ઉડાન
ઉડાન


સૌમ્યાને ખૂબ ભણવું હતું, નોકરી કરવી હતી. સાથી સખીઓ જેમણે લગ્ન કરી લીધા હતા તેમની હાલત તેણે જોઈ હતી, તેઓ સાસરીમાં ગયા પછી આગળ ભણવાનું તો દૂર પોતાની મરજીથી મા-બાપને મળવા પણ નહોતી આવી શકતી.
સૌમ્યાનાં મનમાં સાસરુ શબ્દ જ ડર ઊભો કરતો હતો. પણ માતા-પિતા આગળ તેનું કંઈ ન ચાલ્યું. થોડાં જ દિવસોમાં તેના પણ લગ્ન થઈ ગયા અને તે સાસરે આવી. તેના સાસુ રંજનબેન સ્વભાવે ખુબ સારા હતાં. સૌમ્યા સાથે ખૂબ સારી રીતે વર્તતા પણ સૌમ્યા મનમાં રહેલા પૂર્વગ્રહને કારણે આ ઘર પરિવારને અપનાવી શકતી ન હતી. પોતાનું સપનું પૂરુ ન કરી શકવાને કારણે ઉદાસ રહેતી.
આખરે સૌમ્યાની માતા સાથે વાત કરી રંજનબેને તેની ઉદાસીનું કારણ જાણી લીધું.
નજીકનાં દિવસોમાં જ સૌમ્યાનો જન્મદિવસ આવતો હતો.
રંજનબેને સૌમ્યાને જન્મદિવસે તેનાં સપનાઓને ઉડાન ભરવાની આઝાદી આપી. રંજનબેને આપેલા ડોક્યુમેન્ટ જોઈ સૌમ્યા ખુશીથી ઝૂમી ઊઠી.