Rohini vipul

Tragedy Classics abstract

4  

Rohini vipul

Tragedy Classics abstract

દુઃખદ યાદો ભર્યો પત્ર

દુઃખદ યાદો ભર્યો પત્ર

2 mins
136


ન પાછા વળવા માંગતી ગલી,

ભૂલવા માંગતી સોસાયટી,

સદા માટે અજાણ્યું શહેર.


સુમિત,

મેં જાણીજોઈને બીજું કોઈ સંબોધન નથી કર્યું કેમકે હવે મને તારા માટે કોઈજ લાગણી નથી રહી.

આ પત્ર લખતા ખૂબજ તકલીફ થાય છે કેમકે સગાઈ પછીના આપણા પ્રેમભર્યા પત્રો મને યાદ છે. શું એ લાગણી સાચી હતી કે આ લાગણી સાચી છે. મને હવે સવાલ થાય છે ? શું તે ક્યારેય મને પ્રેમ કર્યો હતો ખરો ? સાચું કહું તો મને તારા તરફથી કદી હૂંફાળી લાગણીનો અહેસાસજ નથી થયો. જાણે એવું લાગે છે કે હુંજ પ્રેમ કરતી હતી..

મેં હમેશા કોશિશ કરી તારી રીતભાતમાં ઢળવા માટે. બધું જ અપનાવ્યું. મારી જાતને બદલી નાખી, તને જેમ ગમતું એમ હું રહેતી. હું વરસાદનું ભીનું વાદળ સમજી તને, પણ તું તો રણનું મૃગજળ નીકળ્યો. મને હતું કે તું વસંતની હેલી ની જેમ રંગબેરંગી લાગણીઓ વાળો હોઈશ, પણ તું તો સાવ ફિક્કો નીકળ્યો. કંઈ કેટલા સપનાઓની હારમાળાઓ હતી જીવનમા ! હવે થઈ નિરાશાની ઘટમાળ જીવનમાં.

હવે હું કોરી ધાકોડ થઈ ગઈ છું તારા કારણે ! કેવી હતી હું હાસ્ય કિલ્લોલ કરતી. અને હવે તે મને દુઃખભર્યા વમળમાં ફેંકી દીધી. જેમાંથી બહાર નીકળતા મને ખૂબ મહેનત પડવાની છે. મારો આત્મવિશ્વાસ એટલો બધો ધ્વસ્ત થઈ ગ્યો છે કે હવે લાગે છે કે મારે બેઠા થવા શૂન્યમાંથી સર્જન કરવું પડશે.તું ખરેખર મારા જીવનની ખૂબ મોટી ભૂલ હતી. કેટકેટલું વિચાર્યું હતું.. ઓહ !આજે મારા સપનાઓનો ભંગાર હું જોવ છું ત્યારે મનમાં ન કળાય એવી ચીસ ઉપડે છે. કેટલા સપનાઓ ચિખી ચિખીને વેદના વ્યક્ત કરી રહ્યા છે !

તારી યાદમાં અને તારા પ્રેમમાં વિતાવેલી એક એક ક્ષણ મને દાઝ્યા કરતાંય વધારે પીડા આપી રહી છે. શું છે કોઈ મલમ તારી પાસે, જે મારી પીડાને શાંત કરી શકે ! નહિ જ હોય. લાગણીઓની માવજત હોત તો આ કપરી ક્ષણજ આવી ન હોત ! મતભેદોની દીવાલ એટલી મજબૂત નીકળી કે લાગણીઓનું પૂર પણ એને ભીંજવી ન શક્યું !

સ્નેહ એક બુંદ પડે ને તો ભલભલી મતભેદોની ગૂંચ ઉકેલાઈ જાય. રણમાં ય કોઈક દી કઈક ઊગી નીકળે. તારું કાળમીંઢ પત્થર જેવું હૃદય ઘડીક પલળે પણ એમાં ભીતર ભીંજવતી લાગણીઓની અપેક્ષા ન રાખી શકાય !

બસ,આ મારો આખરી પત્ર છે. હું હવે ભૂલથી ય તને યાદ કરવા નથી માંગતી.. જીવનની ડાયરીમાં તું એક ફાટીને છૂટું પડેલું પાનું છે. જેને હું કોઈ પણ દબાણના ગુંદરથી ચોંટાડવા નથી માંગતી. બસ હવે નવી ડાયરીને નવું પાનું. હવે તો ન તારા નામ નો ભાર વેંઢારવો કે ન તારી પ્રેમ વગરની દુનિયાના પાંજરામાં રહેવું. જેમ વૃક્ષ પાનખરમાં સૂકા પાંદડા ખેરવીને નવા પાનને આવકારે છે એમજ હું પણ તારી સુકાયેલી લાગણીના પાંદડા ખેરવીને નવપલ્લવિત થવા માંગુ છું.

કદી ભૂલ થી પણ ભૂલ કરીને તારા જીવનમાં પાછા ફરવા ન માંગતી,

સુમિત્રા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy