STORYMIRROR

Hetal Chaudhari (Krishna)

Tragedy

4  

Hetal Chaudhari (Krishna)

Tragedy

એંજલ

એંજલ

5 mins
68


      દરરોજ જેવી એક ખુશનુમા સવાર હતી. દિવાલ પર લટકાવેલી ઘડિયાળ સાતનો સમય બતાવતી હતી. તે ચૂપચાપ સવારનો નાસ્તો બનાવી રહી હતી, મોં પર વિષાદની રેખાઓ આટાંફેરા કરતી હતી,બને એટલી ઝડપથી તે કામ ખતમ કરવા માટે મથી રહી હતી.

મારી પૂજાની થાળી હજુ નથી ગોઠવી. - સાસુ મા નો અવાજ.

 મારૂ નાહવાનુ પાણી કેમ નથી ગરમ કરીને મૂક્યુ. - મકરંદનો અવાજ.

 ભાભી હજુ નાસ્તો નથી બનાવી રહ્યા, ખૂબ ભુખ લાગી છે, કોલેજ જવાનુ મોડું થાય છે. -નણંદનો અવાજ

અવાજ ,અવાજ ,અવાજ ,અવાજો તેને ધેરી વળ્યા.

 નાની એંજલ તેની સાડીનો છેડો પકડી ને તે કામ કરતી હતી તે જોઈ રહી હતી, ક્યાંક પગમાં અટવાઈ પડી જશે એ બીકે તેણે તેને એક સ્ટૂલ પર બેસાડી દીધી,અને કામે વળગી.

  પૂજાની થાળી ગોઠવીને જ મૂકી હતી. પણ સાસુમા ને હાથમાં આપી હોય તો જ તેમનું સાસુપણુ જળવાતુંં. તે પૂજાની થાળી આપવા ગઈ.

  "એક કામ વગર કહ્યે કરી શકતા નથી, સાવ અણઘડ ગમાર જેવી છે ",-સાસુમા ની પ્રશસ્તિ.

 થોડો નાસ્તો ડીશમાં કાઢી નણંદ ને તેના રૂમમાં આપી આવી. ઘર થી કોલેજ અને ઘર થી બહાર એ સિવાય યુવાનીને ઉંબરે પગ મૂકતી નણંદ ભાગ્યે જ તેના રૂમની બહાર પગ મૂકતી.

પતિને નાહવાનુ પાણી, ટુવાલ,બધુ બાથરૂમમાં મૂકી આપ્યું, અને રસોડામાં પાછી ફરી, આટલું કામ કરતાં તો તે થાકી ગઈ.

ફરી બાકી રહી ગયેલા કામ કરવા લાગી, ત્યાં એંજલે સાડીનો છેડો ખેંચ્યો, તેણે તેની સામે જોયું અને તેના સામે બેસી ગઈ, એંજલ તેના નાના નાજુક હાથ એના મો પર ફેરવવા લાગી. એંજલ નો સ્પષ્ટ દેખાતો ચહેરો ધૂધળો થતો લાગ્યો.

પગરવ સાંભળી તે જાણે એક સુંદર સ્વપ્નમાંથી વાસ્તવિકતામાં પાછી ફરી અને કામમાં લાગી. પતિને નાસ્તો આપવા ગઈ, ડિશ આપતા સહજ હાથ અડી ગયો, - "અરે તારો હાથ આટલો ગરમ કેમ છે,તાવ તો નથી આવતો ને, સાંજના દવાખાને જઈ આવજે".

 એમ કહી નાસ્તો કરવા લાગ્યો, તે ચૂપચાપ મકરંદને નાસ્તો કરતા જોઈ રહી, અને પોતાના રૂમમાં જઈ એંજલને પડખામાં લપાવીને આડી પડી, જાણે માની વેદનાને સમજતી હોય એમ એંજલ તેના પડખામાં વધુ ઘૂસી.

        આ દસ વાગવા આવ્યા ને મેડમ હજુય આરામ કરે છે, ઘરમાં બધુ કામ જેમ નું તેમ પડ્યું છે, આ ઉંમરે પણ મારે જ બધુ કરવું પડશે.

સાસુમાનો અવાજ સાંભળી તે ચમકીને ઊઠી આજુબાજુના ઘરોમાં સંભળાય એટલા મોટા અવાજે તે બોલતાં હતા.

તેણે ઘડિયાળમા જોયું, સવા નવ વાગ્યા હતા, ઝટપટ ઉઠવા ગઈ પણ માથુ ખૂબ ભારેખમ થઈ ગયું હતુંં, તેને પાછું સૂઈ જવાનું મન થઈ આવ્યું પણ સાસુમાની કડવી વાણી હજુ વહેતી હતી.

મકરંદ તો ઓફિસ નીકળી ગયો હતો અને નણંદ પણ મોનિઁગ કોલેજ હોવાથી ચાલી ગઈ હતી. ઘરમાં પ્રૌઢાવસ્થા એ પહોંચેલા સાસુ, પોતે, અને નાની એંજલ એટલા જ સભ્યો હતા.

        તે માંડમાંડ ઊભી થઈ,આગળના રૂમમાં આવી, દોઢ કલાકે પૂજા કરી પરવારેલા સાસુમા ટી. વી પર કોઈ ધાર્મિક ચેનલ જોઈ રહ્યાં હતા.

