નવરંગ - ૯
નવરંગ - ૯


આપણે જાણીએ છીએ કે આંતરિયાળ વિસ્તારમાં આવેલા લીલાછમ કુદરતી આવાસ ધરાવતા એક રમણીય ગામમાં મીરા નામની યુવતી રહેતી હતી. દેવી દુર્ગા પ્રત્યેની અતૂટ ભક્તિ માટે મીરા ખૂબ જાણીતી હતી. દર વર્ષે નવરાત્રિનો તહેવાર નજીક આવતા મીરા ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે નવરાત્રીની તૈયારીઓ કરતી.
નવરાત્રિમાં દરેક રંગનું એક અનોખુ વિશિષ્ટ છે. મીરાએ સતત આઠ દિવસ સુધી જુદા જુદા રંગોથી દેવીની ભક્તિ કરી હતી. હવે નવરાત્રિના નવમાં દિવસે તેણે શુદ્ધતા અને સ્ત્રીત્વના ચિન્હ સમા ગુલાબી રંગથી ઉજવણી કરવાનું નક્કી કર્યું. કારણ કે આ રંગ સ્ત્રીની લાવણ્યતા અને સ્ત્રીત્વનું પ્રતિક છે. મીરા માનતી હતી કે દેવીની સાચા અર્થમાં આરાધના કરવા માટે, દરેક ખેલૈયાઓએ પ્રત્યેક દિવસના રંગનો સાર મૂર્તિમંત કરવો જોઈએ. મીરાએ નવમાં દિવસે રંગથી નવરાત્રિને ઉજવવાનું નક્કી કર્યું. આ કલ્પના માત્રથી તેનું મન ગુલાબી ગુલાબી થઈ ગયું હતું.
નવરાત્રિના નવમા દિવસે મીરાએ કલાત્મક ડિઝાઇનવાળી ગુલાબી રંગની સાડી પહેરી; તથા કેશુઓમાં ગુલાબી ફૂલો ધારણ કર્યા. મીરાંની સાડી પર પણ સુંદર મજાનાં ગુલાબી ફૂલોની કલાત્મક ડિઝાઇન વડે શોભી રહ્યા હતા. હવે મીરા ગુલાબી રંગના ગુલાબ ભરેલી એક ટોપલી લઈને દેવીના મંદિરે પહોંચી. તે મંદિરની નજીક પહોંચી ત્યાં તો મંદિરની આસપાસનું પરિસર ધૂપની ગુલાબી સુગંધથી ભરાઈ ગયું.
મીરાએ દેવીની પ્રતિમા સામે ગુલાબી રંગનો દીવડો પ્રાગટાવ્યો અને દેવીની મૂર્તિના ચરણોમાં ગુલાબી રંગના ફૂલો અર્પિત કર્યા. તેણે દેવીને ગુલાબી રંગની મીઠાઇનો પ્રસાદ પણ ધરાવ્યો. હવે તેણે પૂર્ણ ભક્તિથી આંખો બંધ કરી અને દેવીની પ્રાર્થના કરવા લાગી. મીરા આજે તેના હૃદયને સ્ત્રીત્વન
ી શક્તિથી ભરી દેવા માંગતી હતી.
જેમ જેમ સૂર્ય આથમતો ગયો તેમ તેમ મીરા ખુદની અંદર સ્ત્રી સહજ લાવણ્યતા અનુભવી રહી. ગુલાબી રંગ જાણે તેની સુંદરતામાં નિખાર લાવી રહ્યો હતો. આ શાંત અને સુખદ અનુભૂતિ થતાં મીરા તેના અંતરમન સાથે એકચિત થવા લાગી. કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે તેણે એક મહિલા હોવાનો આવશ્યક ભાગ એવી કૃપા અને શુદ્ધતાને મૂર્તિમંત કરવાની શક્તિ માટે અને તેના સમુદાયની મહિલાઓની સુરક્ષા અને ઉત્થાન માટેના આશીર્વાદ માટે પ્રાર્થના કરી.
આમ, નવરાત્રીના નવેનવ દિવસ મીરાએ નવરાત્રિના રંગોને અપનાવ્યા હતા. નવરાત્રિના છેલ્લા દિવસે સહુ ગામના લોકો પણ હોંશેહોંશે મીરાના ગુલાબી રંગમાં રંગાઈ ગયા. નવરાત્રિની ઉજવણી પૂર્ણ થઈ ત્યારે ગામલોકો ખુદમાં એક અનોખી શક્તિનો સંચાર થયેલો અનુભવી રહ્યા. ગામના મુખીએ મીરાની વિવિધ રંગોથી નવરાત્રીના રંગોની ઉજવણી કરવાના વિચારને વધાવી લીધો. મુખીએ મીરાને વિવિધ રંગો યુક્ત ટ્રોફી આપીને તેનું જાહેરમાં સન્માન કર્યું. પછી ગામના લોકો દરવર્ષે આજ પ્રકારે નવરાત્રિની ઉજવણી કરવાનું નક્કી કરી છૂટા પડ્યા.
મીરાની વાર્તા ગામ માટે એક પ્રેરણા બની. તેના લીધે ગામલોકોને ભાન થયું કે નવરાત્રી એ માત્ર ગરબા ગાવાનો નહીં અપિતુ દેવી સાથેના રંગોમાં રંગાઈને આધ્યાત્મિક પ્રવાસ કરવાનો છે. આ એક એવો તહેવાર છે કે જેને સાચા દિલથી ઉજવીશું તે તે આપણાં જીવન પથને બદલી શકે છે. મીરાને એવોર્ડ આપતી વખતે ગામના સરપંચે કહ્યું કે, “મીરાએ આપણને નવરાત્રીને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની દ્રષ્ટિ આપી. ખરેખર અમે તો આજદિન સુધી જાણતા જ નહોતા કે નવરાત્રીની નવ રાત્રીમાં છૂપાયેલા છે જીવનને ખુશીઓથી તરબતોળ કરી દેતા જીવનના નવરંગ.