Rekha Shukla

Tragedy Others

3  

Rekha Shukla

Tragedy Others

વયસ્ક વય ની વ્યથા

વયસ્ક વય ની વ્યથા

2 mins
196


જીંદગી કયારેક એવા પન્ના ખોલે છે જે ભૂતકાળમાં આપણે વાંચ્યા વગર ઉથલાવી નાંખેલા. દેહને છોડી આત્મા ચાલ્યો જાય પણ દેહ અમેરિકામાં જીવે અને આત્મા દેશ ઝંખે. ભીની ભીની આંખોને કોરી કોરી આશાઓ. દેવ સામે બેઠેલી રૂપા

પોતાના વિચારોમાં જ ગુમ હતી. તેના ઉછેરમાં શું ખોટ રહી ગયેલી કે દીકરો આવો પાક્યો હશે ? રૂપા વિસરતી નથી કે

ગિરીશ આવું કેમ કરે છે ? દેવની નજર છાપામાં જ હતી પણ  અચાનક ઉંચુ જોયું રૂપાની હાલત જોતાંજ તે પણ ઢીલો થઇ 

ગયો. ગિરીશનો ચહેરો યાદ આવ્યો તેને ફરી પણ ગુસ્સો જ આવ્યો. 

પાંપણોની વચ્ચે થયું ઓઝલ, દ્રશ્ય આખુંયે ધારવાનું છે ! પરિણામ સારું ન જ આવે પણ ગિરીશ કર્મો જ એવા કરે છે સમજાવીને થાકી જવાયું પણ ધરાર ગિરીશ માને તો. ગણપણની બાધા રાખી જો હવે તેના લગ્ન થઇ જાય. ગિરીશ

ભણવા કરતા ધંધો કરવામાં માનતો હતો. તેથી ભણ્યો જ નહીં. રૂપા એક શિક્ષિકા રહેવા છંતા પોતાના જ ગિરીશને વિદ્યાર્થી બનાવી ન શકી. માતાનું હૈયું કકળે ને દીકરાને કંઇ જ અસર ન થાય ? દેવને તો સીગરેટ બીયર મહેફિલને જોબ સિવાય બીજામાં રુચિ નહોતી. બાળકો બગડે તે મા બાપનો જ વાંક પહેલા છે પણ માબાપ બાળકને બગાડે તો પણ પરવરીશમાં માનો જ વાંક કઢાય ! બાપની બૂરી આદતો ગળથૂથીમાં જ મળી. બાપ તો ખુશ હતો કે દીકરો એના જેવો જ દેખાય છે ને પોતે નહોતું કર્યું તે કરી બતાવે છે. 

ઘરડાં થતા પહેલા કે પછી બાળકોને તમારી સલાહ નથી જોઈતી. તમારા અનુભવોનો નિચોડ એટલે તમારું શાણપણ ગમે છે. તમે તેમના માથે ન પડો ને તન મન ધનથી સદ્ધર રહો. બાળકોને તમારી જેમ રોક ટોક ન જ ગમે તે સ્વાભાવિક છે. સમજણ સહાનુભૂતિ ને વણમાંગી નહીં પણ સમયાનુસાર સાચી સલાહ આપી હંમેશા પ્રોત્સાહન આપો તમારી પડખે 

સાચા મિત્ર બની બાળકો ઉભા રહેશે. ખુશ રહો ને ખુશ રાખો. લેટ ગો કરવાનો ફાયદો પણ તમને જ છે. પ્રેમ પામવા પ્રેમ દેવો પડે. સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. 

પણ ઘરડાં થયાને બાળક દુનિયા છોડી જાય, ડીવોરસ થયેલ ફરી ડીવોરસ પામે, દારૂની લતમાં એકસીડંટ કરી જેલમાં જાય, કે નિરાશાથી ઓવર ડોઝમાં મૃત્યુ પામે. જીવન સંધ્યા એ પ્રભુ કિરતનમાં આનંદ પામવા માટે તરસતા મા બાપ બાળકોના બાળકને મોટા પણ કરે છે. પણ વૃદ્ધ પૈસા ને શક્તિ વિનાના નિ:સહાય રોડ પર રઝળે કે ઘરડાંધરે મળે. આથી વિશેષ 

કંઇ વ્યથા નડે તે સમજવું કે સમજાવું અસહ્ય છે. દુનિયા સુંદર છે ને જીંદગી અતિસુંદર છે. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy