STORYMIRROR

Rohini vipul

Romance

3  

Rohini vipul

Romance

પ્રિયતમાને પત્ર

પ્રિયતમાને પત્ર

2 mins
703

પ્રેમગલી,

લવનગર.

મારી પ્રિયતમા, પ્રેયસી કે પ્રેમિકા,

"શું કહું તને એ મુંઝવણ છે મારી,

પણ વાત તો સાચી છે કે તું છે મારી."

લે, તને મળ્યા પછી તો કવિઓ અને લેખકોની આત્મા મારામાં આવી ગઈ છે..આવું લખતો અને કવિતા કરતી થઈ ગયો છું...શું તે કોઈ પ્રેમછડી ફેરવી છે ?

જેમ ચાતક વરસાદની રાહ જુએ એમ હું તારા પત્રની રાહ જોવું છું...તારા પત્રના એક એક અક્ષર મને ચાસણીમાં ઝબોળાયેલ ગુલાબજાંબુ જેવા મીઠા લાગે... તારી વાતો મને ઝાંઝરીની રણકારની યાદ અપાવે છે.

તારા સુંદર રેશમી વાળ જાણે કે વરસવા તલપાપડ થતાં ઘનઘોર વાદળોની યાદ અપાવે છે. તારી આંખો જાણે કે કોઈક શાંત સરોવર હોય ! મન થાય કે એમાં ડૂબકી લગાવ્યા કરું !

તને મળ્યા પછી હું સુધબુધ ખોઈ બેઠો છું...હવે આ બળબળતી વિરહની વેદના સહન નથી થતી. મારા આ ભાદરવાના તડકા જેવા જીવનને આંબાની શીતળ છાયાની જરૂર છે.. તારું આગમન મારા માટે વાસંતી વાયરા જેવું હશે...જેમ પાનખરમાં ખરેલા પાન પછી જે નાના નાના નવપલ્લવિત પર્ણોની જેમ મારા રુવે રુવે પ્રેમ ફૂટ્યો છે એવું લાગી રહ્યું છે...જેમ સરસ જોડકું એકબીજા વિના અધૂરા હોય એવું જ લાગી રહ્યું છે મને.

જેમ વરસાદનું એક એક બુંદ ટપકે એમ મારી લગની નિરંતર ટપકી રહી છે..લાગે છે કે તું આવીશ ત્યાં સુધીમાં ભરપૂર લાગણી છલકી ઉઠશે ! આ પ્રેમનો ડેમ તારા પર જ ઓવરફ્લો થવાનો છે....લાગણીના પૂરમાં વહી ને પ્રેમના કોઈક નગરમાં પહોંચી જવું છે..બાદ તું ને હું, એકબીજાના હુંફાળા સાનિધ્યમાં આમ જ આપણું જીવન પસાર થાય એવા શમણા હું દિવસરાત જોઈ રહ્યો છું...

'તને જોઇને ફૂટી છે પ્રેમની લાગણી,

ચાહે તું અવિરત એવી છે માંગણી,

ઋતુઓ આવે ને જાય, ચાહે જેટલી !

મીઠડી હોય પ્રેમ જીવનની ચાસણી."

તારી લાગણીના તરબોળ થયેલ તારો પ્રેમ.


Rate this content
Log in

Similar gujarati story from Romance