Rekha Shukla

Abstract Drama Romance

3.5  

Rekha Shukla

Abstract Drama Romance

પત્ર એક પાત્ર બે

પત્ર એક પાત્ર બે

2 mins
93


ઊડ ઊડ પત્ર ઉતાવળો, જા પ્રેમીની પાસ 

પ્રત્યુત્તર લઇ આવજે, નહીંતર થઇશ હું ઉદાસ

— રશ્મિ 

કોલેજમાં ચાર નજર મળી ને હૈયું બહાર આવી જશે કે ? લીંબુના ફાડ જેવી મોટી મોટી આંખો હસતા ચહેરે મર્દ મૂંછાળો, બેલબોટમ પેંટ પહેરેલો ડોલતો આવે તો બધી જ છોકરીઓનું ધ્યાન તુષાર પર જ જાય સ્વાભાવિક છે. 

ઉપર ગ્લાસ કરી પાણી પીતા રંગીલી રશ્મિ બોલી નહીં પણ તુષારને જાણી જોઇને નજર અંદાજ કર્યો પણ હોઠ તો બોલવા તૈયાર જ હતા કે હાય હાય હીરો તું તો ગયો. 

બીજા દિવસે અચાનક લાલ દવા લમણે લગાડી ઉપર પાટો બાંધી તુષાર જેવો પ્રવેશ્યો કે રશ્મિ બોલી પડી હાય હાય શું થયું ? સહાનુભૂતિ જ જોઈતી હતી ને મળી ગઇ. વાત વાતમાં હૈયું એકમેકને દઇ દીધું. હવે એકબીજાને રાહ જોવી ગમતી નથી એક બીજા વગર ગમતું નથી. રોઝ ડે આવ્યો ને રશ્મિને રેડ રોઝ આપતા તુષાર એની એકદમ નજીક ગયો ને બોલ્યો 

: વીલ યુ બી માય વેલેંટાઇન ? 

પછી પત્ર વ્યવહારને મુલાકાતો ના અંતે એકબીજાના તનમન એક થવા આતુર હતા લગ્ન કર્યે જ છૂટકો. પ્રેમ આંધળો છે પ્રેમ પાંગળો છે પણ પ્રેમ જ જીવન છે. 

મધ્યયુગ સુધી લોકોને એ વિશ્વાસ હતો કે વેલેંટાઈન દિવસની સવારે સૌ પ્રથમ જે કોઈ અવિવાહિત વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે એ જ તમારો સાચો જીવનસાથી બનશે. આવી વસંત ઋતુ મસ્તાની થઇ પવન દિવાની. ઉપરથી થનગનતી યુવાની પ્રેમ યુગલ પરણ્યા વહાલમાં. 14 ફેબ્રુઆરી હંમેશ પ્રેમીઓના ભાવી માટે જવાબદાર રહી છે. કામદેવ પણ વેલેંટાઈન દિવસનુ એક પ્રતિક છે. આ પ્રેમ અને સૌદર્યના દેવતા શુક્રના પુત્ર હતા. વેલેંટાઈન ગ્રીટિગ કાર્ડસ પર મોટાભાગે કામદેવ પોતાના હાથમાં એક ધનુષ અને બાણ સાથે જોવા મળે છે. કારણ કે તેઓ પ્રેમની ભાવનાઓથી પ્રેરાવવા માટે જાદુઈ તીરનો પ્રયોગ કરવામાં વિશ્વાસ રાખતા હતા. વસંતોત્સવના મનભાવન નૃત્યમાં પ્રેમ ના ફૂટે અંકુર. ચોતરફ પ્રણય પ્રકૃતિ સૌંદર્યમાં ભળે. હવે આ દિવસે પ્રેમનો એકરાર કરવામાં દેખાય છે રંગ બેરંગી ફૂલોના ગુલદસ્તાઓની આપ લે કરાય છે. દિલ આકારના ફુગ્ગા ગુલાબ સાથે ચોકલેટ આપવામાં આવે છે. સૌનો દિવસ ખુશાલીમાં પસાર થાય તે જ શુભેરછા સાથે હેપ્પી વેલેંટાઇન ડે !


Rate this content
Log in

Similar gujarati story from Abstract