Prashant Subhashchandra Salunke

Abstract Fantasy Inspirational

4  

Prashant Subhashchandra Salunke

Abstract Fantasy Inspirational

નવરંગ

નવરંગ

3 mins
323


આંતરિયાળ વિસ્તારમાં આવેલા એક અનોખા ગામમાં મીરા નામની યુવતી રહેતી હતી. દેવી દુર્ગા પ્રત્યેની અતૂટ ભક્તિ માટે મીરા ખૂબ જાણીતી હતી. દર વર્ષે નવરાત્રિનો તહેવાર નજીક આવતા મીરા ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે નવરાત્રીની તૈયારીઓ કરતી.

નવરાત્રિમાં દરેક રંગનું એક અનોખુ વિશિષ્ટ છે. તેનો પ્રથમ દિવસમાં સફેદ રંગનું મહત્વ છે કારણ તે શાંતિ, નિર્મળતા, અને શુદ્ધતાનું પ્રતીક છે. મીરા માનતી હતી કે દેવીની સાચા અર્થમાં આરાધના કરવા માટે, દરેક ખેલૈયાઓએ પ્રત્યેક દિવસના રંગનો સાર મૂર્તિમંત કરવો જોઈએ. મીરાએ આ વર્ષે સફેદ રંગથી નવરાત્રીની શરૂઆત કરવાનું નક્કી કર્યું. કારણકે સફેદ રંગ એ શાંતિ અને શુદ્ધતાનો રંગ છે.

મીરાએ કલાત્મક ડિઝાઇનવાળી સફેદ સાડી પહેરી અને પોતાની જાતને સુંદર મજાનાં સફેદ ફૂલોથી શણગારી. ત્યારબાદ તેણે ગામના મંદિરની મુલાકાત લીધી. તેની માન્યતા હતી કે દેવીને સફેદ કમળના ફૂલ ઘણા પ્રિય છે. અને તેથી જ તે સફેદ કમળના ફૂલોની ટોપલી લઈને દેવીના મંદિરે પહોંચી. તે મંદિરની નજીક પહોંચી ત્યાં તો મંદિરની આસપાસનું પરિસર ફૂલોની મહેક અને ધૂપની સુગંધથી ભરાઈ ગયું.

મીરાએ દેવી સામે સફેદ રંગનો દીવડો પ્રગટાવ્યો અને દેવીની મૂર્તિના ચરણોમાં સફેદ કમળના ફૂલ મૂક્યા. તેણે દેવીને સફેદ રંગના મલાઈ પેડાનો પ્રસાદ પણ ધરાવ્યો. હવે તેણે પૂર્ણ ભક્તિથી આંખો બંધ કરી અને દેવીની પ્રાર્થના કરવા લાગી. મીરા આજે તેના હૃદયમાં સફેદ રંગની સુખદ અનુભૂતિને મનભરીને માણી લેવા માંગતી હતી.

જેમ જેમ સૂર્ય આથમતો ગયો તેમ તેમ મીરાને સુખદ લાગણીની અનુભૂતિ થઈ રહી. જાણે સફેદ રંગ તેના હૃદયને આલિંગન આપી તેને શાતા પહોંચાડી રહ્યું હતું. આ શાંત અને સુખદ અનુભૂતિ થતાં મીરા તેના અંતરમન સાથે એકચિત થવા લાગી. સફેદ રંગની શુદ્ધતાએ તેના મનની શંકા અને કુશંકાઓને જાણે ધોઈ નાખ્યું હતું.

નવરાત્રી દરમ્યાન મીરાએ નવરાત્રિના રંગોને અપનાવવાનું ચાલુ રાખ્યું. લાલથી લઈને વાદળી સુધીના તમામ રંગોનું તેણે સંકલ્પ લીધું. તેના દરેક દિવસે તેને એક નવી આંતરદ્રષ્ટિ અને અનુભવો થઈ રહ્યા.

નવરાત્રિના અંત સુધીમાં, મીરાએ માત્ર દેવીની જ ઉજવણી કરી ન હતી, પરંતુ તેના પોતાના આત્મા સાથે પણ ઊંડો સંબંધ જોવા મળ્યો હતો. રંગોને લીધે તે અનોખી લાગણીઓ વડે બંધાઈ ગઈ. મીરા નવરાત્રીના આ નવા અનુભવ વડે શીખી કે ખરેખર દૈવીનું સન્માન કરવા માટે વ્યક્તિએ પહેલા પોતાની અંદર શાંતિ અને શુદ્ધતા શોધવી જોઈએ.

મીરાની વાર્તા ગામ માટે એક પ્રેરણા બની. તેના લીધે ગામલોકોને ભાન થયું કે નવરાત્રી એ માત્ર ગરબા ગાવનો નહીં અપિતુ દેવી સાથેના રંગોમાં રંગાઈને આધ્યાત્મિક પ્રવાસ કરવાનો છે. આ એક એવો તહેવાર છે કે જેને સાચા દિલથી ઉજવીશું તે તે આપણાં જીવન પથને બદલી શકે છે.

હવે તો મીરા નવરાત્રીના પ્રથમ દિવસની શરૂઆત સફેદ રંગથી જ કરવા લાગી. ધીમે ધીમે ગામના લોકો પણ તેની આ અનન્ય ભક્તિ સાથે જોડાઈ ગયા અને હવે ગામની નવરાત્રીનો પહેલો દિવસ સહુ કોઈ અનેરા ઉત્સાહથી ઉજવે છે. સફેદ પોશાક પહેરેલા સ્ત્રી અને પુરુષોને ગરબા કરતાં જોવા માટે દૂરદૂરથી લોકો આવે છે. ગામની આ ખ્યાતિનો સઘળો જશ મીરાને આપતા ગામના સરપંચ કહે છે કે, “મીરાએ અમને નવરાત્રીને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની દ્રષ્ટિ આપી. ખરેખર અમે તો આજદિન સુધી જાણતા જ નહોતા કે નવરાત્રીની નવ રાત્રીમાં છૂપાયેલા છે જીવનને ખુશીઓથી તરબતોળ કરી દેતા જીવનના નવરંગ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract