Manishaben Jadav

Tragedy

3.4  

Manishaben Jadav

Tragedy

અતીતની યાદો

અતીતની યાદો

2 mins
345


અનિકેત અને અવનીને લગ્નના પાંચ વર્ષ પૂર્ણ થયા હતા. અનિકેત તૈયાર થઈ ઓફિસ જવા નીકળી ગયો હતો. અવની કામ કરી અને રસોડામાં ગઈ. શાક વઘારતા જાણે ભૂતકાળના એ સ્મરણોમાં કયારે ખોવાઈ ગઈ કશી ખબર જ ન પડી.

"હોય પ્રેમ પર્વનો દિન

લાગે રંગબેરંગી દિન

મળે જો સાયબો મારો

લાગે હસીન એ દિન"

ચૌદ ફેબ્રુઆરીનો દિવસ હતો. બંને એકસાથે કોલેજમાં ભણતા હતા. અનિકેત હાથમાં લાલ ગુલાબ લઈ આવ્યો અને અવનીને પ્રપોઝ કરી. અવની પણ પહેલેથી જ અનિકેતને પસંદ કરતી હતી. ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેણે અનિકેતની વાત સહર્ષ સ્વીકારી લીધી. બંને તરફથી પ્રેમની ગંગા વહેતી હતી.

થોડાક જ સમયમાં બંનેના માતા-પિતા આ સંબંધ માટે રાજી થઈ ગયા. અવનીના હાથમાં અનિકેતના નામની મહેંદી લાગી, શરીરે પીઠી ચોળી, ઢોલ શરણાઈ વાગ્યા. ધામધૂમથી લગ્ન થયા. બંને ખૂબ ખુશ હતા. જિંદગી જાણે રંગબેરંગી પ્રસંગોથી ભરેલી હતી. ન કશી ચિંતા, ન વાદવિવાદ. ખૂબ શાંતિથી જીવન ચાલતું હતું. એમાં એક ખુશીનું નવું પંખ ઉમેરાયું. અવની મા બનવાની હતી. બંને ખુશ હતા. તેમના પરિવારમાં નવું મહેમાન આવવાનું હતું.

"વિધિ કેરા ખેલ જાણી શકે ન કોઈ

સવારે શું થશે, એ બતાવે ન કોઈ

જો જાણી શકાય એ ભવિષ્ય

દુઃખ ન દુનિયામાં પછી હોય"

અનિકેત અને અવનીના જીવનમાં અચાનક તોફાન જબરું આવ્યું. તેમને ત્યાં બાળકનો જન્મ તો થયો, પરંતુ તે લાંબો સમય જીવી ન શક્યો. એનો આઘાત બંને જીરવી ન શક્યા. તેમનું રંગબેરંગી જીવન જાણે કરમાય ગયું. પ્રેમનું સ્થાન ઝઘડાએ લઈ લીધું. એકબીજા પર આરોપ વધવા લાગ્યો. સાથ છૂટ્યો ગયો. બંને ફક્ત શારિરીક રીતે સાથે રહે છે. પરંતુ કોઈ મનમેળ નથી.

અનિકેત અવની સાથે સરખી વાત કરતો નથી. અવની પણ વાતવાતમાં ચિડાઈ જાય છે. બંનેનું વર્તન જાણે પહેલા કરતા વિપરીત થઈ ગયું છે. આવા વિચારોમાં અવની ખોવાઈ જાય ત્યાં જ દરવાજાની ઘંટી વાગે છે. અવની ભૂતકાળ માંથી પાછી ફરે છે. દરવાજો ખોલે તો તેની સખી વીણા તેને નોકરી જવા બોલાવવા આવી છે. બંને તૈયાર થઈને જાય છે. રંગબેરંગી જિંદગી ફક્ત સ્વપ્ન જ બની જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy