Sunita Mahajan

Romance Crime Thriller

3  

Sunita Mahajan

Romance Crime Thriller

શ્રેયાની પ્રેમકથા

શ્રેયાની પ્રેમકથા

3 mins
223


વીસ વર્ષની સુંદર શ્રેયાએ ઓચિંતા પોતાનાથી ડબલ ઉંમરના ચાલીસ વર્ષના અભય સાથે લગ્ન કર્યા અને બધાને આશ્ચર્યનો ધક્કો લાગ્યો. તે તેના પતિ અભયને ખૂબ પ્રેમ કરતી હતી. અભય પણ તેના પ્રેમમાં પૂર્ણપણે પાગલ હતો.

શ્રેયાના રૂપ પાછળ કોલેજ પાગલ હતી. એ હોંશિયાર હતી, ચપળ પણ હતી એટલે બધાને આશ્ચર્ય થયું, પરંતુ સૌથી વધુ તેની ખાસ સહેલી સિદ્ધિને થયું. તેને બહુ મોટો આઘાત લાગ્યો કારણ એ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં. શ્રેયાએ તેને પણ કશું કહ્યું નહતું. તે બંને ખૂબ ખૂબ ક્લોઝ હતા અને એકબીજાના વિના રહી શકતા નહતા.

અભય એક પ્રેમાળ હેન્ડસમ અને ખૂબ મોટા વ્યાપારી હતા, હા બિઝનેસને સફળ બનાવાની ઘેલછામાં ઉંમર બહુ વધુ થઈ ગઈ હતી. સુંદર પત્ની શ્રેયાને એ ખૂબ પ્રેમ કરતા હતા. એની બધીજ ઈચ્છાઓ પૂરી કરી એને હંમેશા ખુશ રાખતાં હતાં.

શ્રેયાએ બે મહીનામાંજ પતિને પોતાના પ્રેમમાં ખૂબ ઓળઘોળ કરી નાખ્યા હતા. હવે એ જેમ નચાવે એમજ એનો અભય નાચે. એ એની કોઈ વાતની ના નહીં કહે. મધ્યમવર્ગીય શ્રેયાને શ્રીમંતાઈથી છલકતી મદમસ્ત જિંદગી મળી હતી. એ બહુ ખુશ હતી.

થોડાક દિવસમાંજ શ્રેયાએ તો એની બેસ્ટ ફ્રેન્ડ સિદ્ધિને બોલાવી લીધી અને પોતાના પતિનાં ઑફિસમાં જ નોકરી આપી. સિદ્ધિને પોતાનાજ ઘરના ગેસ્ટ રુમમાં રહેવા માટે વ્યવસ્થા કરી આપી. હવે બંને સહેલીઓ ખુશ હતી. બંનેનો પ્યાર ફરી મહેંકી રહ્યો હતો.

અભય એના ધંધામાંજ વ્યસ્ત રહેતો હતો. ઘણી વાર એ એના બિઝનેસ ટુર પર પણ જતો રહેતો હતો. ઘરમાં બંને સહેલીઓ મજ્જા કરતી. એકબીજાને ખૂબ પ્રેમ કરતી અને ખુશી ખુશી જિંદગી પસાર કરતી હતી.

એક દિવસ અભય ઓચિંતો આવી ચડ્યો તો એણે પોતાનાજ બેડરુમમાં પોતાનાજ બેડ પર બંનેને સાથે જોઈ અને એનું માથું ઠનકયું. એ કુશળ વ્યાપારી હતો. પોતાની સુંદર પત્નીને ગુમાવવા નોહતો માંગતો. એને ખબર પડી ગઈ હતી છતાં એણે પત્નીને જાણ ન કરી.

અભયે બુદ્ધિ વાપરી, તેણે તો ખૂબ ચાલાકીથી પોતાનાજ મેનેજર સુધીર સાથે સિદ્ધિના લગ્ન કરાવી દીધા અને એને પોતાના ઘરમાંથી વિદાય કરી. હવેતો બંને સહેલીઓ રોજ મળી ના શકતી પરંતુ વિરહ જ્યારે અસહ્ય થતો ત્યારે પોતાના પતિથી ચોરીછૂપે તો ક્યારેક હોટેલમાં મળી જ લેતી અને ખુશ થતી.

શ્રેયાથી સિદ્ધિનો વિરહ સહન થતો નથી. હવે એણે અભયની સેક્રેટરીને, મીતલને પટાવી લીધી અને એનાં સાથે રંગરેલીયા મનાવા લાગી હતી. હવે એ સિદ્ધિને બહુ ભાવ દેતી નોહતી. આ બાજુ સિદ્ધિને આ વાતની ખબર પડી ગઈ હતી,તેને મીતલથી જલન થવા લાગી હતી. તેને તો શ્રેયાનો ખૂબ ગુસ્સો આવતો હતો કારણ તેણે દૂધમાંની માખીના જેમ એને બહાર કાઢી ફેંકી દીધી હતી.

એકવાર સુધીરે પણ શ્રેયાને અને સિદ્ધિને પોતાનાં બેડરૂમમાં સાથે જોઈ લીધા હતા. એટલે સુધીરને પણ શ્રેયાનો બહુ ગુસ્સો આવ્યો હતો. તેને લાગતું હતું કે પોતાની પત્નીને બહેકાવામાં શ્રેયાનોજ હાથ હતો.

મિતલને હવે શ્રેયાની રોજરોજની અતિશયોક્તિ સહન ન થઈ તો તેને પણ શ્રેયાનો ખૂબ ખૂબ ગુસ્સો આવતો હતો.

બધા શ્રેયાના પતિ અભયના નોકર હતા અને અભય શ્રેયાને ખૂબ પ્રેમ કરતો હતો એટલે બધા લાચાર હતા એટલે બધા ચૂપ હતા.

અભય એકવાર બિઝનેસ ટુર પર ગયો હતો અને ઘરમાં શ્રેયા તેના બેડરૂમમાં પંખાને લટકી ગઈ હતી કે લટકાવી દેવાઈ હતી.

જે પણ હોય શ્રેયાની પ્રેમકથાનો ખરાબ અંત આવ્યો. શું શ્રેયાએ આત્મહત્યા કરી હતી કે પછી એનું ખૂન થયું હતું ?


Rate this content
Log in

Similar gujarati story from Romance