 સાવ ગમાર અને આળસ

ુ છે, ખબર નહીં ક્યારે અમારી રીતભાત શીખશે, કાલે ઊઠી હું નહીં હોવ ત્યારે સમાજમાં નામ બોળશે, -તેને ઉભેલી જોઈ સાસુમાની કડવીધારા ફરી વહેતી થઈ.

તેને મનમાં રીસ તો ખૂબ ચઢી, પણ કોઈ ની સામે બોલવવું કે ગુસ્સે થવું તેના સ્વભાવમાં જ ન હતુંં.

સામાન્ય મધ્યમવર્ગનું કહી શકાય એવા કુંટુબમાં તે જન્મી હતી, પિતાની નોકરીની આવકમાંથી માંડમાંડ ઘર ચાલતું, અભ્યાસમાં તેજસ્વી એટલે રૂપિયાની ખેંચ છતાં પિતાજીએ કોલેજમાં એડમિશન અપાવ્યું હતુંં. કોલેજના ત્રણે ત્રણ વર્ષમાં તેનો પ્રથમ વર્ગ આવ્યો હતો, તેની બુદ્ધિમત્તા, તેજસ્વિતા, અને સુંદરતાથી આકર્ષાઈને મકરંદ લગ્ન કરવા ઉત્સુક બન્યો હતો અને તેના માતા પિતાની ઉપરવટ જઈને પણ તેની સાથે લગ્ન કરીને જ જંપ્યો હતો.

   પોતાની મરજીની વહુ નહીં આવવાથી સાસુ-સસરા બંને નારાજ થયેલા, સસરાનો અણગમો તો જો કે થોડા જ દિવસોમાં દૂર થઈ ગયો હતો, પણ સાસુમાનું દિલ તે ન જ જીતી શકી.

તેમાંય જ્યારે લગ્નના દોઢકવરસે અચાનક સસરાનું હાટૅએટેકથી મૃત્યુ થયું, ત્યાર પછી તો સાસુમાએ તેના માટે હૃદયના દરવાજા ચસોચસ ભીડી દીધા.

સાસુમાની મરજી અને પરવાનગી વગર તે નાના માં નાનુ કામ પણ કરતાં અચકાતી. ગમે એટલું સારું કામ કર્યું હોય છતાં પણ સાસુમા ના મહેણાં ખાવામાં જ તેના દિવસો પસાર થતા.

 શરૂ શરૂ માં તો તેને ખૂબ લાગી આવતું, મકરંદ આગળ રડી પડતી પણ મકરંદ મા ને કઈ કહી શકતો નહિ, અને તેનાં ઠંડા વર્તનને જોઈ તેણે પણ ફરિયાદ કરવાનું બંધ કરી દીધું.

જો કે એંજલનું આગમન તેના માટે ઘોર અંધારી રાતે ચમકતા ધ્રુવ તારા જેવુ બની રહેલું, ફક્ત તેના માટે જ.

સાડા દસ વાગતા બધુ કામ પરવારી એંજલને તૈયાર કરી સ્કૂલબસમાં બેસાડીને તે ઘરમાં આવી, રસ્તામાં પડેલી સાવરણી જોડે તેના પગ અટવાયા ને પડતાં પડતાં રહી ગઈ.

    સાવરણી એક ખૂણામાં મૂકીને પોતાના રૂમમાં જઈ આડી પડી, પોતે પણ આ ઘરમાં એક સાવરણી જેવુ સ્થાન ધરાવે છે તેને વિચાર આવ્યો, કાયમ કડવુ બોલતાં સાસુમા અને ઠંડી ઉપેક્ષા કરતો મકરંદ તેને યાદ આવ્યા અને આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા.

કોઈકના હાથનો સ્પર્શ થતા તેણે આંખો ઉઘાડી, એંજલ તેની પાસે બેસીને નાના નાજુક હાથથી તેનુ માથું પસવારી રહી હતી અને ઉત્સુકતા અને ભયમિશ્રિત આંખે તેના તરફ જોઈ રહી હતી.

તે બેઠી થઈ ગઈ, ઘડિયાળમાં જોયુ તો રાતના સાડા આઠ થવા આવ્યા હતા, એંજલને ઉંચકીને બહાર આવી, મકરંદ શાંતિથી ટી.વી જોઈ રહ્યો હતો, સાસુમા પોતાના રૂમમાં કોઈક ધાર્મિક પુસ્તક વાંચતા હતા, નણંદના રૂમનો દરવાજો બંધ હતો.

બહારથી જ મંગાવી બધા એ જમી લીધુ હતુંં, કોઈએ તેને તબિયત પૂછવાની પણ દરકાર ન કરી, તેને ખૂબ દુઃખ થયું, ભાંગેલા પગલે તે પોતાના રૂમમાં પાછી ફરી અને પલંગની ધારે બેસી પડી.

ત્યાં જ મૂક એંજલે તેના સામે બે કાગળો ધરી દીધાં, મા વિશેના નિબંધમાં એંજલ પ્રથમ આવી હતી, તેણે બીજો કાગળ વાંચ્યો. . . . . . . .

' મારી માટે મારા મા જ બધુ છે '

મારી 'પરી' કહીને તેણે એંજલને બાથમાં ભરી ચૂમીઓથી નવડાવી નાખી, અને નિરાંતે તેને પડખામાં છુપાવીને સૂઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy