Hetal Chaudhari (Krishna)

Tragedy Inspirational Thriller

4.1  

Hetal Chaudhari (Krishna)

Tragedy Inspirational Thriller

જાનકી

જાનકી

3 mins
220


     કોર્ટ રૂમ ખીચોખીચ ભરાયેલો હતો. અઠવાડિયા થયું, એક નવા જ પ્રકાર નો કેસ નોંધાયો હતો. તેની સુનવણીનો આજે પહેલો જ દિવસ હતો. નોંધાયો ત્યારથી આ કેસ ચર્ચામા હતો એટલે રિપોર્ટ્સ પણ આજે કંઈક જાણવા મળશે જ એમ વિચારીને કોર્ટ સમય પહેલાજ બહાર આવી ઊભાં રહી ગયા હતાંં. હોય પણ કેમ નહી આ કેસમાં સસ્પેન્સ જ એવુ ઊભું કરાયું હતું કે લોકો તેના વિશે જાણવા વધુ ને વધુ ઉત્સુક હતાં.

           નામ હતું તેનુ જાનકી, (આપણા રામાયણની જાનકી - સીતા નહીં) જેણે આ કેસ મૂક્યો હતો તેનુ નામ હતું જાનકી. જેણે પોતાના અને પોતાની પાંચ વર્ષની દીકરી સૌમ્ય માટે ઈચ્છા મૃત્યુ ની માંગણી કરી હતી તે જાનકી !

            જેમ સીતા એ ધરતીમાં સમાઈને પ્રાણ ત્યજી દીધા હતાં, તેમ જાનકી પણ ઘર ના કોઈ ખૂણે દવા પી ને કે પંખે લટકી ને તરફડી તરફડીને મરી શકી હોત. પણ તે અલગ માટીની બનેલી હતી અને એટલે જ તેણે કોર્ટમાં ઈચ્છા મૃત્યુ ની માંગણી માટે અરજી કરી હતી.

             કોર્ટે રૂમમાં બેઠેલો દરેક વ્યક્તિ તેને કંઈક અજીબ જ નજરથી જોઈ રહ્યો હતો. બહાર ઉભેલા રિપોર્ટ્સને સુનવણીમાં બધુ જ ક્લિયર થઈ જશે એમ કહી તેણે ટાળી દીધા હતાં. કોટૅની અંદર અને બહાર ભીડ વધી રહી હતી. કેમ એક મા પોતાની સાથે સાથે દીકરી માટે પણ મોત માંગી રહી છે એ સવાલ બધા ને પજવી રહ્યો હતો. પણ જાનકી તો સૌમ્યને ખોળામાં લઈને બધા નિસ્પૃહ થઈ શાંતિથી બેઠી હતી.

    જજસાહેબના આગમનની બૂમ પડતા જ બધા શાંતિથી ઊભાં થઈ ગયા. તેમના બેસતા જ ફરી સૌ બેઠા અને ફરી ગણગણાટ ચાલુ થઈ ગયો.

સરકારી વકીલે કોર્ટમાં જાનકીના કેસની વિગતો આપતા જણાવ્યું કે તેઓ ઈચ્છા મૃત્યુ માંગે છે પણ શા માટે તે જણાવ્યું નથી.

જજસાહેબે જાનકી ને કઠગરામાં બોલાવી. જાનકી ઊભી થઈ, સૌમ્યને હાથ પકડી સાથે જ લઈ તે કઠગરા માં ઊભી રહી.

જાનકી એ એક ખાલી નજર અદાલતમાં બેઠેલા લોકો તરફ કરી. પછી સોમ્યના ફ્રોકની ચેન ખોલી અને તેની પીઠ જજ સાહેબને દેખાય એમ ફેરવી અને પછી બેઠેલા લોકો તરફ કરી. નાની પાંચ વર્ષની બાળકની પીઠ પર ઠેર ઠેર નહોર માર્યાના અને બચકા ભર્યાના નિશાન હતાં. લોકોનાં મોંએ થી અરેરાટી નિકળી ગઈ.

         જાનકીની આંખમાંથી આંસુ ખરી પડ્યા, પણ બીજી જ ક્ષણે તે ટટ્ટાર થઈ અને બોલી આ જોઈ તમે સમજી જ ગયા હશો કે મારા હૃદય નો ટુકડો એવી મારી દીકરી સાથે શું બન્યું હશે.

જોવા જઈએ તો આવું થતાજ મારે તેને મારી નાખીને જાતે પણ મરી જવું જોઈએ. એવો જ વિચાર આવ્યો પણ હતો, કેમકે આ સમાજ માટે તો હવે સૌમ્ય એક અભડાઈ ગયેલી છોકરી બની ને રહી જશે અને હું એક એવી મા કે જે પોતાની દીકરી નું ધ્યાન ન રાખી શકી.

 તેને અભડાવનારાઓ એ તો અમારી એકલતા અને નિઃસહાયતાનો લાભ લીધો પણ આ સમાજ જે બધુ જ જાણે છે. છતાં અમારો જ વાંક ગણે છે, જે ઘટના ને ભૂલવા અમે રોજ પ્રયત્નો કરીએ છે. તે જ ફરી ફરી જુદી જુદી રીતે અમને યાદ કરવામા આવે છે. ઝખ્મો પર મલમ લગાવનારા ઓછા અને તેને ખોતરનારા વધુ છે.

મારી દીકરીને દયાની નજરથી જોવામાં આવે છે. તેને કલંકિત માનવામાં આવે છે. તે મોટી થશે ત્યારે તેની સાથે લગ્ન કોણ કરશે એની ચિંતા લોકોને વધુ છે. આપણો સમાજ આવો જ છે, ગુનો કરનાર ને નહીં પણ જે ભોગ બની છે તેને સજા આપે છે. જો હું કાયરની જેમ છાનીમાની મરી ગઈ હોત તો લોકો બે દિવસ યાદ કરી ભૂલી ગયા હોત અને કોઈ બીજી સૌમ્ય આવા હેવાનોનો ભોગ બની હોત.

           આપણા દેશના કાનુન વ્યવસ્થા પ્રમાણે ના તો અમારી પાસે સબુત છે,ના તો એટલી ધીરજ કે સામે લડી શકીએ. અને તો પણ ન્યાય મળે કે કેમ તે તો નક્કી જ નહીં. બહાર આરામથી ફરી રહેલા એ હેવનો ફરી કદાચ બળાત્કાર કરી ચાલ્યા જશે. તો પણ સજા તો એક જ વાર મળવાની છે તે પણ વર્ષો પછી જ્યારે કેસ પૂરો થશે ત્યારે.

અમે આ સમાજ નો ત્યાગ કરીએ છે જે અમને સલામતી નથી આપી શકતો. મારી નાનકડી દીકરીનું બાળપણ તો છીનવાઈ જ ગયું,પણ આ સમાજ ક્યારેક તેને આ ઘાવમાંથી બહાર નહીં આવવા દે. તેના ભવિષ્યમાં પણ તેને માત્ર કલંકિત જ માનવામાં આવશે. એવા આપણા આ સમાજમાં રોજ રોજ મરવું એના કરતાં તો સાહેબ તમે અમને મોત આપો બસ મોત. એમ કહી તે ડૂસકાં ભરી રડી પડી.

  સ્ત્રી જીવનની આજ ગતિ

  કર જૌહાર અથવા ધરતી એ સમા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy