Rohini vipul

Tragedy Inspirational drama

3  

Rohini vipul

Tragedy Inspirational drama

સાગર

સાગર

2 mins
126


જનકભાઈ, ખૂબ ધનવાન. કરોડો રૂપિયાના આસામી. ઘરમાં નોકર ચાકરની કોઈ કમી નહી. એમના પત્ની અને બાળકો ખૂબ સુખમાં રહે.

જનકભાઈ ખૂબ કંજૂસ..એમની પાસેથી તમે એક રૂપિયો પણ ન પડાવી શકો. કદાચ આટલી બધી મિલકત એમના સ્વભાવને કારણે જ ભેગી થઈ હશે !! એમના પિતરાઈ ભાઈઓ ખૂબ ગરીબીમાં રહે. પણ જનકભાઈના પેટનું પાણી પણ ન હલે..

બસ એ અને એમનો રૂપિયો, એજ એમની દુનિયા...આટલો પ્રેમ તો એમની પત્ની ને પણ ન કરે.

એકવાર એવું થયું એમના એક નોકર રમણની પત્નીને સુવાવડ આવે એમ હતી, અપૂરતો ખોરાક,પોષણ ની કમી ને કારણે નોર્મલ સુવાવડ થઈ શકે એમ નહોતી...ડોકટરે કહ્યું કે સીજેરિયન કરવું પડે એમ હતું. એને આશા તો નહતી તો પણ એ જનકભાઈ પાસે પૈસા માંગવા ગયો.

રમણ બોલ્યો," શેઠ,મારી પત્નીની હાલત ખૂબ ખરાબ છે. એનું ઓપરેશન કરવું પડે એમ છે. મને થોડા પૈસા આપો,ભલે પછી મારા પગારમાંથી કાપી લેજો..મારી પત્ની ના જીવનમરણ નો સવાલ છે. સાહેબ,દયા કરો.."

જનકભાઈ રીતસર તાડુકી ઉઠ્યા અને ન કહેવાના વેણ કહ્યા રમણ ને," તારી પત્નીને તકલીફ છે એમાં હું શું કરું? મને પૂછીને આ બધું કર્યું હતું. પૈસા ન હોય તો આ બધું ન કરાય! જીવતી હોય તો જીવે, મારે શું? આ વખતે ભલે આવ્યો, હવે ક્યારેય પગાર સિવાયના પૈસા લેવા ન આવતો. જા, હવે કામ કાર તારું...."

રમણ ગમ ખાઈ ગયો. નોકરી છોડીને જ કરો રહ્યો. નજીકના સંસ્થાના દવાખાને લઈ ગયો. નજીવા પૈસામાં એની પત્નીની સુવાવડ થઈ ગઈ. બાળક અને માતા બંને સ્વસ્થ હતા...

ઘણા લોકો સાગર એટલે કે દરિયા જેવા હોય..જેમ દરિયામાં આટલું બધું પાણી હોય પણ તમે પી ન શકો...એમ જ ઘણા માણસો આવા હોય..ધરખમ આવક હોય,પૈસા હોય પણ કોઈને પાંચ પૈસાની પણ મદદ ન કરે. શું કરવાના આવા પૈસા અને આવા સાગર જેવા માણસો. દરિયો ભલે પાણી પીવાના કામ માં ન આવે પણ એની પર જહાજ ચલાવીને એક જગ્યા એથી બીજી જગ્યા એ પહોંચી તો શકાય,આવા માણસો ક્યાંય ન પહોંચે. એના જ રૂપિયાના ઢગલામાં આળોટે.

જીવન છે આવા તો કઈક નિર્દય માણસો તો ભટકાવાના જ...!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy