સૂર્ય
સૂર્ય
શીર્ષક:
સૂર્ય.
નેપાળની ઊંચું, સફેદ બરફથી ઢંકાયેલું લુમ્બિ ગામ. સીધા અને સરળ લોકો રહે. અખરોટ અને અંજીરણાં મબલખ ઝાડ ચારેકોર ઉગેલા જોવા મળે.આવી લુમ્બિની ઘાટીમાં,ચમન ચોટી નામનો એક નાનો છોકરો રહેતો હતો. તેની માં બાપ,સૂર્યા નાનો હતો ત્યારે પ્રભુ ને પ્યારા થયેલ હતા.
નેપાળની અફાટ પહાદીમાં ચમન ચોટીનો સહારો પશુપતિનાથ મહાદેવ અને બીજો નભમાં તપતો સૂર્ય,
ગામના વડીલો કહેતાં:
“ ચોટી, તારી માં સૂર્યની કિરણ બની ગઈ છે.”
“ ચમન ચોટી જ્યાં જાય, ત્યાં પ્રકાશ તેની સાથે ચાલે.”
ચમન દરેક સવાર ઉગતાં સૂર્યને જોઈને સ્મિત કરતો.તે કહેતો:
“મા, તું કેટલી દયાળુ છે, કે હંમેષા મારી પાસે રહે છે.”
આખાય નેપાળમાં જ્યારે ઠંડી હવાની ચપેટમાં સૌ થથરતા,ચમનની હથેળી ગરમ લાગે,જાણે કોઈને એનો હાથ પકડી રાખ્યો હોય.
ચમન ચોટીનું જીવન લોકોની મહેરબાની થી ચાલતું રહેતું.
એક દિવસ રાજા એ જાહેરાત કરી —
“લુમ્બિની ઘાટી પર જાદુ અને જ્ઞાનની નવી શાળા ખુલશે.”
પરંતુ ત્યાં એવા બાળકો જ પ્રવેશી શકે,
જેઓનું હૃદય સ્વચ્છ અને સંવેદનશીલ હોય.
ચમન ચોટીને પસંદ કરવામાં આવ્યો.આ જાદુની શાળા હતી હિમાળના બરફ આચ્છાદિત સફેદ શિખર પર.ત્યાં જવા માટેની બઘી કેડી બરફથી ઢંકાયેલ.શાળાની રંગીન પ્રાર્થના ધ્વજ,
અને ચારેકોર બરફ માં રખડતા યાકો નાં ટોળાં ઓ નાં ઊપસેલા તેમના પગલાં.
શાળા નો પ્રથમ દિવસ હતો, અજીબ શાળા હતી. હવામાં મહેલ અને કાચની દીવાલો. ગુરુ હિમપ્રભી શિક્ષિકા હતી.
તેની આંખોમાં હિમની શાંતિ, અને સ્મિતમાં ચંદ્રની શીતળતા હતી .
તેના ખભા પર હિમ જેવા સફેદ ઘૂંઘરું વાળ, આંખોમાં સંયમિત પ્રકાશ, બોલે ત્યારે જાણે સારંગી નાં વહેતા નરમ સરસરાટ સરકતા સુર …
પહેલા દિવસે તેણે ચમનને કાન માં કહ્યું: “જાદુ મંત્ર થી નથી થતો …સાચો જાદુ તો વડીલો ની યાદ અને ભાવનાનાં છે. ચોટી તું
જો તારી માં સૂર્યા ને તરીકે યાદ કરે,
તો એ તારી અવશ્ય રક્ષા કરશે.”
તે દિવસ થી માં ની, મમતા એ જ ચમન ચોટી મંત્ર બની ગયો. દરેક ઉગતી સવારે તેની ઊંઘ એના હૃદયમાં સૂર્યાની મમતા સાથે ઉડતી.
હવે જ્યારે ચમન હાથ આગળ કરે,
તેની હથેળીમાંથી નરમ, સોનેરી પ્રકાશ ફેલાય.
ગુરુ હસીને બોલ્યા:“આ જ તારી મા છે, ચમન ચોટી. તું તો હોશિયાર છે.
તારી અંદર રહેલી જીવન શક્તિને તું જગાડી ગયો છું ”
શાળા નાં પહેલાજ વર્ષે શિયાળો વધુ જબરજસ્ત આવ્યો.ઘાટીએ સંપૂર્ણ બરફની ચાદર ઓઢી લીધી.
જળ-ધારા થીજી ને બરફ થઈ ગઈ …
પશુઓ ભૂખ્યાં…ગામનાં બાળકો ઠંડીથી થથરી રડતા…રહે
ચમન ચોટીએ માં ને યાદ કરી આકાશ તરફ જોયું સૂર્ય ધુમ્મસ પાછળ છુપાયેલો.
તે પહાડની ચોંટી પર ચડ્યો.તેની આંખોમાં વિશ્વાસ,અને તેના દિલમાં મા ની ઉર્જા હતી .તે ધીમેથી બોલ્યો: “મા… થોડી આ ગામ નાં બીજા લોકો માતે પણ ગરમી મોકલે તો કેવું ?”
અને તે ક્ષણે,લુમબી ઉપરથી વાદળ ધીમે સરકી ગયા,સૂર્ય વાદળો ફાડીને બહાર ચમકી આવ્યો. તેના ગરમ અને સોનેરી કિરણો ઠંડી ઘાટી પર વરસી પડ્યાં.
બરફ ઓગળવા માંડ્યો.નદીઓ ફરી વહેતી થઈ ગઈ,પશુઓને પાણી મળ્યું,પક્ષીઓ મુક્તથઈ કલરવ કરતા ગગન વિહાર કરવા મંડ્યા બાળકોની ગાલે જીવનની લાલિમા પાછી આવી.
ગામના બધાં લોકોએ ચમનને ઘેરી લીધો:
ચોંટી તારો જાદુ તો ભારે છે ભાઈ “તારી મા હવે માત્ર આકાશમાં નથી…તે તારા અંદર પણ છે.”
ચમન ચોટીએ મનોમન પશુપતિ દાદા નો આભાર માન્યો અને, હિમપ્રભી શિક્ષિકા એ કાનમાં ફૂંકેલ મંત્ર આત્મસાધ કરી લીધો.જાદુ શબ્દોમાં નથી,જાદુ એક માતાના સ્નેહ અનેતેની મમતાની જીવંત ઉર્જામાં વસે છે.
જે હૃદયમાં માં ની મમતાનો પ્રકાશ હોય,તે હિમ પર પણ જીત મેળવી શકે.
ચમન ચોટીને હવે સૌ ચોટીનાં ટૂંકા હુલામણાં નામે બોલાવતા થયાં. તે નવી ખુલેલી જાદુની શાળામાં સૈ નો માનીતો બની ગયો. શિક્ષિકા નો અપાર સ્નેહ, લુમબી આખાય નું ગૌરવ બન્યો.રાજાએ પણ એને સોનેરી ડાગલો આપી,તેનું બહુમાન કર્યું.
---
