Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

mariyam dhupli

Abstract Tragedy


4  

mariyam dhupli

Abstract Tragedy


ધુતકાર

ધુતકાર

3 mins 309 3 mins 309

'સમાચાર મળ્યા. ખુબજ દુઃખ થયું. શું કહું ? કશું સમજાતું નથી. અરવિંદ આ દુનિયા છોડી હંમેશા હંમેશા માટે જતો રહ્યો. તારી પરિસ્થિતિ સમજી શકું છું, બેટા. તારી પીડા અનુભવી શકું છું. એ ફક્ત મારો બાળપણનો મિત્ર ન હતો. અમે તો બે શરીર એક પડછાયો હતાં. જ્યાં એ ત્યાં હું ને જ્યાં હું ત્યાં એ. હું અહીં યુકે આવતો રહ્યો ત્યાર બાદ પણ અમે નિયમિત સંપર્કમાં રહેતા હતાં. એના વિચારો, જીવન આદર્શ અને સ્વચ્છ હૃદય. હી વોઝ એ ગ્રેટ મેન. એ ગ્રેટ સોલ. એના મૃત્યુના સમાચાર સાંભળી એવું લાગી રહ્યું છે કે જાણે અચાનકથી મારી દુનિયા અટકી ગઈ હોય. '

પપ્પાના ગાઢ મિત્ર સૌરભકાકાનો યુકેથી વ્હોટ્સ એપ મેસેજ હતો. સંદેશ વાંચતાજ થોડા ક્ષણો માટે સૂકી થયેલી એની આંખો ફરી ભીંજાઈ ગઈ. પપ્પા પ્રત્યે કેવો ભાવ ! કેવી મિત્રતા ! કેવી સદ્દભાવના ! પપ્પાનાં જવાથી એમનું જીવન પણ અટકી પડ્યું. દોસ્તી હોય તો આવી. સવારથી લાગણીઓના ઉતારચઢાવ વચ્ચે પહેલીવાર મન થોડું રાહત પામ્યું. 

સવારેજ એણે પિતાના અગ્નિસંસ્કાર કર્યા હતાં. છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તો.....! હજી મહેમાનોથી ઘર છલોછલ હતું. મમ્મીનું પ્રેશર એકદમ ઉતરી ગયું હતું. ડોકટરે કેટલીક દવા આપી હતી. કદાચ ઘેન હતું એમાં. એટલે એ ઊંઘી રહી હતી. રશ્મિ, નાની બહેન રડી રડીને અર્ધી થઈ ગઈ હતી. થોડા દિવસોમાં જ એના લગ્નની તિથિ લેવાઈ હતી. એનું કન્યાદાન કરતાં પહેલાં જ પપ્પા.... હવે એ દરેક ફરજ એણે જાતે નિભાવવાની હતી. એકજ ક્ષણમાં બધાના જીવન ઉપરનીચે થઈ ગયા હતાં. સૌરભકાકાના શબ્દો જાણે એના મનની વ્યથાનું જ ચિત્રણ હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે અચાનકથી એની દુનિયા અટકી ગઈ હોય. 

સૌરભકાકાના ભાવાત્મક શબ્દોથી ઘણી હિંમત ભેગી થઈ અને એ ઊભો થઈ ફરજની યાદીનાં અન્ય કાર્યો સંભાળવા સૈનિક સમો આગળ વધી ગયો. 

મોડી રાત્રે બધીજ દોડધામ સમેટ્યાં પછી થોડી નવરાશની પળ હાથ લાગી. એ મોબાઈલ લઈ ઘરના એક શાંત ખૂણામાં ગોઠવાઈ ગયો. ફેસબુક મેસેંજર દિલાસાના સંદેશાઓથી ઉભરાઈ રહ્યું હતું. એ સંદેશાઓ નિહાળવા મેસેંજર ખોલે એ પહેલાંજ પપ્પાના કેટલાક મિત્રો જે તસ્વીરોમાં ટેગ થયા હતાં એ નિહાળતાંજ એના હોશ ઊડી ગયા. એ તાજી તસવીરો સૌરભકાકાની એમના પરિવાર જોડેની મસ્તીની પળોની હતી. તેઓ ફન ફેરની મજા માણી રહ્યા હતાં. 

" બ્લાસ્ટ ફન ટાઈમ વીથ ફેમિલી "

કેપશનનાં શબ્દોથી મન દાઝી ઉઠ્યું. 

મનમાંથી અશાબ્દિક ધુત્કાર વરસી પડ્યો. 

કેવો વિચિત્ર માણસ છે ? આજે સવારેજ એનો ગાઢ મિત્ર અવસાન પામ્યો છે અને એ ચકડોળમાં હિલોળા લઈ રહ્યો છે. પોપકોર્ન ચાવી રહ્યો છે. ફેસપેઈન્ટીંગ કરાવી સેલ્ફી લઈ રહ્યો છે. શેમ ઓન હિમ ! થોડા દિવસ જાતને રોકી પણ ન શક્યો..!

બસ એજ ક્ષણે સૌરભકાકાને એણે ફ્રેન્ડલિસ્ટ અને જીવન બન્નેમાંથી બ્લોક કરી નાખ્યા. 

સમય જેવી ઔષધિ ક્યાં ? એ વાતને વર્ષો વીતી ગયા. 

એક આહલાદક સવારે એણે જીવનમાં સૌપ્રથમ વાર 'શિકારા' નાવડીનાં દર્શન કર્યા. મન અતિપ્રફુલ્લીત હતું. કાશ્મીરની ઠંડી હવા તનમનમાં રોમાંચ જન્માવી રહી હતી. 

એજ સમયે મોબાઈલ વાઈબ્રેટ થયો. સમાચાર શોક્ગ્રસ્ત હતાં. આંખો પહોળી થઈ ગઈ.

" આવો ને. ક્યાં રહી ગયા ?" 

શિકારામાંથી ગુંજેલા મીઠા મધુર અવાજની માદકતા તરફ એ ચુંબક જેમ આકર્ષાઈ રહ્યો. મહેંદીવાળા નાજુક હાથ એને પ્રેમપૂર્વક આમંત્રણ પાઠવી રહ્યા હતાં. હવાથી લહેરાઈ રહેલા વાળને સ્પર્શવા એના હાથ તત્પર થઈ ઉઠ્યા. કોમળ ગુલાબી હોઠનું હાસ્ય એને મદિરાનાં જામ પીવડાવવા લલચાવી રહ્યું હતું.

અતિ ઝડપે કેટલાક શબ્દો ટાઈપ અને ફોરવર્ડ કરી એ વીજળીની ઝડપે શિકારામાં પ્રવેશી ગયો. હનીમૂનની એ અતિ કિંમતી ક્ષણ વેડફવા માટે ન લાગણીઓ મંજૂરી આપી રહી હતી, ન ખિસ્સું. 

ધીમે ધીમે શિકારા એ ઠંડા તળાવમાં નવ પરણિત યુગલને લઈ જયારે આગળ વધી ત્યારેજ અકસ્માતમાં મૃત્યુ પામેલા મિત્રના કુટુંબને એનો દિલાસાનો સંદેશો મળી ગયો. 


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Abstract