STORYMIRROR

Rekha Shukla

Action Others Children

3  

Rekha Shukla

Action Others Children

કેરીના સુંડલે બરફના ગોળા

કેરીના સુંડલે બરફના ગોળા

5 mins
195

ઉનાળો આવ્યો નથી ને કેરી ના સુંડલા ને લારીઓ દેખાય ને આખી સોસાયટીમાં બધાને ત્યાં કેરી આવી જાય...કેટલીય વાર પાકવા નાખીએ ...ખાટલા નીચે શણીયા પાથર્યા હોય તેના ઉપર કેમ કે તે ગરમ કહેવાય ને ઉપર પછી કેરી પાથરી ને સૂકુ ઘાસ પાથરવામાં આવે ને ઉપર બા નો સાડલો...ગરમાવો ને હૂંફ મળતા જ કેરીઓ પકાતી જાય ને જથ્થામાં પાકે ત્યારે તો રસ પૂરી/રોટલી બને...ને વેકેશન માં દોડાદોડી ને પકડાપકડીમાં ખબર ના પડે ને પચી પણ જાય...! ઉનાળામાં આખા વર્ષનું અનાજ -અથાણા-બટાકા ની કાતરી-સાબુદાણાના પાપડ ને ખીચિયા પાપડ ને મસાલા બને તો એય મજાના દોડાદોડી ને દેકારા માં ઉનાળો ક્યાં પસાર થાય તે ખબર પણ ના પડે...ને તોય ઉપરથી મમ્મી બટન સાંધતા, ભરતકામ ને બખીયા ભરતા ને ફોલ પણ મૂકતા શીખવે...આંબળા ભરત-કરછી ટાંકો-રબારી ભરત ને ટીક્કી ભરતા પણ શીખવ્યું...ને ઉપરથી પપ્પા-મમ્મી નો મળે સાથ તો મારું ચિત્રકામ ને મમ્મીના વેસ્ટ માંથી બેસ્ટ બનાવાના આઇડીયા માંથી કંઈક નવુ બનાવીએ...પપ્પાને બગીચા માં ફૂલો વાવેલા હોય તો ફળિયું ધોઈ ફૂલ છોડ ને પાણી પાય ને એમાં બેસી ને અમારા ફોટા લીધેલા..!

