Rekha Shukla

Drama Action Crime

3.5  

Rekha Shukla

Drama Action Crime

ટીંડર લવ

ટીંડર લવ

3 mins
67


મેલેની, મિશાલ, શેરન, સુઝેન, આઇલિન,સીસીલીયા,ડેબી બધા ટીંડર એપ વાપરે. આમ તો આજના આધુનિક જમાના પ્રમાણે છોકરાઓ દરેક પ્રકારની એપ ડાઉનલોડ કરે ને વાપરે પણ આ એપ ફક્ત બે જણાની તૃષા માટે જ નો ટાય એટેચ. શું નહી બાકી રાખે આજની કેર ફૃી જનરેશન ભગવાન જ જાણે. આમાં સાયમન નામનો છોકરો બધા સાથે હરે ફરે વિમાન ને હેલીકોપટર માં ફેરવે. ડીઝાનર જ કપડાં પહેરે. મોટી મોટી હોટલમાં ઉતારો આપી રાત્રી ગાળે. મોંઘું ભોજન, દારુ, ઘડિયાળ, સન ગલાસીસ બધુંજ બીજાના પૈસે જલસા કરે. પાછા ફોટા પણ બેધડક મૂકે. 

મેલેનીને ડેટમાં લઇ પછી આઈ લવ યુ. આઇ મીસ યુ. કહ્યા પછી આઇ નીડ સમ મની હું તને પાછા આપી દઇશ કહી હજારો પડાવ્યા પછી હું કોણ ને તું કોણ ? આમ જ મિશાલ, પછી શેરન એક પછી એક ફસાતા ગયા. બધી દેવામાં ઉતરે ને સાયમન રોજ નવી છોકરી ફેરવે ને જલસા કરે. શું આ એક જાતનું અબસેશન ? હા, હાર્યો જુગારી બમણું રમે એમ જ સાયમન ડેબી ને મળ્યો ને તેણીએ પણ પૈસા ઉધારી કરી ને આપ્યા. કાયમ દેશ પરદેશ ફરતો રહેતો સાયમન ક્યારે પલાયન થઇ જાય ખબર ન પડે. બધી હાથ મલતી રહી જાય જ્યારે ખબર પડે કે આ તો કરી ગયો. પણ મોટી રકમ ના દેવામાં ઉતરી ગયા પછી પોલીસને જાણ કરવી પડી. ગામોગામ ને શહેરોમાં પોલીસ સાયમનની તપાસ માટે કેસ દરજ થયા. હજુ પણ મોજમાં જીવતા સાયમન ને કોઇનો ડર નહોતો. એ ક્યારેય નહીં પકડાય તેમ માનતો. 

ડેબી થોડી ચાલાક નીકળી. જોકે તે પણ દેવું કરી બેઠી. પણ ગુગલ કરતાં ખબર પડી કે સાયમન તો જુદા જુદા નામ ને ફેક પાસપોર્ટ રાખી કેટલી બધી છોકરીઓના ખાતાઓ ખાલી કરી ને પોતે કોઇ પણ જાતની દિલગીરી સિવાય જીવે છે. તેની સહાનુભૂતિ મેળવી હું તારી સાથે જ છું કહેતી રહી ને સાયમન ને કીધું તારા ડીઝાઇનર કપડાં, ઘડિયાળ, સન ગલાસીસ બધુ વેચી આપું પૈસા મળશે તે તારા. માનવામાં નહીં આવે પણ ત્રણ સુટકેસ ભરાઇ… ! સાયમને જરાય મદદ પણ ન કરી પણ ડેબી ઘણું બધુ ઓન લાઇન વેચી નાંખ્યું. પણ એક પણ વસ્તુ ના પૈસા ન દીધા. સામેથી ડેસપરેટ થયેલો સાયમન ફોન કરી કરીને થાકયો ડેબી જૂઠું બોલતી રહી. ક્યારેક ગુસ્સો તો ક્યારેક ગાળો કે ધમકી પછી માફી માંગતા મેસેજ આવતા રહ્યા. ડેબી એ પોલીસ ને જણાવી દીધેલું તેના નામનું વોરંટ પણ તૈયાર હતું. 

અચાનક સાયમનનો મેસેજ આવ્યો કે એને ટિકિટ માટે પૈસાની તાત્કાલિક જરૂર છે. જાલી પાસપોર્ટ ડેવિડ નામ બદલી ભાગી જવા માંગતો હતો. ડેબીએ એ જ સમયે ઉપડતી ફલાઇટ માટે 

એનું નામ નોંધાવાનું કહી એરપોર્ટ પર મળીશ ને પૈસા દેવાનું નક્કી કર્યું. જૂઠું બોલી તરત પોલીસને જણાવી દીધું આખરે સાયમનની ધરપકડ થઈ. ટીંડર સવીંડલર હતો સાયમન. ને બધી છોકરીઓ ને લવ ના નામે ધૂતતો હતો. જેલમાં પણ બીજીવાર ન પકડાય તેનો જ વિચાર કરતો હતો. શોખ જયારે આદત બની જાય ને બુદ્ધિ જયારે ભૃષટ થઈ જાય કે માનસિક બિમારી કહેવાય પણ સાયમન જેલમાં પ વર્ષ માટે ગયો. શું તે ખરેખર સજા પામ્યો !! છોકરીઓને કરેડીટ કાર્ડ વાળા એ દેવા મુક્ત કર્યા કે નહીં ? મને ડીફેનસ લોયર ની વાત ન સમજાય પણ નવરું મન કેવા તુક્કા શોધી કાઢી ભોળપણ લૂંટે છે તેમ થાય. 


Rate this content
Log in

Similar gujarati story from Drama