STORYMIRROR

Kalpesh Patel

Romance Tragedy Classics

4.5  

Kalpesh Patel

Romance Tragedy Classics

સમય

સમય

5 mins
42

સમય
હું ભૈરવી પંડિત, એટલે નેપથ્યમાં નિપુણ ગણાતી એક રૂપાળી જાજરમાન રમણી. 

મતલબ પૂરો થઈ ગયા પછી પગથિયાં ને પથ્થર ગણવાની કળા તો મને મારી મા તરફથી વારસામાં મળેલી છે.
એટલે તો ત્રીસ વર્ષની વયે ઉજ્જવળ કારકિર્દીના અગણિત પગથિયાં સડસડાટ ચડી જઈને હું એક જાણીતી ટીવી સિરીયલની પ્રોડ્યુસર ડાયરેક્ટર બની શકી હતી. 

મારી મહેકતી જવાનીમાં મદહોશ બનીને મારી આસપાસ મંડરાતા ફરતા બેવકૂફ ફાયનાન્સર પુરુષ-ભ્રમરોએ હંમેશાં મારી કારકિર્દીના પગથિયાં પર મખમલી જાજમ બિછાવ્યા કરી હતી અને એના પર પગ મૂકી મગરુર કદમે એક પછી એક શિખર સર કરતાં 
આજે મારી સિરીયલના ધાણી ફૂટ “ટી આર પી” અંકે કરી,શનિવારે પ્રાઈમ ટાઈમમાં એપિસોડ ઓન એર થયા પછી મોડી રાત્રે કલબ હાઉસમાં મારા જેવી વ્યવસાયી સ્ત્રી- પુરુષોના વૃંદમાં હું ઠાઠથી વિચરતી હતી, તેમ તે રાત્રિએ પણ નશામાં હતી.
''જેણે 'કેરીઅર' બનાવવી હોય એણે શરમ સંકોચ પ્રેમ અને લગ્ન જેવી ક્ષુલ્લક લાગણીવેડાથી ભરેલી ફાલતુ બાબતોમાં રસ જ ન લેવો જોઈએ.'' એક પત્રકાર ને આપેલા ઇન્ટરવ્યુની ચર્ચા દરમ્યાન મેં મારું ડાહપણ ડહોરીયું , ને જેમ હંમેશાં બનતું આજુબાજુના એડવરટાઈઝરોના દલાલો મારી હા મા હા મેળવી બોલતા ભૈરવીમેડમની વાત સાચી છે. આવી શુષ્ક વાતો કારકિર્દીમાં આડખીલીરૂપ બની જાય છે.'' કહી મારી વાતને ટેકો આપેલો અને બાકી બધાંએ પણ ટેકામાં માથું હલાવીને. 
પણ એના વિરોધમાં દૂરદર્શનની સામાન્ય સરકારી હેડકલાર્ક ગણાતી એક મોહક હાસ્ય ધરાવતી મિસ મંદાકિની મુન્શીની શબ્દ-લતાડ, ફૂલ નશાની અવસ્થામાં પણ મારા અહમ્ પર જનોઈવઢ ઘા કરી ગયેલી,
''કોઈની ઉધાર લીધેલી કથા ઉપર વહીવટ કરી ભટાઈ અંકે કરવી અને કોઈના નિશબ્દ પ્રેમની ઉષ્મા માણવાની ક્ષમતા હોવી એ બે વચ્ચે બહુ મોટું અંતર છે મિસ ભૈરવી. 
જિંદગીના રંગમંચ ઉપર તો પ્રેમ તારા જેવી મદારીનું નહીં, જાતને દાવ પર લગાવી શકે તેવા જુગારીઓનું કામ છે.''
આ અણધાર્યા ઘાથી સમસમી થવાથી, મેં જાણે મંદાકિની મુન્શીની એ ચેલેંજ ઉપાડી લીધી. 
 
