Tirth Shah

Abstract Crime Thriller

4.5  

Tirth Shah

Abstract Crime Thriller

સરનામું

સરનામું

5 mins
454


લોકોને સરનામાં પૂછી પૂછીને માનવ હત્યાનો આ પાંચમો કેસ...

છેલ્લા દસેક મહિનાથી શહેરના છેવાડે આવેલા મધુસુદન પાર્કની આસપાસ દસ હત્યા થયી ચુકી છે. મૂળ નવાઈની વાત એ છે બધી જ હત્યા કોઈ અજાણ્યાં વ્યક્તિને સરનામાં બતાવીને પછી કરવામાં આવી છે. અને દસ હત્યામાં પાંચ નાની બાળકી અને પાંચ સ્ત્રીની હત્યા કરવામાં આવી છે.

નવાઈ ની વાત એ છે "હત્યા કરવત જેવા ધારદાર હથિયારથી કરવામાં આવી છે અને બહુ જ ગંદી રીતે હત્યા કરવામાં આવે છે, તેમજ હત્યા કરનાર કોઈ નવયુવાન છે જેની ઉંમર ચોવીસેક વર્ષ ની હશે ! અને મેઈન તે કોઈ સનકી અથવા પાગલ હશે જે એવું કૃત્ય કરે છે. પછી ખબર નહીં કેમ કરે છે ?

જુઓ, હું અને ઇન. ધર્મ તેને પકડી પાડીસુ એ અમારી ઓપન ચેલેન્જ છે. બસ મારે એક યોજના બનાવવાની છે અને મારે એને પકડી પાડવાનો છે. હવે, એ હરામખોર ઝલાયી જશે..

''એક્સકયુઝમી, મેં આ રસ્તો નથી જોયો મને તમે  તમારી કારમાં બેસાડીને પેલે સામેના છેડે ઉતારી દેજો ને ! મારે શું હું આ શહેર માં નવો છું અને મેં કાઈ જ નથી જોયું માટે.''- એમ એક નવયુવાન બોલ્યો.

''હા, સ્યોર.. આવો ને બેસો હું તમને સામેના છેવાડે ઉતારી દઉં. અને હા, બાય ધ વે આઈ એમ મિસ કલા એન્ડ યુ ?''

''હું, મિસ્ટર સરનામાવાળા..''

અને એમ કરીને હું ગાડીમાં બેઠો અને મેં તેની બધી જ માહિતી મેળવી લીધી અને મને એવું લાગ્યું તે સ્ત્રી મારામાં રસ ધરાવે છે. ને મેં એનો વિશ્વાસ જીતી લીધો.

ઇન.ધર્મ એવા ન્યૂઝ મળ્યા છે હમણાં શહેર ની ખ્યાતનામ મહિલા એવી મિસ કલા હવે નથી રહ્યાં તેમનું પણ ખૂન થયી ગયું અને તે પણ પેલા નવયુવાનના શિકાર બની ગયા. હવે, આપણા પર પ્રેશર વધારે છે માટે સાચવવું પડશે અને શહેરની જવાબદારી નું ધ્યાન રાખવું પડશે.'' એમ ઇન. પ્રધાન બોલ્યા.

આ બાજુ પેલો એક પછી એક ખૂન કરવા લાગ્યો અને મન ફાવે ત્યાં ફરવા લાગ્યો અને હવે વારો આવ્યો તેની ભૂલ નો. અને તે ભૂલ પછી જેલ ના સળિયા ગણવા લાગ્યો.

 થયું એવું,

''ઇન. ધર્મ કાર રોકો કોઈ આપણી કારને રોકવા માંગે છે અને તેને ખબર નથી કે આપણે પોલિસ ઇન. છીએ અને સાદા કપડાંમાં ફરીને શહેરની રક્ષા કરવા નીકળ્યા છીએ.''એમ ઇન.પ્રધાન બોલ્યા.

''યસ, કેમ કાર રોકી તમે ? અને કોણ છો તમે ?''

''હું મિસ્ટર સરનામાવાળા અને મારે સામે ના છેડે જાઉં છે અને હું આ શહેરમાં નવો છું માટે મારી મદદ કરો.''

''ઓકે, બેસી જાઓ અમે ત્યાં જ જઈએ છીએ.'' -, એમ પ્રધાન બોલ્યા.

અને કારમાં આગળ ઇન. ધર્મ અને પ્રધાન. પાછળ ની સીટમાં પેલો કોઈ અજાણ્યો વ્યક્તિ. હવે, સીધો તો શક કરી ના શકાય માટે અમે પણ તેના તરફ ધ્યાન આપ્યું નહીં અને અમે અમારી રીતે અને તે તેની રીતે બેઠો. ને મારુ ધ્યાન તેના પગ પર અને હાથની આંગળી માં ગયું અને મને લાગ્યું આ એજ માણસ છે જેને ખૂન કર્યા છે. અને મેં એક રસ્તો બનાવ્યો.

પ્રધાન : ''શું નામ તમારું ? અને ક્યાં ના છો ?''

મિસ્ટર : ''હું બહારનો છું, અને મૂળ બીજી ભાષાનો છું પણ મને અહીંની ભાષા આવડે છે અને હું અહીં સુથારી કામ કરૂં છું માટે મારી જોડે કરવત છે.''

પ્રધાન : ''મેં તમને પૂછ્યું ? કે તમે કરવત કેમ જોડે લઈ ને બેઠા ?''

અને તમે મસ્ત રીતે ભાષાને જાણો છો. જાણે તમે અહીંના જ છો અને મૂળ તમારો દેખાવ પણ અહીંનો લાગે છે.''

