એક પારિજાતકનું ફુલ
એક પારિજાતકનું ફુલ




જે જુએ છે આંખો ત્યાં, અંધાર ને ચિત્કાર છે
જ્યારે દિલ સાંભળે, કળયુગનો ચિતાર છે
શું દોરે છે નારી અહીં, નર ક્યાં અવતાર છે
ભવ્યતા તો શબ્દોની, જ્યાં ભળે આકાર છે
બાકી તો મિથ્યા માનવી, માનીલે સાકાર છે
---રેખા શુક્લ
એમ્બીશન કેટકેટલી હેસલ લઈ ને આવે છે. ડોન્ટ ટેક લંચ મોર ધેન હાફ એન આવર ઓન્લી. આઈ હેવ ટુ આન્સર ટુ માય બોસ. એન્ડ વ્હેન ઇટ કમ્સ 'યુ' એન્ડ 'મી'. 'મી' ઓલ્વેઝ વિન.
એક જ શ્વાસમાં અમર બોલી ગયો. ગ્લેડિસ ધ્રુસકે ધ્રુસકે રડી પડી ડાયાબિટિસના લીધે કોમામાં ચાલી ગયેલી તેની ન્હાની બેન ગુજરી ગઈ ! પૈસા વગર પણ પાંગળો માનવી ને પૈસા લાવે જવાબદારી ત્યારે પણ પામર માનવી. લક્ષ્મીજીના વગરના જીવી શકાય. ને ઝ્ંખના તોય પાંચ મિનિટની ફેઈમની-નામ કમાવાની-વંશ વધારવાની,અંશ માટે તરસે માનવી. ઉકળે માનવી. અરે જંગ ખેલે માનવી ! દિલનું કરે અધનપતન માનવી. સૌને બીજાની પત્ની વધુ ગમે. ગ્રેટ કોમ્પીટીશન. ગ્રેટ કોન્ફીડન્સ-લેટ્સ સ્ટેપ અપ ધ ગેઈમ. બધું કહેવા માટે,
સ્ત્રી માટે તો સ્ટેપ બેક. રૂપને ઢાંકો-લેસ ટોકિંગ ઇઝ બેટર. આગળ વધો પણ લિમિટમાં રહો. પતિને ગમે તેવું જ કરો. શું આ બધું સુહાની માટે પણ ! ના બને, સોલ્ટ એન્ડ પેપર (કાળા-ધોળા) વાળમાં હું તેના ગ્રેજ્યુએશનમાં જઈશ. સુશીલ પણ તેના એકાદ બે બાળકો સાથે આવશે. હા તેની મનગમતી વહુ આંગણે ભળશે. હું તો ક્યાંની ક્યાય પહોંચી ગઈ. હજુ તો સુહાની કેટલી ન્હાની છે. જાદુ ગમે છે. જુદા થવુ નથી ગમતું. હું તો ભૂલી ગઈ તેના શબ્દો. કેટકેટલું સહી ગયો. ? તુ મૂકી ને કઈ રીતે ભાગી શકી.?? મારો જરાય વિચાર તને ના આવ્યો. દરરોજ આવે છે. કેવો લાગતો હશે ? ઓકે તો હશે ને ? કરી લઈશું ફાઈટ. તુ આવતો ખરો. મળ તો ખરો. વ્હાલી ચૂમીની લાઈટ બાઈટ. વિચારો ઉડાડે જાણે હોંઉ કાઈટ. થઈ જશે બધુ રાઈટ. જોવા જેવી હશે સાઈટ ! આજે વિચારો ક્યાંથી ક્યાં ભાગે છે. સુશીલ મળવાનો છે. મારી આટલી બધી દવા જોશે. મેડિસિન ચેસ્ટમાં મૂકી દંઉ. સારા પેહલા ખરાબ વિચાર જ્લ્દી આવે. ક્યારેક પોતાનાથી જ ડરી જાંઉ છું. ! વિશ આઈ મીન ઇરછા તો મળવાની છે. ને મન ચડ્યુ છે ચગડોળે. લાઈફ મે કભી કભી અંજલી સાથે જોવાની મજા આવેલી. અરે હા આજે તો સુહાનીને લઈને શેડ એક્વેરિયમ ને પ્લેનેટેરિયમ જવાનુ છે. સુશીલ ત્યાં જ આવશે . સ્કુલમાંથી ફીલ્ડ ટ્રીપ. યાદગાર રહી જશે એક ઉમ્મીદ કે સાથ ચલો કરતે હૈ નયે દિનકી શુરૂઆત.
એનો લંગડાતો પગ જોતા લાગ્યું કે કંઈક થયું છે. પગમાં મોચ આવી છે કહી ને બાંકડે બેસી ગયો. સુહાનીને અમરને અંજલી લઈ ગયા. સુશીલની ટીચરને પણ શક તો હતો જ સુશીલ બધુ કહી ગયો તો. ને મારી ભૂલની પણ જાણ હતી મે કહેલું મારા જેવો દેખાય છે. કાળ થઈને બાપ થઈને મારી નાખશે. તે પેહલા મદદની જરૂર છે. મોચનું બહાનુ હતુ. એના બાપની અરે રાવણની હાથ સફાઈ હતી. છોકરાને જીવાડે છે માત્ર પોતાના કામ માટે. ભણે કે ન ભણે. ઘરકામ કરશે કમાશે તો ઘી ખીચડીમાં જ ને. અરે રે કુમળાં હાથ ચુમતાં ટપટપ સર્યા આંસુ. દસ વર્ષ વિતી ગયા. શું શું સહન કર્યું હશે. સુશીલે ? મારી હા અમારી ભૂલ માટે ? પણ હવે નહીં. હું પણ શિક્ષિકા છું. બંને ભાઈ-બહેનને ભણાવીશ. અમર ને અંજલીનો સાથ પણ છે જ !હિંમતે મર્દા તો મદદે ખુદા. દુનિયા ઘણી આગળ વધી ગઈ છે સહન કરવાની જરૂર નથી. હા, માત્ર રાવણથી દૂર રહેવાનુ છે. મા છું મારે મારી ફરજ પૂરી કરવાની છે.