નવરંગ -5
નવરંગ -5
ચાર દિવસની નવરાત્રીની સફળતાપૂર્ણની ઉજવણી બાદ મીરાએ પાંચમા દિવસની ઉજવણી પણ નવા રંગરૂપથી ઉજવવાનું નક્કી કર્યું.
પાંચમા દિવસની ઉજવણી માટે તેણે પ્રકૃતિના વિવિધ પાસાઓ અને તેના પોષક ગુણોનો ઉલ્લેખ કરતાં લીલા રંગથી કરવાનું નક્કી કર્યું. મીરા માનતી હતી કે આ દુનિયામાં અંતિમ પાલનહાર તરીકે દેવીની ભૂમિકા વિસરી ન શકાય. આ માટે પ્રકૃતિના રંગ સમા લીલા રંગથી નવરાત્રીના પાંચમા દિવસની ઉજવણી કેમ ન કરવી ?
નવરાત્રિના પાંચમા દિવસે, મીરાએ લીલા રંગની વાઇબ્રન્ટ સાડી પહેરી. કુદરતી આભાને પ્રતિબિંબિત કરતી પાંદડા અને વેલાની છાપવાળી સાડીમાં તેનું રૂપ નીખરી ઊઠ્યું હતું. હવે તેણે કુદરતની વિપુલતાના પ્રતિકસમા લીલા પાંદડા અને ફળોથી ભરેલી ટોપલી લઈને મંદિર તરફ પ્રયાણ કર્યું.
મંદિરની અંદર, મીરાએ લીલા રંગના દીવડા પ્રગટાવ્યા અને કુદરતી ખજાના રૂપી લીલા પાંદડા અને ફળોથી ભરેલી ટોકરી દેવીની પ્રતિમાના ચરણોમાં અર્પણ કરી. તેણે આંખો બંધ કરીને કુદરતની કૃતજ્ઞતા સાથે પર્યાવરણની રક્ષા અને જાળવણી કરવા માટેની દેવીને પ્રાર્થના કરી. તેનું સ્પષ્ટ માનવું હતું કે દેવી માત્ર આ મંદિરમાં નહીં પરંતુ આસપાસના કુદરતના રજેરજમાં મોજૂદ છે. દેવી માત્ર તેના હૈયામાં નહીં પરંતુ આસપાસના પરિસરમાં પણ વસે છે.
મીરાએ આંખો બંધ કરીને પ્રાર્થના ચાલુ રાખતા તે પૃથ્વીના પોષક ગુણો સાથે જબરજસ્ત
જોડાણ અનુભવવા લાગી. તેણે પહેરેલા લીલા રંગથી તેણીને પોતે પર્યાવરણના રક્ષક હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો.
મીરાએ નવરાત્રિના દરેક રંગની ઉજવણી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દરેક રંગની ઉજવણી બાદ તે ખુદમાં અનેરા ઉત્સાહની અનુભૂતિ કરી રહી હતી. લીલા રંગથી તે દેવીની સાથે પૃથ્વી સાથે પણ ઊંડો સંબંધ હોય તેમ અનુભવવા લાગી. મીરા માત્ર દેવીની જ ઉજવણી કરી રહી નહોતી પરંતુ માતા કુદરતનું રક્ષણ કરવા અને તેની પ્રશંસા કરવાનો તેણે સંકલ્પ લીધો હતો. મીરા ગામલોકોને પ્રેરણા મળી કે પૃથ્વીએ આપેલ કુદરતી સંપતિની જાળવણી કરવી આપણાં સહુનું કર્તવ્ય છે.
કુદરતની રક્ષા કરવાનો મીરાનો વિચાર ગામવાળાઓને ઘણો ગમી ગયો. ખરેખર કુદરતને લીધે જ તો આ ધરતી પર આપણું અસ્તિત્વ ટકી રહ્યું છે. ત્યારે શું એક દિવસ તેના માટે ફાળવી ન શકાય ? મીરાનો આ વિચાર ગમી જતાં નવરાત્રીની પાંચમી રાતે ગામના સહુ લોકો લીલા કપડામાં સજ્જ થઈને ગરબા મંડપમાં પહોંચી ગયા અને સહુ એ હસીખુશીથી એ તહેવારની ઉજવણી કરી.
આમ મીરાની યુક્તિને લીધે સહુ ગામવાળાઓને નવરાત્રીની ઉજવણીની એક નવી દિશા મળી તથા તેઓને નવરાત્રીમાં રંગોનું પણ કેટલું મહત્વ છે તેનું ભાન થયું. પછી તો દરવર્ષે તેઓએ આજ રીતે નવરાત્રીની ઉજવણી કરવાનું નક્કી કર્યું. હવે ગામવાળાઓને રાધા છઠ્ઠા દિવસે કયા રંગથી ઉજવણી કરવાની છે તે જાણવાની અદમ્ય ઈચ્છા જાગ્રત થઈ.