શુભ સમાચાર
શુભ સમાચાર
વૈભવ અને વૈદેહી એ એવું જોડલું કે જાણે એકબીજા માટે જ સર્જાયા હોય. બંનેના લગ્ન ખૂબ રંગેચંગે અને વડીલોની સહમતિથી થાય હતાં. બંને ને એવું લાગતું કે જાણે તેઓ સ્વર્ગમાં છે.
એકબીજા ને ખૂબ જ પ્રેમ કરતા. આમને આમ દિવસો વીતવા લાગ્યા. લગ્ન ને લગભગ ત્રણ વર્ષ થયાં. હવે એમને લાગ્યું ના નવ મહેમાનનાં આગમન માટે તૈયારી કરવી જોઈએ. આમ જ બીજા છ મહિના વીતી ગયા. પરિણામ મળ્યું નહિ. તેઓ એ વિચાર્યું કે ડૉક્ટરને બતાવીને સારવાર ચાલુ કરી દઈએ. ડૉક્ટરની તપાસમાં જાણવા મળ્યું કે વૈદેહીની એક ફેલોપિયન ટ્યુબ બંધ હતી. છતાં ડોક્ટરે કહ્યું કે નિરાશ ન થાઓ, આવી તકલીફ હોય છતાં બાળક થતું હોય છે. આપણે સારવાર ચાલુ કરીએ એનું પરિણામ ચોક્કસ મળશે.
ડૉક્ટર પર શ્રદ્ધા રાખી બંને એ સારવાર ચાલુ રાખી. એક પછી એક ડૉક્ટર બદલાયા. પર સકારાત્મક પરિણામ મળ્યું નહિ. વૈભવે વૈદેહી ને કહ્યું ચિંતા ન કર, આપણે આઇ. વી. એફ. પદ્ધતિથી સારવાર કરીશું. વૈદેહી દિવસે ને દિવસે ખૂબ નિરાશ અને ઉદાસ થતી હતી. વૈભવ એને સમજા
વતો. આમ ને આમ લગ્નને આઠ વર્ષ વીતી ગયા. પણ પરિણામ ના મળ્યું. તેઓ એ હવે આશા પણ છોડી દીધી.
વૈભવ એ વૈદેહી ને કહ્યું કે શું બાળક થાય તો જ આપણો પ્રેમ સાચો છે. એ જ શું આપણા પ્રેમનું પ્રમાણપત્ર છે. શું આપણે એકબીજાને પરસ્પર પ્રેમ કરીને આખી જિંદગી નહિ વિતાવી શકીએ? વૈદેહી પણ ધીરે ધીરે નિરાશામાંથી બહાર આવી. અને એમની રોજિંદી જિંદગી ચાલવા માંડી.
અચાનક એક દિવસે વૈદેહી ની તબિયત બગડી. એને ચક્કર આવવા લાગ્યા ને ઉલ્ટીઓ થવા લાગી વૈભવને લાગ્યું કે પેટમાં ગરબડ હશે. એણે કંઇક આડુંઅવળું જમ્યું હશે. તેઓ ડૉક્ટર ને બતાવવા ગયા. આતો ભગવાને ગરબડ કરી. વૈદેહી સગર્ભા હતી. જ્યારે ક્યાંય થી આશા ન્હોતી ત્યારે એમને ખુશખબર મળી. તેઓની ખુશીનો પર ના રહ્યો. થોડા મહિના બાદ ખૂબ જ રૂપાળી દીકરી અવતરી. એનું નામ જાહ્નવી રાખ્યું.
આપણે સૌ પ્રભુનાં પ્રિય બાળકો છીએ. એમને આપણી ખબર હોય છે. એ આપે છે ભરપૂર પણ ક્યારેક થોડીકવાર પણ લગાડે છે. માટે દોસ્તો કદી નિરાશ ન થવું. પ્રભુમાં આસ્થા ટકાવી રાખવી.