બધા બ્લેક એન્ડ વ્હાઈટ..! પાછળ રેહતા માસી ને માસા ક્યારેક બા પાસે ઘરે આવે બાકી હા વંડી ટપવાનું મારું કામ બાકી રોજ હઉક્લી બહાર નીકળ્યા નથી ને થઈ જાય...માસા ને કેરી બહુ ભાવે હવે એક વાર તેઓ હિંચકે બેસી ને એમના ઘરે કેરીની મજા લેતા'તા ને મારાથી કેમ છો કહેવાઈ ગયું.....ગોટલો પણ ગોટલી જેવડો હતો કે શું ચૂંસતા ચૂંસતા મજામાં બોલ્યા કે શું ને સીધો ગળી ગયા...ને હું ફાટી આંખે જોઈ રહી...! એ જ સમયે માસીનું રૂમમાંથી બહાર આવવું થયું ...પાછળ પીઠ થાબડી તો ગોટલો સાચે ગળી ગયેલા જ...! બે ચોટલા ના ફૂંમતા ને સરખા કરતી હું તો ભાગી તે માસી જોઈ ગયા હતા...માસાને ઠપકો પડ્યો ને મને ડોળા કાઢ્યા હતા ને જોઈ ને કોઈ પણ હોય ને તો ભાગી જ જાય ને ...! સ્કુટર પર ઘણી વાર બંને જણા બહાર જતા હોય ને અમે ઓસરીમાં બેઠા બેઠા બધાને જોતા બેઠા હોઈએ...! એક વાર માસાને દૂરથી આવતા જોયા ને તે કોઈની સાથે વાત કરતા હોય તેમ બોલી રહ્યા હતા...હવે ત્યારે તો સૅલફોન કે બ્લ્યુ ટુથ ન્હોતા તો શું થઈ રહ્યું છે તે માટે ભાઈ ને પણ બોલાવ્યો ને હવે અમે બંને જણા જોઈ રહ્યા હતા...! યસ, ઘરની બાજુમાં આવતા જ માસા મોટે થી બોલ્યા...ઉતરી જાઓ હુ આવું છું સ્કુટર પાર્ક કરીને ...હસવાની વાત એ થઈ કે કોઈ પાછળ હતું પણ નહીં ...માસી બેસે તે પેહલા જ તેમણે સ્કુટર હંકારી મારેલું ભૂલમાં ....એમની દિકરી પછી લઈ આવેલી ...આવું થયા પછી જ્યારે બેસાડે ત્યારે માસી કાયમ કહે...ઉભા રેહજો હો...મને બેસી જવા દો...હું હા, કહું પછી જ આગળ વધજો ..નાની મજા વરસાદ પડે ત્યારે પણ થતી... અને કોઈક વાર ઢાળ વાળા રસ્તેથી અચાનક ગબડતું સ્કુટર તમે જોયું છે...હાસ્યા રસ તો સામે વાળું પડે /આખડે ત્યારે થાય પણ ઘણા ઓછા લોકો પોતાના ઉપર/ પોતાની ભૂલો પર હસી શકે છે..! અમારે શિકાગોમાં ઘણો સ્નો ને આઈસ પડે...ઉપર થી વરસાદ પણ ...હવે રસ્તા સાફ કરવા સ્નો મેલ્ટ કરવા માટે સોલ્ટ ટ્રકો ફરે જેથી સ્નો મેલ્ટ થઈ જાય...પણ આગળ થી સ્નો કાઢતા પણ જાય..રસ્તા ની બંને બાજુ સ્નોની દિવાલો/ ડુંગરા થાય...! હવે રસ્તા ની ધૂળ ને ટ્રાફિક ઉભો કરે બ્લેક આઇસ..ને આબોહવા નું ટેમ્પરેચર જો ડાઉન આઇ મીન બીલો ઝીરો જાય એટ્લે તમે જો લપટ્યા તો કોઈ વાર હાથ પગ ભાંગો ખરા અથવા કાર કાબુમાં ના રહે ને એક્સીડન્ટ ઇઝીલી થઈ જાય..ખૂબ ધ્યાન રાખો તો પણ..! બધા ટેકરા ઉપર સેફ જગ્યાએ બાળકો કોટ-ટોપી-ગ્લવ્ઝ પેહરી ટબાનગી ( સ્નો પરથી ગબડવુ) કરી ખુશ થાય..અમે પણ જતા ને છોકરાઓને લઈ ને મજા કરી ટમેટા જેવા લાલ લાલ ગાલે પાછા ફરતા ! તલસાંકળી હવે કોઈ ઘરે ના બનાવે અમે તો બનાવતા સાથે મેથીપાક્ પણ બનતો...ઉત્તરાયણ માં ધાબે પતંગ ચગાવતા...હોળી માં સાથે પ્રદકક્ષિણા ફરતા, સાથવો -ધાણી- ચણાં ખાતા ત્યારે પીઝા ક્યાં હતો ??? અને સાચું કહું માસી નો હમણાં ફોન આવ્યો કે તેવી કેરી ની યાદો જ રહી ગઈ...