Sunita Mahajan

Drama Tragedy Action

3.2  

Sunita Mahajan

Drama Tragedy Action

કાળી નજર

કાળી નજર

3 mins
186


સુંદર લાલ રંગની સાડી પર મેચિંગ સેટ પહેરેલા અને મેચિંગ પર્સ લઈ સુંદર ભૂમિબેન તો ટૂંકાવાળ છુટા રાખી, દરવાજાને લોક કરી,લટકતી મટકતી ચાલે આવી પડોશી વનરાજકાકાના ઘરની ડોરબેલ વગાડી.

થોડીવાર રાહ જોવા છતાં કોઈએ દરવાજો ખોલ્યો ન હતો એટલે ફરી બેલ વગાડી હતી એટલે અંદરથી 'એ આવુ' એવો અવાજ આવ્યો.

દરવાજો ખુલતાં જ સુંદર ભૂમિબેનને જોઈને કાકા તો આનંદથી બોલ્યા, "અરે ભૂમિબેન ! આવો આવો, અહોભાગ્ય અમારાં આજે અમારા ગરીબના ઘરે ક્યાં ભૂલ્યા પડ્યાં. મોસ્ટ વેલકમ."

ઝટપટ હાથમાંની ચાવી એમને સોંપતા ભૂમિબેન બોલ્યા, "સૉરી કાકા, થોડીક ઉતાવળમાં છું. મારી દીકરી સ્નેહા હવે સ્ફુમમાંથી અર્ધા કલાકમાં આવશે જ. તમે આ ઘરની ચાવી એને આપી દેજો અને હાં, એને કહેજો કે હું મારી સહેલી બીનાના ઘરે કિટીપાર્ટીમાં ગઈ છું."

ભૂમિબેનતો તરત જ પોતાની સ્કૂટી શરૂ કરીને પુરપાટ વેગે ત્યાંથી પસાર થઈ ગયા.

થોડીકવારમાં સ્કૂલબસમાંથી ઉતરીને 

છઠ્ઠા ધોરણમાં ભણતી સ્નેહા તો ભાગતી ભાગતી પોતાનાં ઘરે આવી પહોંચી. દરવાજાને તાળું જોઈ થોડીક નારાજ થઈ હતી પરંતુ તેને ખબર હતી કે જ્યારે પણ મમ્મી એને કહ્યા વિના કશે જતાં ત્યારે તેના પપ્પાના ખાસ મિત્રના પપ્પા વનરાજદાદા અને દાદીનાં ઘરે ચાવી અને સંદેશો આપી જતા. પોતાનું નિશાળનું દફતર પોતાનાં બારણે ટંગાવીને સ્નેહાએ તો વનરાજદાદાના ઘરની ડોરબેલ વગાડી હતી.

વનરાજભાઈએ દરવાજો ખોલ્યો, સ્નેહાને જોઈ ખુશ થતાં બોલ્યા, " આવ આવ સ્નેહા બેટા, હું તો ક્યારની તારી જ રાહ જોતો હતો."

સ્નેહા તો બહારથી જ બોલી, " દાદા, મારા મમ્મી કશું કહીને ગયા ? મારા ઘરની ચાવી આપી ગયા ? જલ્દી ચાવી આપોને, વરસાદમાં ભીંજાવું છું."

" એ હાં બેટા, આ તારા મમ્મી તો એમની સહેલી બીનાબેનના ઘરે કિટીપાર્ટીમાં ગયા. ચાવી પણ આપી ગયા અને ગરમાગરમ ભજિયાનો નાસ્તો પણ આપી ગયા, તારા માટે અને અમારા માટે પણ. બેટા એટલે તો તારા દાદી અને હું તારી રાહ જોતા હતા. તું અંદર આવતી રહે એટલે આપણે સાથે નાસ્તો કરીએ પછી તું ઘરે જતી રહેજે." વનરાજભાઈ બોલ્યાં.

