શરણં મમ.
શરણં મમ.
ll શરણં મમ ll
(By Kalpesh Patel)
રાતનો અંતિમ પ્રહર હતો. ચીતોડના મહેલના દીવડા એક પછી એક બુઝાતા હતા.મહારાણી મીરા, સફેદ ચોળી અને તુલસીના માળા પહેરી, હાથમાં એક તારો લઈને મંદિરની સીડી પર ધીમે ધીમે ચઢી રરહ્યા હતા .
મીરાં નાં પતિ, મેવાડના રણાજી આજકાલ ગુસ્સામાં રહેતા હતા.દરબારી ઓ માં ચર્ચા ચાલતી.
રાજા જાગે તો સારૂ “રાજઘરાનાં માન-સન્માન કાજે મીરાબાઈએ હવે એનાં કૃષ્ણપ્રેમનો અંત લાવવો જોઈએ.”
આખરે તેમણે દાસીને આદેશ આપ્યો
“આ કટોરામાં દ્રાક્ષાસવ છે, મીરાને આપજે.” કહેજો રાણાજીએ ખુદ તેમના હાથે બનાવ્યો છે.
પણ એ દાસી જાણતી હતી એ દ્રાક્ષાસવ નહતો, પણ કાતિલ ઝેર હતું.
સંગે મરમરનાં મહેલનાં મંદિરથી મીરાનાં કંઠમાં ગવાતા કૃષ્ણકીર્તનનાં સ્વર આવી રહ્યા હતા.
દાસીએ આંસુ છુપાવતાં રણાજી આપેલો કટોરો મીરાને આપ્યો.
મીરાએ કટોરો હાથમાં લીધો, અને હસીને કહ્યું,
આ'હ, આતો “રણાજીનો "આમોલ" ઉપહાર છે! પણ એ તો મારા ગિરિધરનો પ્રસાદ પહેલો છે.”
તેમના ચહેરા પર અદભુત શાંતિ છવાઈ ગઈ.એક કરુણા મય નજર નટખટ કનૈયા ની મૂર્તિ પર નાખી. શાંતિ થી તેમણે કટોરો હોઠ પાસે લાવી પી ગયા. દાસીની હાજરીમા મીરાએ આંખો બંધ કરી, અને બીજા હાથમાં તારો લઈ વગાડતાં કૃષ્ણ સ્તવન ગાયું.
“મેરે તો ગિરિધર ગોપાલ…
દુસરો ના કોઈ…”
એક તારાના મંદ થયેલા સુર સાથે, દાસીએ આપદાનાં ઘંટ ની દોરી ખેંચી, અને એ સાથે મોટો રણકાર આખાય મહેલ મા ગુંજ્યો.
મહેલની આરસ મઢેલી દિવાલો ધ્રુજી ઊઠી.જોત જોતામાં મેવાડનાં નભમાં ચમકતા ચાંદ પર કાળા વાદળ ફેલાઈ ચુક્યા હતા.ચાંદની ધીમે ધીમે વિલીન થતી ગઈ, તેમ તેમ મીરાનું શરીર પણ શાંત થઈ ગયું.
લોકોએ કહ્યું, મહારાણી “મીરાએ સમાધિ લીધી.”
મેવાડના રાણાજી સીવાય કોઈને ખબર નહતી કે એનાં હાથમાંથી એક ખાલી કટોરો પણ ધીમેથી જમીન પર ખડી પડ્યો હતો.
મીરાનાં નિષ્પ્રાણ હૃદયમાંથી પ્રેમનો પ્રકાશ ફૂટી નીકળ્યો.અને એ પ્રકાશ આજે પણ ચીતોડના મંદિરમાં દીવા રૂપે જળહળે છે.
“કૃષ્ણ જ મારું જીવન, મારું મરણ, અને મારું સર્વસ્વ હતો.
‘મેરે તો ગિરિધર ગોપાલ… દુસરો ના કોઈ.’
તું જ તો મારી એકલતા, અને તું જ મારું સર્વ છે.”
llશ્રી કૃષ્ણ શરણં મમ ll
