Sunita Mahajan

Fantasy Inspirational

4  

Sunita Mahajan

Fantasy Inspirational

મંગુમાસીની દિવાળી

મંગુમાસીની દિવાળી

3 mins
323


હું મંગું માસી....     

કાટેરી ચકરી ને સ્વાદિષ્ટ સેવ ચિવડો,

ઘૂઘરા,અનારસા અને સક્કરપારા,

કરું હું તો દિવાળીમાં

આપ ફરાળ કરવા જરૂર પધારજો,

પ્રતિલિપિની બહેનો અને વીરા!

હું મંગુમાસી, દિવાળીના નાસ્તા બનાવવા માટે ઘેર ઘેર જાવું અને સાથે ઘરમાં પણ બનાવું. જેમ ઓર્ડર હોય એમ બનાવી આપું. તમારે જરૂર હોય તો બોલાવજો હોં. શ્રાદ્ધપક્ષથી જ મારે તો દોડધામ શુરું થાય. પહેલાં તો બધાના ઘરની સાફસફાઈનું કામ હોય. ઢગલો વાસણોનો ફટાફટ ઘસી આપું અને ઢગલો કપડાના ધોઈ આપું. હા જોઈએ એને પ્રેસ પણ કરી આપું. ઝટકી ફટકી બાવા કાઢી આપું. બધાનું ઘર એકદમ ચોખ્ખુંચટ કરી આપું. મારું કામ એકદમ ચોખ્ખું એટલે લોકો મ્હોં માંગ્યા દામ પણ આપે મને.

અરે હા, મારું ઘર પણ સાથે કરવાનું તો હોય જને ? મારા ઘરે પણ દિવાળી હોય. ભલે મારું ઘર નાનું હોય, માટીનું હોય, બરાબર ને ? બધાના ઘર થઈ ગયા પછી મારા ઘરને મસ્ત ગાયના છાણથી લીપી નાખું અથવા જો પૈસા વધુ મળ્યા હોય તો ક્યારેક પીળી માટીનો રંગ પણ લગાવી દવું. એમાં વળી મસ્ત ગેરુના લાલ રંગથી ચિત્રકામ કરીને સજાવી દવું. મારા નાનકડા આ તુલસીના કુંડાને પણ રંગી નાંખુ સાથે. હા ક્યારેક મારા ધણીને મજૂરી વધુ મળી જાયને, તો સફેદ ચુનો લાવી આપે પછી તો અમે બંને સાથે મળી મસ્ત સફેદ ચુનાથી અમારું ઘર રંગી નાંખે. એ વર્ષે મારુ ઘર બહુ સુંદર દેખાય હોં. સફેદ દૂધ જેવું ઉજળું.

મારે ત્રણ બાળકો મારો મોટો પણ દિવાળીમાં પેન્ટર સાથે રંગકામ કરવા જાય. લોકોનાં ઘરો રંગીને એ બહુ ખુશ થાય છે અને હવે તો પેંટિંગમાં પણ નવી નવી સુંદર ડિઝાઈનો એક ભીંત પર નાંખવાનું એ શીખ્યો છે, હોં. તેણે મને કહ્યું છે કે આ વર્ષે કોઈકના ઘરે રંગ વધશે તો એ સસ્તામાં જો આપશે તો એ લેતો આવશે અને મોંઘા સરસ રંગથી મારું ઘર પણ રંગી આપશે. નાની ભીંત પર સુંદર ફૂલની ડિઝાઇન પણ બનાવી આપશે.

મારો નાનકો આકાશ દિવા સરસ જાતે ઘરે બનાવે અને કુંભારકાકા પાસે સસ્તામાં માટીના દિવા લાવે, પછી તો મારો નાનકો ને નાનકી એને મસ્ત રંગથી રંગે. એમાં ડિઝાઈનો બનાવે અને એને બજારમાં લઈને બેસે. લોકો જોતા જ ખરીદી લે. દિવાળી આવે એટલે મારો ધણી પણ ડબલ મજૂરી કરે બહુ મહેનત કરે અમારે પણ દિવાળી મનાવવાની હોય ને એટલે પૈસા તો જોઈએ જ ને ?

મારા હાથના બધા જ નાસ્તા, ફરસાણ,મિષ્ટાન બહુ સારા બને. હું દિવાળીનાં આઠ દિવસ પહેલાં જ બધા નાસ્તા બનાવી આપું પછી તો એ મારો ધણી પણ એના કામના જગ્યાએ નાના પેકેટ બનાવીને લઈ જાય બધાને મફતમાં ટેસ્ટ કરાવે હોં. પછી કોઈક જેવા જેના ઓર્ડર આપે એવું હું બનાવી આપું.

હા હા દિવાળીના દિવસોમાં અમારે બધાને બહું જ કામ હોય. સાચું કહું તો કોઈને જમવાનો પણ ઘણીવાર સમય મળતો નથી. સવારે ચ્હા સાથે રાતનાં જ વધુ ટીપેલાં રોટલાં અને લસણની ચટણીનો નાસ્તો કરી અમે બધાજ કામને લાગી જઈએ.

આ તમારા મંગુમાસીની ડીમાંડ પણ બહુ એટલે જો મંગુમાસી જોઈએ કોઈકને, કોઈ પણ કામ માટે, તો એડવાન્સમાં બુકીંગ કરવું પડે એમનું, નહીં તો સમય પર બોલાવો તો મંગુમાસીને ના જ કહેવી પડે. હા, કોઈને નારાજ કરવું નથી ગમતું પણ એકલી બાઈ ક્યાં ક્યાં પહોંચી વળે ? તમે જ કહો. એમાં પાછું એનો તો નિયમ એવો કે દિવાળીનાં પાંચ દિવસ એ કોઈના ઘરે કામ કરવા ન જાય. ધનતેરસથી ભાઈબીજ સુધી એ તો પોતાના માટે, પોતાના પરિવાર માટે જ જીવે. હા, ઘરે રહીને તમને કશુંક જોઈએ તો કરી આપે. દિવાળીમાં તો એ વહેલાં પરોઢે જ ઉઠી જાય. કાર્તિક સ્નાન કરે. આંગણામાં રોજ મસ્ત રંગોળી કાઢે અને ભગવદ સ્મરણ કરે. રોજ મિષ્ટાન બનાવે, ફરસાણ બનાવે, નાસ્તાઓ બનાવે ઘર માટે અને બહાર વહેંચવા માટે.

દિવાળીના આગળના દિવસે રાતે બધા પરિવાર સાથે નવા કપડાંની ખરીદી કરવા જાય .બધા માટે જ મનગમતાં નવા કપડાં ખરીદીએ. થોડાક ફટાકડાં પણ લાવે. અમારે પણ દિવાળી હોય. મસ્ત મજાની ઉજવે હોં. તમારી મંગુ માસી ભલે ગરીબ છે. મહેનત એનો પૂરો પરિવાર કરે છે એટલે આજુબાજુ બધા પડોસીને ત્યાં એ થોડોક સ્વાદિષ્ટ ફરાળ મોકલે

અને બીજે દિવસે, નવા વર્ષે, તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, જઈ ગરીબ ભીખારીઓને પણ ફરાળ આપી આવે. દિવાળી તો બધાની જ હોય ને? ચાલો આપ બધાને પણ આપની ગરીબ પણ મનથી શ્રીમંત મંગુમાસી તરફે દિવાળીની ખૂબ ખૂબ શુભકામના.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy