નવરંગ - ૬
નવરંગ - ૬
પાંચ દિવસની નવરાત્રીની સફળતાપૂર્ણની ઉજવણી બાદ મીરાએ છઠ્ઠા દિવસની ઉજવણી પણ નવા રંગરૂપથી ઉજવવાનું નક્કી કર્યું. જેમ જેમ નવરાત્રીના દિવસો પસાર થઈ રહ્યા હતા તેમતેમ મીરાની ભક્તિ નવી ઊંચાઈએ પહોંચી રહી હતી. રંગો પ્રત્યેની તેની સૂઝને લીધે ગામમાં તેના પ્રત્યે સહુને આદર થઈ ગયો હતો.
નવરાત્રિના છઠ્ઠા દિવસની ઉજવણી કરવા માટે મીરાએ ગ્રે રંગની પસંદગી કરી કે જે અનિષ્ટના વિનાશનું પ્રતીક છે. છઠ્ઠા દિવસે મીરાએ અંધાકરમાં છુપાયેલી અનિષ્ટ શક્તિઓનો સંહાર કરવાનું વિચાર્યું હતું. છઠ્ઠા દિવસે મીરાએ ગ્રે રંગની ચણિયાચોળી ધારણ કરી. તેની ઓઢણી પર તોફાની વાદળાંઓ જેવી છાપ અંકિત કરેલી હતી. તે વિનાશના પ્રતિક સમી રાખોડી રંગની ભસ્મ લઈને મંદિરમાં ગઈ.
મંદિરની અંદર તેણે રાખોડી રંગના દિવડા પ્રગટાવ્યા અને મંદિરની ચોફેર ભસ્મનો છંટકાવ કર્યો. ત્યારબાદ તેણે ધૂપ લગાવી મંદિરનું પરિસર પવિત્ર બનાવ્યું. હવે તે દેવીની પ્રતિમા સામે હાથ જોડીને ઊભી રહી અને ગંભીર વદને દુષ્ટતા સામે લડીને જીતવા માટેની શક્તિ માટે પ્રાર્થના કરી. તે ગામને એવી પીડાઓમાંથી છુટકારો અપાવવા માંગતી હતી કે જે લાંબા સમયથી ગામને પરેશાન કરી રહ્યું હતું. તેનું સ્પષ્ટ માનવું હતું કે દેવી માત્ર આ મંદિરમાં નહીં પરંતુ આસપાસના કુદરતના રજેરજમાં મૌજૂદ છે. દેવી માત્ર તેના હૈયામાં નહીં પરંતુ આસપાસના પરિસરમાં પણ વસે છે.
મીરાએ આંખો બંધ કરીને પ્રાર્થના ચાલુ રાખતા તેને રાખોડી રંગના પ્રભાવથી આસપાસની નકારત્મક ઉર્જામાં ઘટાડો થતો અનુભવી રહી. તેના મનમાં તેના જીવનમાં પ્રસરેલા અંધક
ાર સામે લડવાની હિંમત આવી રહી. તે હવે તેના મનમાં જાગૃત થયેલી આ હિંમતની મદદથી તેના ગામમાં પ્રસરેલા અંધકારને દૂર કરવા માંગતી હતી. દેવીની પ્રાર્થના બાદ તેણે લાગ્યું કે જેમ માતાએ દુષ્ટ રાક્ષસોનો વધ કરી કુદરતમાં શાંતિ ફેલાવી તેમ એ પણ હવે કરી શકે છે.
મીરાએ નવરાત્રિના દરેક રંગની ઉજવણી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દરેક રંગની ઉજવણી બાદ તે ખુદમાં અનેરા ઉત્સાહની અનુભૂતિ કરી રહી હતી. ગ્રે રંગથી જીવનમાં ફેલાયેલા અંધકારને દૂર થતો હોય તેમ તે અનુભવવા લાગી. મીરા માત્ર દેવીની જ ઉજવણી કરી રહી નહોતી પરંતુ અનિષ્ટ તત્વો સામે લડી લેવાનો મનોમન સંકલ્પ પણ કર્યો હતો. મીરાએ ગામલોકોને પ્રેરણા આપી કે જેમ લાકડું સળગીને ભસ્મ બની ઔષધિ બની જાય છે તેમ આપણે પણ દુષ્ટો સામે લડવા માટે સમયની યજ્ઞહુતી આપવી પડે.
અનિષ્ટ તત્વો સામે લડી લેવાનો મીરાનો વિચાર ગામવાળાઓને ઘણો ગમી ગયો. ખરેખર કયા સુધી મૂંગે મોઢે બધુ સહન કરતાં રહેવું ? અનિષ્ટ તત્વો સામે ક્યારે લાલ આંખ કરવામાં કશું ખોટું નથી. મીરાનો આ વિચાર ગમી જતાં નવરાત્રીની છઠ્ઠી રાતે ગામના સહુ લોકો ગ્રે રંગના કપડામાં સજ્જ થઈને ગરબા મંડપમાં પહોંચી ગયા અને સહુ એ હશીખુશીથી એ તહેવારની ઉજવણી કરી.
આમ મીરાની યુક્તિને લીધે સહુ ગામવાળાઓને નવરાત્રીની ઉજવણીની એક નવી દિશા મળી તથા તેઓને નવરાત્રીમાં રંગોનું પણ કેટલું મહત્વ છે તેનું ભાન થયું. પછી તો દરવર્ષે તેઓએ આજ રીતે નવરાત્રીની ઉજવણી કરવાનું નક્કી કર્યું. હવે ગામવાળાઓને રાધા સાતમા દિવસે કયા રંગથી ઉજવણી કરવાની છે તે જાણવાની અદમ્ય ઈચ્છા જાગ્રત થઇ.