજતો હતો તો દાદા ગ્લાસ જ ના પકડી શક્યા એટલે ના પીધો. '


              કહેવાય છે ને કે બાળક ભગવાનનું રૂપ હોય છે. અને તમે જેવું શીખવો છો એવું શીખે છે. અને જેવું દેખે તેવું વર્તન કરે. માર્ગીના સમજાય પછી તરત જ ભાગ્ય બોલ્યો, 'મમ્મી તે મને શીખવ્યું હતું ને કે ઓલ્વેઝ હેલ્પ અધર તો કેમ કોઈએ દાદાની મદદ ના કરી. ચાલ, આપણે કરીએ દાદાની મદદ. તેમને પીવડાવીએ રસ. '


              આટલું સાંભળતા જ માર્ગી ભાગ્યને ત્યાં બેસાડીને તરત જ એ દાદાની પાછળ ગઈ. અને દાદાને લઈને પણ આવી. દાદાને ત્યાં બેસાડ્યા. અને એક મોટો ગ્લાસ શેરડી નો રસ બનાવડાવીને, ગ્લાસની અંદર સ્ટ્રોંગ નાખી ને, માર્ગી એ એ ગ્લાસ હાથમાં પકડ્યો અને સ્ટ્રોંગ વડે દાદા ને શેરડી નો રસ પીવડાવ્યો. દાદા એ દેખી ને ખૂબ જ ખુશ થઇ ગયા. 


      દાદા શેરડી નો રસ પીતા પીતા તેમની આંખોમાં પાણી આવી ગયું. અને ખૂબ જ સરસ આશીર્વાદ આપ્યા. અને કહ્યું કે, ' જો બધા જ માતા-પિતા તેમના બાળકને આવી જ શિખામણ આપે ને તો રસ્તા માં એકલા ચાલત દરેક બુઝુર્ગ ને કોઈનો ડર ના લાગે. તે જે તારા બાળક ને શીખવાડ્યું એ આજે જો કામમાં આવ્યુ. બસ આવા સારા જ વિચારોનું સિંચન કરજે એના હ્રદયમાં. મારા આશીર્વાદ તમારી સાથે છે. '


             આટલું સાંભળતા જ માર્ગી ના આંખમાં પણ પાણી આવી જાય છે. અને તેના પુત્ર પર ખૂબ જ નાઝ થાય છે. ને મનમાં જ બોલે છે કે, 'મારા ગયા જન્મના કર્મો સારા હશે જેથી મને ભાગ્ય જેવો દીકરો મળ્યો. ' અને ભાગ્ય ને શાબાશી આપીને મનમાં ને મનમાં જ હરખાય છે. 


Rate this content
Log in