Sunita Mahajan

Inspirational

3  

Sunita Mahajan

Inspirational

કસ્તુરબા

કસ્તુરબા

1 min
209


ગાંધીજી પત્ની

અહિંસાના ચાહક

કસ્તુરબાને

જન્મદિન નિમિત્તે

શત શત વંદન.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પત્નિ કસ્તુરબા હતા. બાપુ એમને હંમેશા બા કહીને જ બોલાવતાં હતા.બંને પતિ પત્ની વચ્ચે અનહદ પ્રેમ હતો. એમના વચ્ચે કદી ઝગડો કે અબોલા થયા નહતા. એમનો આવો અતૂટ સ્નેહ-સંબંધ જોઈને એકવાર એક ભાઈએ બાપુને પ્રશ્ન પૂછ્યો હતો કે,

" હેં બાપુ, આપના અને બાનાં આ અતૂટ સ્નેહસબંધનું રહસ્ય શું છે ?"

આ સાંભળી બાપુ કશું બોલ્યા નહીં,તેમણે બાને અવાજ આપી કહ્યું,"બા ફાનસ સળગાવી લાવજો. "

બા કશું બોલ્યાં વિના ફાનસ સળગાવી આપી ગયા.

આ જોઈને એ ભાઈથી રહેવાયું નહીં એમણે ફરી બાપુને કહ્યું," બાપુ ! તમે ભરબપોરે ફાનસ કેમ માંગ્યું ? અને આમાં તમારો સ્નેહ સંબંધ ક્યાં આવ્યો ?"

બાપુએ હસીને કહ્યું,"ભાઈ આમાં જ અમારો સ્નેહ સંબંધ છૂપો છે. તમે જોયું મેં ભરબપોરે ફાનસ માંગ્યું પરંતુ તમારા બાએ કશો સામો પ્રશ્ન કર્યા વિના ફાનસ સળગાવી લાવી આપ્યું.

પતિ પત્નીનો અપૂર્વ સ્નેહ વિશ્વાસ આમાં જ છુપાયો છે. તમારા બાને વિશ્વાસ હતો કે કોઈક કારણસર મેં મંગાવ્યું હશે. અમે આપસમાં નકામી ચર્ચા કરીને સમય બરબાદ કરતાં નથી. 

આવો અદ્ભૂત સ્નેહ સંબંધ હતો બા અને બાપુના વચ્ચે. આપણે પણ પતિપત્ની વચ્ચેનો સ્નેહસંબંધ સુધારવા પ્રેરણા લેવી જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational