STORYMIRROR

Rekha Shukla

Drama Others

3  

Rekha Shukla

Drama Others

અમીષા

અમીષા

1 min
1.2K

કેફે હાઉસમાં એક કોરનર ટેબલ પર જીમી બેઠેલ. ફોન ખોલીને કેલેનડરને તાકી રહેલો અમીષાની જયુરી ડયૂટી પતે પછી સારામાં સારી ડેટ જોઈ તેને લગ્નનો પ્રસ્તાવ મૂકી દઈશ, 2022 ની ફેબ્રુઆરી 14 નક્કી કરી કોફી મંગાવી લીધી. 

કોફી પીતાં તે મલકાઈ રહ્યો હતો. 

જિંદગી કયારેક એવા પન્ના ખોલે છે જે ભૂતકાળમાં આપણે 

વાંચ્યા વગર ઉથલાવી નાંખેલા. દેહને છોડી આત્મા ચાલ્યો જાય પણ દેહ અમેરિકામાં જીવે અને આત્મા દેશ ઝંખે. ભીની ભીની આંખોને કોરી કોરી આશાઓ. 

અમીષા આવી પહોંચી નક્કી કર્યા મુજબ લગ્નનો પ્રસ્તાવ થયો અને બંને લગ્ન ગ્રંથ થી જોડાયા. જીવંત પ્રમાણિક નાનકડું પરિવારનું દાંમપતય જીવન ક્યારે સાત સાત વર્ષ વિતાવી ગયું તે ખબર પણ ના પડી. સગા સંબંધી નામના બની રહે પણ હવે શેર માટીની ખોટ લાગવા લાગી. કેટલીવાર બાળક માટે તક ગુમાવી દીધી આખરે જ્યારે અમીષા ખુશ થઈ વળગી પડી ત્યારે તો સ્પષ્ટ થઈ જ ગયું કે ખુશખબર પાકી. ત્રણ અઠવાડિયે બંને કલાક દૂર ડાઉનટાઉન કામ માટે નીકળ્યા પાછળથી કોઈએ જોરથી ઠોકી. માંડ માંડ બેલેનસ જાળવી રાખ્યું પણ અમીષા તો ચીસ પાડી ઊઠી. માંડમાંડ ઘરે પહોંચ્યા ત્યારે બહુ રડતી અમીષાને કઈ રીતે આશ્વાસન આપવું એજ ન સમજાયું. બાળક ગુમાવવાનો બહુ અફસોસ હતો. ઓલમોસટ પરફેકટ લાગતી જિંદગી ક્યારે સરળ રીતે પસાર થતી હોય છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama