માતૃત્વ
માતૃત્વ


અમે સહકુટુંબ બહાર ફરવા ગયા હતા. મંદિરે દર્શન કર્યા બાદ બજારમાં ફરવા નિકળ્યા. એક જગ્યાએ ખૂબ બધા વાંદરાઓ ભેગા થયેલા હતા. એટલે સહાજીક જ બીજા એકઠા થયેલા લોકોની જેમ અમે પણ વાદરાઓને હાથમાં જે નાસ્તો હતો તે ખવડાવવા લાગ્યા. બધા વાંદરા તરત આવી હાથમાંથી લઇ ખાઇ જતા હતા. પણ એક વાંદરી તેના બચ્ચાને છાતીએ વળગાડીને ખૂણામાં બેઠી હતી.
સામાન્ય રીતે વાંદરા ખૂબ ચંચળ પ્રકૃતિના હોય. પણ આ વાંદરી એકદમ શાંત બેઠી હતી, અને આશ્ચર્ય એ વાતનુ હતુ કે છાતીએ વળગાડેલુ બચ્ચું પણ જરાય હલનચલન કરતું ન હતુ. મેં એ વાંદરી પાસે જઇ તને ખાવાન
ુ આપવા હાથ લંબાવ્યો. તેણે ઉંચે જોયુ,તેની આંખોમા એક અલગ જ પ્રકારની લાગણી હતી જે હું સમજી ન શકી.
તે જગ્યાએથી જરાય હલી નહી એટલે તેણે હમણાં નહી ખાવુ હોય એમ વિચારી ખાવાનું જરા દુર મૂકી પાછી વળતી જ હતી કે નજીક ઉભેલા એક દુકાનદારે કહ્યું- "ગઇ કાલની મરેલા બચ્ચાને છાતીએ વળગાડીને ફરે છે. કંઇ જ ખાતી નથી. હું પણ થોડી થોડી વારે કંઇક ખાશે એમ વિચારી ખવડાવવા પ્રયત્ન કરુ છુ. પણ કાલની અહીં જ બેઠી છે."
હવે મને તેની આંખોમાં રહેલી તે વેદનાનો અનુભવ થયો. હું તેની નજીક જઇ બેસી ગઇ, અને તેને પસવારવા લાગી.