Mariyam Dhupli

Classics Inspirational

3.0  

Mariyam Dhupli

Classics Inspirational

ટાંકણી

ટાંકણી

1 min
21.4K


ભોંય ઉપર સરી પડેલી ટાંકણી આંખોને દ્રશ્યમાન થઇ રહી ન હતી. બારીક દ્રષ્ટિ ભોંયનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં વ્યસ્ત હતી. હાથમાંના કાગળિયા એકબીજાથી અળગા પડી, છૂટા થઇ વિખરાઈ જવાની તૈયારીમાંજ હતા.

"વિનોદ આજની પાર્ટીમાં ભાઈભાભીને પણ મનાવીને બોલાવી લઈએ તો ?"

ટાંકણી શોધી રહેલ વિનોદની દ્રષ્ટિ ભોંય ઉપરથી ઉઠી પત્નીના ચ્હેરા ઉપર ગુસ્સામાં ડોકાઈ. પાછળથી વૃદ્ધ અવાજે માતૃત્વ ભરી ટાપસી પુરાવી.

"ભાઈ છે તારો. જીવનમાં એકવાર તો તારી માટે કઈ સારું કર્યુંજ હશે. એ યાદ કરી માફ કરી દે."

ભોંય પર ખોવાય ગયેલી ટાંકણી આંખોને જડી ગઈ. એક ટાંકણીથી બધાજ કાગળિયા એકસાથે ફરી વ્યવસ્થિત એકજુથ થઇ ગયા.

"ઠીક છે, મોકલી દો આમંત્રણ..."

વિનોદના કાગળિયાઓને બાંધી રાખેલી એ ટાંકણી જોઈ એની પત્નીની નજર વૃદ્ધ બા ઉપર સ્નેહથી ડોકાઈ, એ પણ તો એક ટાંકણી જ ! પરિવારને પ્રેમ અને હૂંફથી જોડી રાખતી...


Rate this content
Log in

Similar gujarati story from Classics