મિસ્ટર : ''બાપ દાદા પણ અહીં ના હતા માટે .અને મને અહીં ઉતારી દો હું જતો રહીશ. બસ ઉભી રાખો અને અમે તેને મહા મહેનતે ઝડપી લીધો અને હવે તે તેની કબૂલાત જ કરવા માટે બેઠો છે.''- એમ ઇન. ધર્મ જિલ્લા ના વડા ઇન. રાજનાથ ને કહે છે.

''તો, બોલ તે શા માટે લોકોના ખૂન કર્યા અને તને એવી જરૂર જ કેમ પડી ? અને અમારે તેને મારવો ના પડે એવી રીતે બોલજે. અને ખોટું તો જરાય નહીં.''- એમ ઇન. ધર્મ કહે છે

મિસ્ટર : ''હા, મેં જ ખૂન કર્યા છે. મેં જ મારી નાખ્યા એ બધા ને અને હજુ પણ હું મારીશ. આ તો મારી ભૂલ હું તમારી કારમાં બેઠો. મને કોણ જાણતું હતું અને કોઈની તાકાત પણ નહીં કે મને પકડી શકે ? મારે મોડું થયું માટે હું તમારી કારમાં જઈ બેઠો.''

હું છેલ્લા દસ મહિનાથી વધારે સમય થી ખૂન કરું છું અને હજુ પણ મારો સિલસિલો ચાલશે જ. મેં પહેલું ખૂન એક નાની બાળકીનું કર્યું પછી એક મહિલાનું. એના પછી એક નાની બાળકી એમ હું એક પછી એક ખૂન કરતો ગયો અને હું મારા કામમાં વ્યસ્ત બનતો ગયો અને છેલ્લે મેં મિસ કલાનું કર્યું ત્યારે મને લાગ્યું હવે, હું ઝાડપાયી જઈશ માટે મેં પુરુષની કાર રોકવાનું ચાલુ કર્યું અને મારા નસીબ તમે મને ભટકાયા. હા ...હા .... હા ...હા અને હું, કરવત એટલે યુઝ કરતો કોઈ તેનો ચહેરો જોઈ ના શકે અને મારા પર શક ના કરે ! હું મૂળ વકીલનો ધંધો કરું માટે કરવત સાથે મારે કોઈ લેવાદેવા જ નહીં. એટલે ભૂલ થી પણ ના જલાઈ જાઉં. મારી વાઈફ બે વફા નીકળી માટે મેં લોકોના ખૂન કરવાનું ચાલુ કર્યું અને તેનો શિકાર નાની બાળકીથી માંડીને મહિલા બનતી ગયી. મેં નાની બાળકી ને એટલે મારી કે તે પણ ભવિષ્યમાં તેના પતિને હેરાન ના કરે અને બેવફાઈ ના કરે અને મહિલા ને તો મારી જ નાખી. બીજું, હું બહુ જ ત્રાસી ગયો હતો માટે મને ખૂન કરવામાં મજા આવતી હતી. મારી વાઈફ ની સજા એ લોકો ભોગવી ગયા. અને હજુ પણ ......મારા નસીબ કે હું..''

ઇન. ધર્મ : ''ટોટલ પાગલ, પાગલ પણ નાનો શબ્દ. તારા જેવા જીવતા ભૂત હોય તો આ દેશનું શુ થાય ? મૂર્ખા તારા મગજનું ઠેકાણું નથી અને હાલ્યો અમને સમજાવવા. તારી મૂર્ખાઈ જ તને અહીં લાવી અને તારા આ ખૂનની કોઈ સજા ઓછી નહીં થાય એના કરતાં આજીવન અથવા ફાંસી. અને હા, તને બહુ એમ હતું ને કોઈ ના પકડી પાડે તો તારી મોટી ભૂલ હતી. સમજ્યો, એ મિસ કલા હાલ જીવિત છે અને મહિલા પોલીસ છે. તને ઝાલવા માટે જ આ મારી ગેમ હતી. અને હા, કરવત લઈને તારું બેસવું અને અમારી જ ગાડીમાં આવવું એ પણ નક્કી હતું. બસ તું અમને દેખાતો નહતો. જ્યારે નજરે આવ્યો ત્યારે તારી જ ગેમ ઓવર. ચલો, લઈ જાઓ આ મૂર્ખાને અહીંથી. મારી સામે જોઈએ જ નહીં. અને ફાંસી મળે એવું જ કરો..

ધ કેસ ઇઝ ક્લોઝ.

અને ચોથા દિવસે, એક કોન્સ્ટેબલ દોડતો દોડતો પોલિસની કેબીનમાં જાય છે અને ઇન. પ્રધાન ને મળે છે.

કોન્સ્ટેબલ : ''સાહેબ ! ફરી એવો જ કેસ આવ્યો અને આ વખતે એક પુરુષની હત્યા થયી છે. અને આ વખતે ખૂન ઝેર મારફતે કરવામાં આવી છે.''

પ્રધાન : ''ના હોય, પેલો તો અંદર છે પછી ખૂન કોને કર્યું ? અને શું ફરી કોઈ સક્રિય થયું ? શુ ફરી કોઈ નવો આવ્યો ?''

''હેલો સર હું મિસ્ટર પત્રવાળા આ ભાઈ નું ઘર ક્યાં ? હું ડિલિવરી બોય છું અને તેમને એક ડિલિવરી આપવાની છે.''

''હા,સામે થી છેલ્લું મકાન...''

''ઓકે..''

''નાઉ ધ કેસ ઇઝ સ્ટાર્ટ. હા... હા.... હા...


Rate this content
Log in

Similar gujarati story from Abstract