ભોળી સ્નેહા તો એમની વાતોમાં આવી ગઈ એ ઘરમાં આવી ગઈ. એના ઘરમાં આવતાં જ વનરાજભાઈ તો તેને સીધી બેડરૂમમાં લઈ ગયા અને એકદમ ભેટી પડ્યાં.

 સ્નેહા ડરી ગઈ, એ છૂટવાનો પ્રયત્ન કરવા લાગી પણ એમણે એમની ભીંસ વધારી દીધી ને સ્નેહાનું યુનિફોર્મ કાઢી નાખ્યું. સ્નેહા ગૂંગળાઈ ગઈ. તરફડવા લાગી, રડવા લાગી અને બોલી, "દાદા શું કરો છો ? દાદી ક્યાં છે ? દાદા છોડો..... મને દુ:ખી રહ્યું.."

" એ તો તું ભીંજાઈ ગઈ, શરદી ના થાય એટલે..."

બહારથી ઉપરા ઉપરી ડોરબેલ વાગતી હતી એટલે ના છૂટકે સ્નેહાને છોડી દરવાજો ખોલવા જતાં પહેલાં સ્નેહાને બાથરૂમમાં પુરીને ધમકાવીને જ દાદા ગયા, જો અવાજ કર્યો કે કોઈને કશું કહ્યું તો તને હું મારી નાંખીશ.

બારણું ખોલતાં જ લગભગ તેમને ધકેલીને જ ભૂમિબેન ઘરમાં પ્રવેશ્યા અને ચીસ પાડી જ પૂછ્યું, "સ્નેહા ક્યાં છે ? "

અને "સ્નેહા.... સ્નેહા..... બેટા !"બૂમ પાડી.

" અરે ભૂમિબેન તમે આટલાં વહેલાં ? સ્નેહા દીકરી તો હજી આવી જ નથી નિશાળેથી...." વનરાજ ભાઈ અટકતાં બોલ્યાં.

મમ્મીનો અવાજ સાંભળી સ્નેહા રડતાં રડતાં બાથરૂમમાંથી "મમ્મી..... મમ્મી મને બચાવો." બોલી અને ભાગતા જઈને ભૂમિબેન દીકરીને બહાર કાઢી ભેટી પડયા. જલ્દીથી પલંગ પર પડેલો યુનિફોર્મ પહેરાવ્યો. ટેબલ પરથી ઘરની ચાવી લીધી અને જતાં જતાં 'સટાક !' કરતી એક જોરદાર લપડાક એમનાં ગાલ પર મારતા બોલ્યા,

"નાલાયક ! લાજ શરમ રાખો. તમને અમે પિતાતુલ્ય માનતા હતા. મારી દીકરી તમને દાદા કહેતી હતી. આટલો મોટો વિશ્વાસઘાત ? આટલી કાળી નજર એક પૌત્રી સમાન દીકરી પર ? કઈ રીતે લોકો પડોસી પર વિશ્વાસ કરશે. આ તો ભગવાને ઓચિંતો વરસાદ પાડ્યો, દીકરી ભીંજાઈને આવી હશે એવી મને પ્રેરણા આપી અને હું પાછી ફરી. વરસાદનો આભાર. મારી દીકરી તમારા કુકર્મનો ભોગ બનતા બચી ગઈ પણ તમને તો હું સજા કરાવીને જ રહીશ." કહી દીકરીને લઈને ગુસ્સામાં ફફડતા જતા રહ્યાં.

ભૂમિબેને દીકરીને ઘરે લઈ જઈને કાળી નજરથી દૂર રહેવા સમજાવી. પતિ આવતાં રડતાં રડતાં તેમને બધી વાત કરી અને તેમના પતિએ તરત જ તેમના મિત્રને ગુસ્સામાં ફોન લગાવીને બધી વાત કરી. આ સાંભળી વનરાજકાકાના દીકરાએ જ પિતાની આવી કાળી નજર માટે તેમને માર મારીને શિક્ષા કરી.


Rate this content
Log in

Similar gujarati story from Drama