હજાર વાછરડાંની મા
હજાર વાછરડાંની મા
આ એક વિદેશી યુવતીની સત્યકથા છે. જે ભારતમાં આવી હતી. આ વાત સાલ ૧૯૭૮ની છે.
જર્મનીથી એક યુવતી ભારતમાં ફરવા માટે આવી હતી. એના પિતા ભારતમાં જર્મનીના રાજદૂત હતા. એ જર્મન યુવતીનું નામ હતું,
"ફ્રેડરિક ઈરિના બ્રુનિંગ". ભારતના અનેક રાજ્યોમાં ફરતા ફરતા એ કૃષ્ણ ભગવાનની ભૂમિ મથુરા,વૃંદાવન,ગોકુળમાં આવી પહોંચી.
જ્યાં એનો દેશ, દુનિયા બદલાઈ ગયો,એનો ધર્મ બદલાઈ ગયો, એની જાતિ બદલાઈ ગઈ,એનું નામ બદલાઈ ગયું. હવે એ "સુદેવી દાસી" ના નામથી ઓળખાય છે. એનું હજી એક પ્યારું નામ છે."હજાર વાંછરડાની માં".
મથુરામાં ગોવર્ધનપર્વતની પરિક્રમા કરતાં રાધાકુંડ થઈ આગળ કૌનહાઈ ગામ તરફ આગળ જતા ગાય અને વાંછરડાનો ભાંભરવાનો અવાજ આવે છે. ત્યાં આગળ "સુરભી ગૌ સેવા નિકેતન"
લખ્યું છે.
આ એ જગ્યા છે જ્યા આજે પણ 2500 ગાય અને વાછરડાં છે. દેશની બીજી ગૌશાળા કરતાં આ અલગ છે. અહીંયાની ગાય ઘરડી,આંધળી, અપંગ, વિકલાંગ, ઘાયલ અને બહુ બીમાર છે. આ ગૌ શાળાની સંચાલક સુદેવી દાસી છે.
સુદેવીદાસી લગભગ 42 વર્ષ પહેલાં ભારત ટુરિસ્ટ વિઝા લઈને ફરવા આવી હતી. મથુરામાં એણે એક ઘાયલ ગાય જોઈ અને એનું હૃદય ઘાયલ થઈ ગયું. એ એને બચાવવા માટે લાગી ગઈ. ત્યાર પછી તો ગૌસેવા એ જ એમના જીવનનું અભિન્ન અંગ બની ગયું. છેલ્લા ચાર દસકામાં એણે હજારો ગાયોને જીવનદાન આપ્યું છે. જેમણે ગાયોના પ્રેમ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.
ધન્ય છે એ સુદેવી દાસી. એ હજાર વાંછરડાની માને. ધર્મ શું છે, એ જાણીએ એક વિદેશી યુવતી પાસે. ગૌ સેવા શીખીએ એમની પાસે અને સન્માનપૂર્વક વંદન કરીએ એમને.