તન્મય સાથે મારે નવી નવી ઓળખાણ થયેલી. અલગ એક નવોદિત સુપ્રસિદ્ધ ગઝલ-ગાયક હતો એને સ્વયં એટલો જ અદ્ભૂત ગઝલકાર.કોઈને કઈ બતાવી દેવાના આશયે મારી આંખોના આકાશને પહેલી વાર મેં સહેજ ખુલ્લું મૂકતાં, ત્રીસમા વર્ષે પહેલી વાર આંખમાં સપનાં નો સુરમો આંજી એકલા વિહરતા તન્મયમાં મારી જાતને મય થયેલી મહેસુસ કરી. તે અલગારીને પણ,મારી મધુર મુસ્કાનમાં એની કલ્પનામૂર્તિ સજીવ તાવની અનુભતી કરાવી.
પરંતુ આ શું?મારા માનસ પટૅલ પર,તન્મય પ્રત્યે એક અનુકંપના સમંદરના તોફાની મોજાની જેમ અનેક રોમાંચક લાગણીઓ ઘુઘવી ઊંઘ વેરણ કરતી ઝળુંબી રહી.
આગામી સિરિયલના બહાને ટૂંકી મુલાકાતોના દોર તન્મય સાથે ગોઠવ્યા બાદ ત્રીજા શનિવારે શરદ પુનમ હતી, અને તન્મય અને મિસ મુન્શીની હાજરીમાંજ ક્લબમાં અન્ય સાથીદારોને ઉદ્દેશી મેં વાત કાઢી, ''તન્મય દલાલને તમે કોઈ ઓળખો છો ખરા ?'' ''પેલો ઘેરા સ્વીટ વોઈસવાળો ગઝલલેખક કમ ગાયક છે એ ?'' આકાશ વાણી ઉપર ઘણીવાર સાંભળ્યો છે એને, પણ રૂબરૂ જોયો નથી મિસ પંડિત, મંદાકિની મુન્શીએ ઉત્સુક સ્વરે કહ્યું.''
''હા એ જ. મીટ તન્મય દલાલ . આવતીકાલે દુનિયા એની પાછળ પાગલ થવા જઇ રહી છે, અને એ મારી પાછળ'' મેં સહેજ ગુરુર ભેર કહ્યું
અને રેશમી રંગીન ઝભ્ભા-પાયજામામાં સજ્જ, ઊંચા સોહામણા તન્મયને સ્પોટ લાઇટમાં ખેંચી લાવી તેની સાથે હાથમાં હાથ પરોવીને ડાન્સ ફ્લોર પર જતી વેળાં મેં મંદાકિની તરફ જે વિજય ટંકારભરી નજર નાંખી હતી એ હજી ય મને યાદ છે . અને એ પણ યાદ છે કે તે દિવસે જ તન્મયે પ્યારથી મારી જુલફોને રમાડતાં પ્યારભર્યાં વિહ્વળ સ્વરે મને કહ્યું હતું કે....
''ભૈરવી ! તારી હાજરી મારા લાગણીશીલ મનને વિહ્વળ કરી મૂકે છે. બસ તું મારી સામે રહેજે, ને તારી આંખોનો ખુમાર મારા સ્વરમાં ઘુંટી-મારી કલમમાં પૂરી, હું મારા શ્રેષ્ઠ સર્જનો દુનિયાને ભેટ ધરતો રહીશ. બોલ મંજૂર છે, કે તારે તારા મમ્મી-ડેડીને પૂછવું પડશે ?''
લાગણીઓના બંધનને એકાએક ગળે વળગવા આવતું જોઈ હું સતર્ક બની ગયેલી, ને એક 'એક્ઝીક્યુટીવી' ઠંડાશથી મેં તન્મયને ઉત્તર આપેલો,
''જોઉં ! મમ્મી 'મૂડ'માં હશે ત્યારે તને કહીશ '' અને મારી ઠંડાશથી ઠંડા થઈ ગયેલા તન્મયને ડાન્સ ફ્લોર ઉયર એકલો અટુલો અવઢવમાં અટવાતો મૂકી હું સિફતથી ‘સરકી’ ગયેલી.
મિસ મુન્શીની સામે હું જીતી ચુકી હતી. અને એક અસાધારણ પ્રતિભાશાળી યુવાનને મારી પાછળ દીવાનો બનાવી મૂકવાનો મારો અહમ્ સંતોષાઈ ચુક્યો હતો. એટલે તન્મય મારા માટે હવે નકામું થઈ ઉતારીચુકેલું પત્તાનું પાનું હતું. 
ઠંડે કલેજે,ધીમે ધીમે મારી સેક્રેટરીયલ ચેનલ વિસ્તારી મેં તન્મયથી,સિફતથી ડિસ્ટંટ વધારવા અળગા થવા માંડયું. 
મારા એ અલગાવથી બહાવરો બની ગયેલો ઢગલાબંધ શાયરી ઠોકી મને મોબાઈલ કરતો ને..... '' 
ગ્રેટ સોરી ! તન્મય આજે તો નહીં મળી શકાય. મારા જેવી એક વ્યસ્ત પ્રોડૂસરને પ્રેમ સિવાય પણ ઘણાં કામ હોય છે'' 

