Prashant Subhashchandra Salunke

Abstract

3.8  

Prashant Subhashchandra Salunke

Abstract

નવરંગ - 4

નવરંગ - 4

2 mins
129


ત્રણ દિવસની નવરાત્રીની સફળતાપૂર્ણની ઉજવણી બાદ મીરાએ ચોથા દિવસની ઉજવણી પણ નવા રંગરૂપથી ઉજવવાનું નક્કી કર્યું.

ચોથા દિવસની ઉજવણી માટે મીરાએ આનંદ અને ઉલ્લાસના પ્રતિક એવા પીળા રંગથી ઉજવણી કરવાનું નક્કી કર્યું.

મીરાએ ચોથા દિવસે પીળા રંગની ચણિયાચોળી પહેરી અને સોનાના આભૂષણો ધારણ કર્યા. હવે તેણે ગલગોટાના ફૂલો ભરેલી આરતીની થાળી શણગારી અને મંદિર તરફ પ્રયાણ કર્યું. આ દિવસે તેનું હૃદય અત્યંત આનંદથી ભરાઈ ગયું હતું.

મંદિરની અંદર મીરાએ પીળા રંગના દીવડા પ્રગટવ્યા અને દેવીની મૂર્તિના ચરણોમાં ગલગોટાના ફૂલો મૂક્યા. પછી ધૂપ પ્રગટાવી તેણે મંદિરનું વાતાવરણ નિર્મળ બનાવ્યું. હવે આખો બંધ કરીને મીરાએ દેવીને સહુના જીવનમાં રહેલી દુ:ખ અને મુશ્કેલીઓને દૂર કરી તેમના જીવનને આનંદ અને ઉલ્લાસથી ભરી દેવાની કામના કરી.

દેવીની પ્રાર્થના ચાલુ રાખતા મીરાનું હૃદય આનંદ અને ઉત્સાહથી ભરાઈ ગયું. તેના શરીર પર ધારણ કરેલો પીળો રંગ તેને સૂર્યની કિરણો જેવો હૂંફાળો લાગી રહ્યો હતો. તે જાણતી હતી કે આજનું તેનું ધ્યેય સહુના જીવનને આનંદ અને ઉત્સાહથી ભરી દેવાનું હતું.

નવરાત્રી દરમિયાન મીરાએ હમણાં સુધી સફેદ, ભૂરા, લાલ અને હવે પીળા રંગથી ઉજવણી કરી હતી. આમ કરવાથી તેનું હૃદય દેવીની ઉપાસનામાં તરબોળ થઈ ગયું હતું.

મીરાની જીવનમાં આનંદ અને ઉત્સાહને ભરી દેવાની કલ્પના સહુ ગામલોકોને ઘણી ગમી ગઈ. પછી તો એ રાતે ગામના સહુ લોકો પીળા કપડામાં સજ્જ થઈને ગરબા મંડપમાં પહોંચી ગયા અને સહુએ હસીખુશીથી એ તહેવારની ઉજવણી કરી.

આમ મીરાની યુક્તિને લીધે સહુ ગામવાળાઓને નવરાત્રીની ઉજવણીની એક નવી દિશા મળી તથા તેઓને નવરાત્રીમાં રંગોનું પણ કેટલું મહત્વ છે તેનું ભાન થયું. પછી તો દરવર્ષે તેઓએ આજ રીતે નવરાત્રીની ઉજવણી કરવાનું નક્કી કર્યું. હવે ગામવાળાઓને પાંચમા દિવસે કયા રંગથી ઉજવણી કરવાની છે તે જાણવાની અદમ્ય ઈચ્છા જાગ્રત થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract