સંબંધ સુંવાળા
સંબંધ સુંવાળા
આજે ફરી અશુભ સમાચાર મળ્યા. હવે જૂના આલબમમાં નજર નાંખવી ગમતી નથી, એકાદ બે પાના ઉથલાવીએ ને દેખાય આ જતા રહ્યા અને પેલી જતી રહી ક્ષણિક જીવ્યા કે પળ પળ મર્યા. ખરતા તારાના વેરાતા ઉજાસમાં એકબીજા સામે જોતા રહ્યા. ઉપરથી જ્યોતિના લગ્નમાં બધાએ કેટલી મજા કરાવેલી તે કેમ ભૂલાય. હસી મજાકમાં પ્રસંગ પાર પડયા કેટલા સારા સંબંધ હતા કે ના કોઈ વાંધા કે વચકા થયા. જ્યોતિ ને મધુકરના લગ્ન ને પાંચ વર્ષ થયા દિપુ ને પીંકી પણ ત્રણ ને બે વર્ષ ના થઈ ગયા હતા. એક સુખી ત્રિપાઠી પરિવારનો સંસાર આગળ વધી રહ્યો હતો. પિતાજી ચાલ્યા ગયા ત્યારથી ભાઈએ મળવાનું બંધ કરી દીધું. ઉપરથી મમ્મી ને મળવા જ ન દે. ખબર નહીં શું છૂપાવાનું હતું કે ભાઈ એવું કરતો હતો. ક્યારેક પ્રેમનો દુરૂપયોગ લેવાય ને દિલ ભાંગી પડે પણ પોતાના પતિ ને બાળકોને સાચવી કામ કરે રાખવું. ક્યારેક ન સમજાય કે આઝાદ સંબંધમાં લોકો સંબંધ શોધે છે અને સંબંધમાં કેમ આઝાદી.
સ્વર્ણ સભર ભારત જોતા જોતા ઊભા થઈ જવાયું. અચાનક ફોનની ઘંટડી વાગી. તે ફોન લે તે પહેલા ડોરબેલ સાંભળી દરવાજો ખોલ્યો તો સામે મમ્મી ને ઉભેલા જોઈ ખુશ થઈ ગઈ. ઝટ અંદર બોલાવી લીધા પાછળ ભાઈ આવ્યો છે નહીં તે જોઈ હાશકારો થયો. અંદર આવી ગયા પછી બોલ્યા મને ઈંડિયા જવું છે મને મદદ કરીશ ને ? ગયા વર્ષે તો જઈ આવેલા ને હવે પાછા ? હા મારે શ્રાવણ માસ ત્યાં કરવો છે ને રક્ષાબંધન પણ બધાને
મળીશ શાંતિથી પૂજાપાઠ તો કરી શકીશ. છોકરા નાના હોય ત્યારે સમય કયાં જતો રહ્યો ને હવે સમય જતો જ નથી. જૂના ધરમાં જઈ તારા પપપાની જૂની યાદો તાજી કરી આવું. પછી કોણે જોઈ છે ?
સંબંધનું પણ એવું કે જરાક લાગણી મળે ને પાછો પાંગરી ઊઠે. આમ ભાઈની જાણ બહાર ઈંડિયા પહોંચ્યા ને બીજા જ વીકે ભાઈએ બારીમાંથી ચોંકાવયા કે મારાથી ભાગી નહીં શકાય. માર પડ્યો સહી કરાવી ઘર પડાવી લીધું ગમે કે ન ગમે અમેરિકા પાછા જઈ ત્યાં જ કામ કરવાનું છે. સૂજી ગયેલા ડાબા ગાલવાળો ફોટો પાસપોર્ટમાં તે દિવસની હજુ ચાડી ખાય છે. સંબંધ પર પ્લાસ્ટર માર્યું, જીવન છે, બાળ કછોરું થાય માવતર કમાવતર ન થાય. પછી આ જ વાત જ્યોતિએ દહોરાવી તો મમ્મી બોલ્યા કે જે સાંભળે તેને કહેવાય..!
બાળકોના ભાવિ માટે પહેલા વિચારતી મા એ કેટલું સમજવાનું ? કેટલું જતુ કરવાનું ? કોનું કોનું કરે જ રાખવાનું ? આમ સંબંધની દિવાલ પર કાચું પાકું ચણતર કરાયું.આજે પંદર વર્ષે બાળકોથી દૂર પોતે પણ તે જ સ્થાને આવી ઊભી ? જ્યોતિ ઘબ બેસી પડી. દરેક જણ પોતાનો પૂરતો પ્રયાસ કરે ક્યાંક કશું છૂટી પડે. વર્ષો જાય ને સમજણ આવે યાદોના પ્લાસ્ટર ના પોપડાં ઉખેડી પડે ભીની આંખો દિવાલ ભીંજે.
જ્યોતિની ઉંચાઈનો વધતો આંક જોઈ બધું યાદ આવી ગયું ને મમ્મી હસી પડી. સંબંધનો મિનાર લાગણીનું પાણી ને યાદોનું ચણતર બસ બધું કડડડડ ભૂસ !