સ્નો પડે ત્યારે મારું ઇન્ડીયા બહુ યાદ આવે પણ સપના કહે છે ને કે નથી છૂટતું નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું ...! પણ એમ તો થાય જ કે આ શિયાળો આવે ને ત્યાં નો શિયાળો કેમ ના આવે ?? અને ત્યાં બેઠેલા ઘણાને જન્નત અહીં ની ગમે...! ફોટા માં સ્થગિત યાદો-મજા જોવી ગમે પણ સ્નો માં ગાડી ચલાવતા જો એકસીડન્ટ માં અધમૂઆ થાવ તો ક્યાંય ના ના રહો ! આમ મને તો લાગે કોઈ મારામાં તાકે ...કેમ સમજાવું મન ને કે હવે ની જનરેશન માં કેવી યાદો ભેગી કરશે...! હજુય તેહવારો ઉજવાય છે અરે, પાશ્ચાત્ય સંસ્કૄતિના તેહવારો પણ હવે ઉજવાય છે. અરે, દિવસો એવા હતા કે પથ્થર માં પણ ભગવાન જોતા હતા હવે પથ્થર જેવા માણસો ભગવાન માં ન માનતા જોઉ છું ત્યારે એમ થાય છે કે ભગવાન તું ઇન્સાનિયતમાં તો રહે બસ ! આજે માસા ની દિકરી મધુ નો ફોન આવ્યો ને બંને ખૂબ યાદ આવ્યા તો થયું ચાલો લખી જ નાંખુ કઈક ! ભલે જિંદગી રોજ મને માંગે હું તો મારા માં થઈ ગઈ ગૂમ રે ! જૂઈ ને મોગરો મને રોજ ઉઠાડે...અભરાઈ ઉપર ગોઠવેલા ચકચકાટ વાસણો ની નીચે ચકલીએ બનાવ્યો'તો માળો તેમાંથી ચકા-ચકી ને બચ્ચા નો ચીં ચીં અવાજ હજુ યાદ આવે છે !શિવજીના મંદિર ના પગલાં ચઢતાં જ ઘંટ વગાડી ને પ્રવેશતા માસી યાદ આવે છે ! ચણ ચણતાં કબૂતરો મને જાણે બોલાવે છે... પટાવે છે...લોભાવે છે ! ટપટપ મારા આંસુ સ્નો માં પડ્યા ને થીજી ગયા...વિતેલા દિવસો ની યાદો પાનખર ના સૂકા પાના ની જેમ ખર્યા...ને તેનું દુઃખ ભૂમિ ને લાગ્યું કે સફેદી ઓઢી ને મુજને સંકેતે છે કે મને પણ તારી સહાનુભૂતિ છે. આજે નેબર ના ભૂલકાંઓએ ભેગા થઈ ને સ્નો મેન બનાવ્યો...હું વિન્ડો માંથી હસતા-ખેલતાં ભૂલકાંઓને જોઈ રહી..સખત સ્નો પડે ત્યારે સ્નો-ડે પડે એટલે કે સ્કૂલમાં રજા પડે...બધા ખુશ સ્નોમાં રમવા ! બરફ ઉગ્યો સૂકી ડાળે ડાળે...ધોળુ ઘાસ...ઘોળા જ ફૂલો... બધા રૂફ ધોળા ધોળા..સાદગીનો પ્યોર પહેરવેશ ને ક્યાંક ક્યાંક સસલા ના પગલાં ..! સ્નોમેન ઉપર નાક ની જગ્યાએ કેરોટ ( ગાજર) હતું તેને લેવા ચડ્યા...ને હું હસી પડી. આ ભૂખ કેવી વસ્તુ છે ?? ત્યાં તો ઠંડી નો સૂસવાટો આવ્યો ને સસલુ ભાગ્યું ....ડરી ગયું..ઠરી ગયું...ભાગી ગયું ..! પવન સાથે સ્નો મેન પર પેહરાવેલ સ્કાર્ફ ફરફર ઉડ્યો...માંડ માંડ ચાલતા શીખેલો સોનુ પકડવા ગયો ને ઢ્બ્બ દઈને પડ્યો...સેરા આવી એની પાસે બેસી ગઈ ને સ્નો એંજલ બનાવા લાગ્યા...! બાળકો નો કલરવ મને બહાર બોલાવી રહ્યો હતો....ને ઘર માં મારું પી સી ડોકિયા કરતું હતું ...ને ત્યાં તો પોસ્ટમેન આવ્યો ને હું મેઈલ લેવા બહાર નીકળી....અમારે ત્યાં બધાના મેઈલબોક્સ માં પોસ્ટમેન મેઈલ મૂકી જાય...! તાજા પડેલા બરફ ના સફેદ ઢગલા માંથી ગોળો બનાવી ને પાછળ જોયું તો સોનુ ને સેરા બાજુ માં આવી ગયા..! સેરા ઉપર મે ધીમે રહી ને તે ગોળો ફેંક્યો...ને તેને પણ એવું જ કર્યુ...હું સેરા ની સાથે ખિલી ઉઠી ને ઢેબલા જેવા દેખાતા સોનુ ને તેડી લીધો...ને ગોળ ગોળ ફરી ને પાછો નીચે મૂકી દીધો. મેલ લઈને ને પાછી અંદર આવી ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Action