Sunita Mahajan

Abstract

3  

Sunita Mahajan

Abstract

ગજાનન મહારાજનો કૂવો

ગજાનન મહારાજનો કૂવો

3 mins
122


વિદર્ભમાં, બુલઢાના જિલ્લામાં, શેગાવ ગામમાં માગશર વદ સપ્તમી ના શકે ૧૮૦૦ ના શુભ દિને ગજાનન મહારાજ આ તરુણાવસ્થામાં આવ્યા. કોઈક કહે છે, તેવો સમર્થ રામદાસજીના સજ્જન ગઢ થઈ આવ્યા છે. ગજાનનના રૂપમાં એક પરમયોગી મહાપુરુષના નામ, ગામ, જાતિનો કોઈ ઉલ્લેખ નથી. જેમ હીરાનું તેજ જોઈ એ ક્યાં ખાનમાંથી આવ્યો છે એ નથી જોવાતું તેમ સંતોનો પ્રભાવ જ એમનો પરિચય હોય છે.

એકવાર શેગાવ માં દેવીદાસ પાતુંરકર ના ઘરે જમણવાર હતી. તો જમ્યા પછી ની જૂઠી પતવાલ બહાર ફેંકી હતી. ત્યાં સમર્થ સિદ્ધયોગી ગજાનન મહારાજ એક જૂની ફાટેલી બનીયન પેરી બેસ્યા હતા અને વધેલું બહાર ફેંકેલા જૂઠન અન્ન માંથી ખાતા હતા. આ એમની લીલા જ હતી. બાંકટલાલ અગ્રવાલ અને એમના મિત્ર દામોદર પંત એમને જોયા. અને મહારાજ નું તેજ જોઈ અંજાઈ ગયા. એમના માટે બીજી ચોકખી પતવાલ ભરી ને લાવી આપી. મહારાજ તો બધું એકસાથે ભેગું કરી ખાઈ ગયા.

જેમણે બ્રહ્મરસ પીધો હોય એમને સ્વાદની આકાંશા ના હોય. મહારાજ પાસે એક કાચી ચિલમ અને પાણી પીવાનો ચંબુ હતો એ ભરી એમને પશુઓના પીવાના હોજમાંથી જ પાણી પી લીધું. . ગજાનન મહારાજનું ચરિત્ર વાંચશો તો તમને એમની અનેક લીલાઓના દર્શન થશે. પણ આજે હું અમારા ગામ નો વારસો , અમારા ખેડા ગામમાં જે ગજાનન મહારાજનો કૂવો છે એ વિશે આપ સર્વે ને જણાવા માંગુ છું.

જેનું વર્ણન ગજાનન ચરિત્રના પાંચમા અધ્યાયમાં જોવા મળશે.

વૈશાખ મહિનામાં સૂર્ય સોળ કળા થી તપી રહ્યો હતો. ભરબપોરનો સમય હતો. ક્યાંયે પાણી દેખાતું નહતું એવા સમયે ગજાનન મહારાજ આકોલખેડ, આકોલી ગામડાંમાં શેગાવથી પગે ચાલી આવ્યા. મહારાજને પાણીની તરસ લાગી હતી , પૂર્ણ શરીર પરસેવાથી રેબઝેબ હતું. આ વખતે ભાસ્કર નામનો એક ખેડૂત પોતાના ખેતર માં કામ કરતો હતો. તે પોતાને પીવા એના ઘરે થી એક માટલામાં પાણી લાવ્યો હતો. મહારાજે એને પાણી માંગ્યું પણ તેણે આપ્યું નહિ અને મહારાજ ને કટુવચનો કહ્યા. મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા. તેવો તો એક સૂકા કુવા પાસે આવ્યા , જે 12 વર્ષ થી સૂકો હતો. જેમાં એક ટીપું પણ પાણી નહતું. મહારાજ તો ત્યાં ધ્યાનસ્થ થયી બેસી ગયા, પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે,આ ગામના લોકો પાણીની સમસ્યાથી ખૂબ ત્રસ્ત છે. અને પગના અંગુઠાથી ત્યાંની જમીન કોરી એવું સાંભળ્યું છે કે પછી તો કુવામાં ઝરણું ફુટયું અને તરતજ કૂવો તો જળથી પરી પૂર્ણ થયી ગયો. મહારાજ પાણી પી તૃપ્ત થયી ગયા. ભાસ્કરે આ જોયું. અને તેણે મહારાજની ક્ષમા માંગી અને પછી એ તો મહારાજનો પરમભક્ત બન્યો.

આજે પણ આટલા વર્ષો પછી પણ તે કુવાનું પાણી કદી અટાતું નથી. શીતળ, ઠંડુ, મીઠું જળ હંમેશા હોય છે. એના પાણીમાં સ્નાન અને પાનનું અનેરું મહત્વ છે. કડવા લીમડાના ઝાડ એમાં છે પણ પાણી તો પીવો તો તમે જાણો કે અમૃત પીધું હોય. આ ગજાનન મહારાજના કુવા પર માગશર વધ સાતમ અને ઋષિપંચમીના બહુ મોટો ઉત્સવ મનાવાય છે. ખૂબ મોટો ભંડારો થાય છે. દરવર્ષે ભાગવત સપ્તાહ થાય છે. આજુબાજુના અનેક ગામડાંના અનેક ભાવિક ભક્તોનું આ તો શ્રદ્ધાસ્થાન છે. ત્યાં પણ ગજાનન મહારાજનું મોટું મંદિર છે. માં કનકેશ્વરી દેવી એ પણ મહારાજની પ્રેરણાથી ત્યાં સ્વયં પ્રરેણાથી ભાગવત કર્યું હતું.

દર ગુરુવાર, અને દર બારશે ત્યાં હજારો ભાવિક ભક્તો મહાપ્રસાદ લે છે. અગિયારસે પણ ત્યાં બહુ ભીડ હોય છે. અમે પણ આ મલકમાં રહીયે છે. અનેક લોકોના જેમ અમને પણ બહુ પરચા ઓ,સાક્ષાત્કાર થયો છે. જેનું વર્ણન લખવાની ક્ષમતા નથી.

શેગાવ તો અનેક દર્શનાર્થીઓ, ભક્તો આવે છે. પણ જો તેવો અહીંઆ આ ગજાનન મહારાજની વિહીર/ કુવા ના દર્શન કરે તો તેમની યાત્રા પૂર્ણ થાય, એવું અહીંના ભાવિકો માનીએ છે. અહીંયા પણ ભક્તનીવાસ છે. જેમાં અમારા પરિવાર તરફે પણ રુમ આપી છે. સાથે નો ફોટો અસલી વિહીર, કુવા નો છે. તો આવી છે અમારા મલક ના એક ચમત્કારિક કૂવાની મહત્તા. આ જ અમારા ગામનો ધાર્મિક, આધ્યાત્મિક વારસો. તો આવો જોવા વહેલા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract