સિંહ અને શિયાળ
સિંહ અને શિયાળ


એક શિયાળ સિંહ જોડે રહેતું હતું. સિંહને શિકારમાં નાની મોટી મદદ કરે, બદલામાં સિંહ તેને થોડો શિકારનો ભાગ આપે. આમ તેનો સમય આરામથી પસાર થતો હતો. એકદિવસ શિયાળે વિચાર્યું કે
“સિંહને શિકાર તો મારી મદદને કારણેજ મળે છે પણ બદલામાં મને શું મળે છે વધેલો ઘટેલો શિકાર ?”
આ વિચાર મનમાં આવતા જ શિયાળે સિંહનો સાથ છોડવાનું નક્કી કર્યું, એક દિવસ શિયાળ સિંહ પાસે ગયું અને બોલ્યું, “મહારાજ, આજ પછી હું મારો શિકાર જાતે કરીશ અને તમે તમારો શિકાર જાતે શોધી લેજો. હું તમારી કોઈ મદદ કરીશ એવી કોઈ આશા મારા પાસેથી રાખતા નહીં.”
શિયાળની વાત સાંભળી સિંહે બેફિકરાઈથી કહ્યું “ઠીક છે.”
હવે, એક દિવસ શિયાળ વગર વિચાર્યે એક ઘેટાના ટોળાં પર હુમલો કરવા જતુજ હતું કે ત્યાં ઉભેલા ભરવાડોની એના પર નજર પડી અને પછી તો તેમણે ડંગોરા મારી મારી શિયાળને મારી નાખ્યો.
બોધ : કામદારે ક્યારે એવું સમજવું ન જોઇએ કે ફેક્ટરીનો માલિક એના લીધે જ કમાય છે.