શરૂઆત
શરૂઆત
કોરોના થવાથી 14 દિવસ સીમાએ હોસ્પિટલમાં કોરન્ટાઇન થવું પડ્યું. પોતાના વ્હાલસોયા બંને બાળકોથી દૂર રહી, સીમાને અનુભવ થયો કે પોતાના બાળકોથી દૂર રહેવાની પીડા શું હોય.
બે વર્ષ થઈ ગયા, તેણે સૂરજને તેના માતા-પિતાને મળવા પણ જવા દીધો ન હતો.
સૂરજ તેને ઘરે લઈ જવા લેવા આવ્યો. સીમાએ પોતે ગાડી ચલાવવાની જીદ કરી. સૂરજના આશ્ચર્ય વચ્ચે ગાડી ઘરની જગ્યાએ વૃદ્ધાશ્રમ તરફ વળી ગઈ.
2021ના નવા વર્ષની શરૂઆત સૂરજ અને સીમાએ ઘરે માતા-પિતાના આશીર્વાદથી કરી.