જેવો સુક્કો ઉત્તર આપી,બાર્ફીલી ઠંડક સાથે હું ફોન કાપી નાંખતી. સાથે સાથે તન્મય સાથેનો સંબંધ પણ કાપતી ગઈ.
મારામાં ધીમી પણ ચોક્કસ ગતિએ આવી રહેલો આ ફેરફાર તન્મય પણ ધીરે ધીરે સમજાતો ગયો.
એક સવારે મેગેજીનના પાનાં ઊથલાવી રહેલી મારી મમ્મીએ મારો તન્મયનો સાથેનો ફોટો જોઈ મને પૂછ્યું આ કોણ છે ?
ખડખડાટ હસતાં હસતાં મેં કહ્યું,
“ઇટ વોઝ સુગર કોટેડ ગેમ મોમ”
આ બેફીકરી રીમાર્ક સાંભળી પહેલી વાર ગંભીર બની ગયેલી, મો’મે, મને કહેલું,
''ભૈરવી ! વધુ ‘સમય’ વીતી જાય તે પહેલાં પાછી ફર. દુનિયાના દૂષણ મુક્ત અલગારી આદમીનો ઈશ્ક બધાંને નથી મળતો. એને તારા ટીવી જગતને સર કરવાની અહમ ની આગમાં ભરખાવા ન દે.
ઇશ્કખુવાર તન્મય તો એની વેદના એના સ્વરોમાં - સર્જનોમાં ઢાળી જશે અને વધારે ઊભરી આવશે. પણ ઢળતી ઉંમરે માથું ઢાળવા માટે જ્યારે કોઈ ખભો તને ખાલી નહીં મળે ત્યારે તું શું કરીશ.
હવે જરા જાગ, તકલાદી કારકિર્દી અને અહ્મના આ અગન-ખેલમાં તું પોતે જ એક જલતો ખિલૌનો બનીને રહી ગઈ છે.''
રવિવારની સવારની મમ્મીની એ ગંભીર વાતને ત્યારે તો મેં 'શીટ્' કહીને મોઢું મચકોડીને ઉડાવી દીધી હતી. 
પણ આજે આ એકાવનની એકલવાઈ ડિસ્કાર્ડેડ રિટાયર્ડ ઊંમરે મને એમ લાગે છે કે મારી મમ્મી સાચી હતી.
 તન્મયતો પછી આકાશવાણી છોડી પાકિસ્તાન ચાલ્યો ગયેલો અને ત્યાં જ સફત નરગિસ નામની કોઈ નવોદીત ગઝલ-ગાયિકા સાથે પરણી ગયેલો. તેઓના બેસુમાર આલ્બમ ધૂમ મચાવી મને હજુ પણ કાનડે છે. 
પણ અત્યારે આ વરસની શરદ્પુનમની વાદળ વિહોણી એકલવાઈ રાત્રિએ, ચોવીસમે માળે આવેલા મારા પેન્ટહાઉસના આદમકદના ગ્લાસ માથી ચળાઈ આવતી ચાંદનીમાં મારી સામે પડેલી ગઝલોની નવી ઓડિયો સી.ડી. 'ગુજારી-વસંતની શામ' પરનો તેએનો હસતો ફોટોગ્રાફ જાણે મને કહી રહ્યો છે,
''ભૈરવી ! માનવ જિંદગી એ એક જીવંત કેમેસ્ટ્રી છે, તેમાં ચોપડીની નીવડેલી પ્રેમની વાર્તાઓ ખોટી પડતી હોય છે. 
પણ એ જ્યારે સમજાય ત્યારે ઘણું મોડું થઈ ચુક્યું હોય છે.'' અને હું તન્મય –નરગિસની સીડી 'ઓન' કરું છું. અને મને લાગે છે કે,
શાયર શકીલ બદાયૂનીના ગીતની કડી 'દિલ મે છુપા કે પ્યાર કા તુફાન લે ચલે..." 
બેક ગ્રાઉન્ડમાં, વીતેલો ‘સમય’ તન્મયના ઘેરા પૌરુષેય સ્વરમાં પરોક્ષ રણકી,મુખાતિબ થઈને, મારી શરદ પૂનમની ધુમ્મસી એકાંતને વધુ ઘટટ બનાવી કનડી રહ્યો છે.
ત્યારે તેના ડામથી સરકી જવા એક પછી એક સેવાજ રિગલના ગ્લાસ ભરી ભરી પેટમાં પધરાવી રહી છું
હજુ પણ ખોટો અહમનાં સંતોષમા આંખ ક્યારે ઘેરાય તે નહિ, પરંતુ તન્મયે જ કોલ કર્યો, તેનું રાહ નાં ગાવે ઠંડી આંખે ગરમ આંસુ સારુ છું .

એકાંત અને ઈર્ષાની આગમાં, હજુય ફોન નહીં કરીને લાકડા નાખી, નિરંતર તડપી રહી છું.ત્યારે હવે મારો કોઈ ઇલમ મને રાહત નથી અપાવતો.
અકળાવતી પળો છૂપો પોકાર કરે છે મિસ મંદાકિની મુન્શી તું સાચી હતી... 
...મિસ ભૈરવી પંડિતની કોઈ પંડિતાઈ ક આવી, તેની જિંદગીની સિરિયલ ફ્લૉપ થઈ ગઈ.
...ખુદથી સરેઆમ પરોઠના પગલાં સાથે ‘સમય’ સીફતથી સરકી ગયો છે , ત્યારે હવે મૂંગો પ્રેમ.. શું કામ નો ?



Rate this content
Log in

Similar gujarati story from Romance