સમય
સમય
મગજમાં દોડતું 'હેમ્પસ્ટર' એટલે શમણાં કહું કે શબ્દો
નોનસ્ટોપ દોડી ઉઠાડી દે મુજે ને તુજ ને કેવું ગજબનું,
નાનકું અવિરત દોડતું નાનું કદનું, નાના પગનું હાંફી
હાંફી એક જ જગ્યાએ નિઃસહાય દોડતું...પછી કોઈ,
એને કવિ કહે અદાકાર કહે ફનકાર કહે ચિત્રકાર કહે
કેલેન્ડર કહે સમય કહે જોબ કહે યાદો કહે વાયરસ કહે,
ભૂખ કહે નશો કહે કે પુસ્તકીયો કીડો કહે કે જીવન કહે
બસ કહે કઈ જ નહીં માત્ર તે વહે...આમાં ના આવે,
જાત પાત નર નાર ધર્મી કુધર્મી અરે પશુ પંખી પણ...
પળ પળ ઝુરે પળ પળ વહે શમણાં અહીં બમણાં ઊગે.
