STORYMIRROR

Kalpesh Patel

Abstract Drama Classics

4  

Kalpesh Patel

Abstract Drama Classics

સુહાની સફર

સુહાની સફર

2 mins
12

સુહાની સફર
🌼 અંતરમાં વસેલો પ્રકાશ — પ્રેમેં જોયેલું જીવન. 

ખોખરવાડનું નાનું ગામ. મગન કાકાનું શાંત, સાદું ઘર.ટેબલ પર પડેલી તેમની જુની ડાયરી,જે સમયને કાગળ પર જીવતી રાખતી હતી. મગનકાકા ખાવાનું ભૂલી જાય, પણ રોજનાં પળોને લખવાનું ભૂલે નહિ.. મગન કાકા માનતા કે સમય મહાન છે. વીતેલ પળો, જીવન માટે સંદેશ છોડતી જાય છે.

 એ દિવસે તેમનો પૌત્ર મનન શહેરથી આવ્યો હતો . મનન જન્મથી અંધ. પણ દિલથી ઉજાસભર્યો. આંખો ન હોવા છતાં. એ દુનિયાને પોતાના અંદરના પ્રકાશથી જુએ છે.

 એક સાંજે મગનકાકાએ એક જૂની લાકડાની પેટી મનનને સોંપી. "મનન, આ પેટી હવે તારી છે. તારી બાકી જિંદગીની સફર માં એ તારી સાથી નીવડશે." મનનને આશ્ચર્ય થયું. ‘મારે આ પેટીનો શું ઉપયોગ? અને એની અંદર શું છુપાયેલું છે?’

 એણે જોયું — દાદાએ ડાયરી બ્રેલ લિપિમાં લખાવી હતી. આનંદથી મનન રાત્રે વાંચવા લાગ્યો…

 કાગળે કોતરાયેલી બેસુમાર લાગણીઓ, પળોની પાંખ, મૌન સંવાદ... અને પછી... એક પાનું... ચોંકાવનારું.

 "12 ફેબ્રુઆરી, 1995 મનન જન્મ્યો, આંખ વગર. આરતી, એની મા... ખુબ રડી. ત્યારે મગન કાકાએ તેને કહ્યું, ચિંતા ના કર,હું દરેક ક્ષણમાં તારા મનનનું જતન કરીશ.

 ત્યારબાદ આરતી થોડા વર્ષમાં જ ચાલતી બની... પણ એવું લાગ્યું કે તેના અંતિમ શ્વાસે કંઈક મૂંગા આશિષ મનનને આપી ગયી હતી.

 જમાના ના સુખ દુઃખ થી બેખબર મનન સપનામાં રંગો જોવા લાગ્યો,જયારે પોતાની કોઈ જ નજર નહોતી…

 હવે એ જોઈ રહ્યો છે — એની માની આંખોથી.

 ડાયરી વાંચી માં ની યાદમાં,મનન આખી રાત વિચારતો રહ્યો. સવારે પૂછ્યું — "દાદા, શું હું મમ્મીની નજરથી જોઈ રહ્યો છું?" મગન કાકાની આંખ ભીની થઈ ગઈ. "હા, મનન. મમ્મી તને આંખો આપી શકી નહિ — પણ એની મમતા જ તારા અંતરમાં દૃષ્ટિ બની ગઈ છે. તારું જોવું એ તેના પ્રેમનું તેજ છે."


 એ પળથી મનનનું જીવન બદલાઈ ગયું. એ લખવા લાગ્યો. અંદરની દ્રષ્ટિથી દુનિયા જોયેલી અનુભવોનોંધવા કરવા લાગ્યો. તેણે બ્લૉગ શરૂ કર્યો — "સુહાની સફર"

 લાખો લોકોએ વાંચેલ   તેનો બ્લોગ.

— એક અંધ યુવાનની નજરથી દુનિયાનું સુંદર વર્ણન.

 પછી એક પુસ્તક — "લાગણીનો લય" જેમાં એનાં શબ્દો નહોતા, એનાં અનુભવ બોલતા હતા.

 પ્રકાશન સમારંભે મગન કાકાએ એને એક પત્ર આપ્યો

 — એની માતા આરતીનો અંતિમ સંદેશ:

 "મનન માટે જીવનભર તારા પગલાં સાથે કદમ મળી ન શકી.પણ મારી નજર હંમેશાં તારા દ્વારા દુનિયા જોતી રહેશે. તું જન્મથી અંધ નથી…તું 'મમતા' ની દિવ્ય દૃષ્ટિ ધારક છે."

 એ પળે મનન સમજ્યો

— જ્યાં આંખ નથી, ત્યાં પણ દિવ્યતાના પ્રકાશ થી જોઈ અનુભવી શકાય છે. તેનું જીવનની સફર હવે.એક "સુહાની સફર" બની ગયી.

--- અંતિમ સંદેશ: "જીવનની સફર સુંદર ત્યારે બને, જયારે માનવી બાહ્ય આંખોથી નહિ દિલથી જોવાનું શરુ કરે. કારણ કે જીવનનું અસલી સૌંદર્ય એ નથી કે આપણે શું જોઈ શકીએ, પણ એ છે કે આપણે પ્રેમની કેટલી ઊંડાઈ પામી શકીએ છીએ. અને આ અભિગમ સાથે ની જીવન સફર જ છે…'સુહાની સફર'. How is it


Rate this content
Log in

Similar gujarati story from Abstract