Sunita Mahajan

Tragedy Classics

4  

Sunita Mahajan

Tragedy Classics

પડછાયો

પડછાયો

1 min
291


સર...સર... ઠંડો પવન વહેતો હતો અને બંધ બારી ધડામ કરતી ખુલી ગઈ. અચાનક લાઈટ ચાલી ગઈ. રુજલ એકદમ ઝબકીને જાગી ગઈ.      

એ આજે રાત્રે ઘરમાં એકલી હતી, સમીર ઓફિસના કામે દુબઈ ગયો હતો. એ ધીમેથી ઉઠી અને મોબાઈલના બેટરીના પ્રકાશે બારી બંધ કરવા ગઈ ત્યાં જ એને કોઈકે ધક્કો માર્યો અને મોબાઈલમાં હાથમાંથી પડી ગયો અને એ પણ પડી ગઈ. એક પડછાયો બારીમાંથી અંદર પ્રવેશ્યો હતો. એનો સ્પર્શ થતાં જ એના પૂરાં શરીરમાં ઝણઝણાટી થઈ ગઈ. ડરનાં કારણે એ થરથર કંપવા લાગી.એ ઉભી પણ ના થઇ શકી.

એ પડછાયો એક જમાનામાં એનો પ્રિય હતો. કોલેજકાળમાં એ વિશેષને ખૂબ પ્રેમ કરતી હતી પણ શ્રીમંત સમીરનું માંગુ આવતાં એણે એના સાથે વિવાહ કરી લીધા હતા.એનો વિરહ સહન ના થતા અને પ્રેમમાં નાસીપાસ થઈ વિશેષએ પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી જેની જાણ એને લગ્ન બાદ થઈ હતી.

એ પડછાયાએ એનો હાથ પકડ્યો એને ઉભી કરી, એ ઠંડા સ્પર્શથી એની પુરી કાયા કંપી ઉઠી. એણે ડરીને વિશેષની માફી માંગવા ચાહી પણ મોઢામાંથી અવાજ જ ના નીકળ્યો. એણે હાથ જોડ્યા પણ એણે એની જ સાડી ઉતારી અને એનો જ ગળફાંસ બનાવી એને પણ પંખા પર લટકાવી દીધી.એ પડછાયો બારીમાંથી પાછો ચાલ્યો ગયો.

પ્રાણ બચાવવા એણે બહુ જ ધડપડ કરી, હાથપગ હલાવ્યા અને એ બેડ પરથી નીચે પડી ગઈ. એ પડછાયાના ડરથી એ સપનાથી એ બહુ ડરી ગઈ, એણે મનોમન એ પડછાયાની વિશેષનાં આત્માની માફી માંગી.



Rate this content
Log in

Similar gujarati story from Tragedy