નવરંગ- ૭
નવરંગ- ૭


છ દિવસની નવરાત્રીની સફળતાપૂર્ણની ઉજવણી બાદ મીરાએ સાતમા દિવસની ઉજવણી પણ નવા રંગરૂપથી ઉજવવાનું નક્કી કર્યું. નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ દેવીની પૂજા કરવામાં આવે છે. આ દેવીની ચાર ભુજાઓ છે, જેમાં એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. મીરાએ નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ દેવીની પૂજા તેજ અને જ્ઞાનના પ્રતિક એવા નારંગી રંગથી કરવાનું નક્કી કર્યું. મીરા સમજી ગઈ કે નવરાત્રીના સાતમા દિવસે તેણે શાણપણ અને જ્ઞાનની જ્યોતને પ્રજ્વલિત કરવાનું છે.
નવરાત્રિના સાતમા દિવસે, મીરાએ નારંગી રંગની વાઇબ્રન્ટ સાડી પહેરી. જેમાં આનંદ સાથે નૃત્ય કરતી જ્યોતિની છાપ ઊપસેલી હતી. તેણે જ્ઞાનના પ્રતિક સમાં નારંગી રંગના ગલગોટાના ફૂલોની ટોકરી લઈને મંદિર તરફ પ્રયાણ કર્યું.
મંદિરની અંદર મીરાએ નારંગી રંગના દીવડાં પ્રગટાવ્યા અને દેવીના ચરણોમાં ગલગોટાના ફૂલોની માળા અર્પણ કરી. હવે પ્રતિમા સામે ધૂપ પ્રગટાવી તેણે કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે, જીવનમાં તેના માર્ગને પ્રકાશિત કરવા, અજ્ઞાનને દૂર કરવા અને તેના સમુદાયમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા માટે શાણપણ માટે પ્રાર્થના કરી.
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता |
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी ||
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा |
वर्धन्मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयन्
करि ||
મીરાએ આંખો બંધ કરીને પ્રાર્થના ચાલુ રાખતા તે ખુદમાં જ્ઞાનની શક્તિનો સંચાર અનુભવી રહી. તે જાણતી હતી કે આ જ્ઞાન તેના સમુદાયના ઉત્થાનની ચાવી હતી.
મીરાએ નવરાત્રિના દરેક રંગની ઉજવણી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દરેક રંગની ઉજવણી બાદ તે ખુદમાં અનેરા ઉત્સાહની અનુભૂતિ કરી રહી હતી. નારંગી રંગથી તે દેવીની સાથે જ્ઞાનના બંધનથી જોડાયા હોવાનો અનુભવ કરી રહી. તેણે મળેલ જ્ઞાન થકી ગામનું કોઈ બાળક નિરક્ષર ન રહી જાય તેવી પ્રતિજ્ઞા લીધી. અંધકારને દૂર કરવા જ્ઞાનનો પ્રકાશ અત્યંત જરૂરી છે અને તે માટે સહુને સાક્ષર કરવાનો તેણે મનોમન સંકલ્પ લીધો. મીરા થકી ગામલોકોને પ્રેરણા મળી કે જ્ઞાન જીવન માટે ઘણું જરૂરી છે.
કુદરતની રક્ષા કરવાનો મીરાનો તેજવંતો વિચાર ગામવાળાઓને ઘણો ગમી ગયો. ખરેખર જ્ઞાન થકી જ તો આ ધરતી પર આપણું અસ્તિત્વ ટકી રહ્યું છે. ત્યારે શું તે મેળવવાની આપણી જવાબદારી નથી. મીરાનો આ વિચાર ગમી જતાં નવરાત્રીની સાતમી રાતે ગામના સહુ લોકો નારંગી પોશાકમાં સજ્જ થઈને ગરબા મંડપમાં પહોંચી ગયા અને સહુ એ હસીખુશીથી એ તહેવારની ઉજવણી કરી.
આમ મીરાની યુક્તિને લીધે સહુ ગામવાળાઓને નવરાત્રીની ઉજવણીની એક નવી દિશા મળી તથા તેઓને નવરાત્રીમાં રંગોનું પણ કેટલું મહત્વ છે તેનું ભાન થયું. પછી તો દરવર્ષે તેઓએ આજ રીતે નવરાત્રીની ઉજવણી કરવાનું નક્કી કર્યું. હવે ગામવાળાઓને રાધા આઠમા દિવસે કયા રંગથી ઉજવણી કરવાની છે તે જાણવાની અદમ્ય ઈચ્છા જાગ્રત થઈ.