Jay D Dixit

Abstract Comedy Others

4  

Jay D Dixit

Abstract Comedy Others

શાંતિલાલકાકા ઉર્ફે

શાંતિલાલકાકા ઉર્ફે

3 mins
14.2K


"શાંતિલાલકાકા ઉર્ફે રાજા, વાજા ‘ને વાંદરા"

વાત છે દેરીયા ગામના શાંતિલાલકાકાની, બગાસું ખાતા પતાસું આવી જાય એમ શાંતિલાલકાકાને પણ એમના સસરાની જાહોજલાલી સસરાની એકની એક દીકરી એટલે રંજનકાકી સાથે કરો કંકુના ‘ને વગાડો વાજા સ્વરૂપે મળી હતી. જોકે કાકીને એક ભાઈ હતો પણ નાનપણમાં જ ખોવાય ગયેલો. એટલે એકલા કાકી જ વારસ હતા એમના પિતાના. પણ આ શાંતિલાલ કાકા અને રંજનકાકીને મુઠ્ઠી માટીની ખોટ હમેશા રહી હતી.

આખી જિંદગી આમ ઉતોઉતી બેએ જ મળીને જમાવી હતી. જોકે, કાકી તો કાકાને અંગુઠો બતાવી પાંચેક વર્ષથી સ્વર્ગે સીધાયા હતા. બસ ત્યારથી જ શાંતિલાલકાકાએ મળેલી જાહોજલાલી માણવાની શરૂઆત કરી દીધી હતી, પણ કુતરાને ખીર ન પચે તેમ લક્ષ્મીજી આવતા જ કાકાની બુદ્ધિ ભેંસ ચરાવા ગઈ અને નિત નવીન શોખ પુરા કરવા લાગ્યા. અને આમેય માણસનો નિયમ છે, જરૂર કરતા વધારે મળે એટલે શોખ નામનો કીડો મનમાં સળવળવા લાગે. જુઓને, કાકા સાંઠ વર્ષના તો હતા છતાં રાત થોડી ને વેશ ઝાઝા કરતા થયા. અચાનક કુતરા પાળવાનો શોખ થયો, તો કાકા અલગ અલગ નસ્લના બાર કુતરા લઇ આવ્યા. દરેકને રાખવા માટે એકએક માણસ એટલે બાર માણસ રાખ્યા. ટૂંકમાં ટકાની આલ્લી તેર આના માંગે એવી સ્થિતિ સર્જાય. એ પછી થયું કે તવંગરો તો ઘોડા પણ પાળે, રાજા મહારાજાઓ પાળતા હતા. તો આપણે પણ ઘોડે સવારી અને તબેલાઓ વસાવવા જ જોઈએ. એટલે શાંતિલાલ કાકાએ એક રજવાડી ઘોડી અને એક અરબી ઘોડો વસાવ્યો, એ માટે મોટી ફોજ રાખી માણસોની અને વસાવ્યું મોટું ફાર્મહાઉસ. આખરે હિસાબ માંડ્યો ત્યારે સમજાયું કે કુતરા અને ઘોડા કરતા બાકીનો ખર્ચો ચાર ગણો થઇ ગયો, ટૂંકમાં કહીએ તો ઘાટ કરતા ઘડામણ મોંઘી પડી. પછી અચાનક નવી નવી કાર વસાવવાનો શોખ લાગ્યો, એ મોંઘીદાટ કારો( કાર્સ) વસાવી લીધી અને એ કારો જયારે આંગણામાં ઉભી હોય અને એના પર સોનેરી કિરણો પડતા હોય ત્યારે લાગે કે દિવસે તારા દેખાય છે. આમ ને આમ ક્યારેક ઘોડા, ક્યારેક ફાર્મહાઉસ ખરીદવાનો શોખ તો ક્યારેક નવી નક્કોર ગાડીઓ. બધું માંડીને તો બેઠા તો ખરા શાંતિલાલકાકા પણ આખરે હાલત એવી થઇ કે ન તો ઘરના રહ્યા કે ન તો ઘાટના. આ ઘોડા - કુતરા અને ગાડીઓના લાલન પાલનનો ખર્ચ દુકાળમાં અધિકમાસ જેવો થવા લાગ્યો. તિજોરીના તળિયા દેખાવા લાગ્યા હતા ત્યાં અચાનક એક એક જાણે કાકાને તિજોરી ભરવાની તરકીબ બતાવી અને કાકાને શેરબજારમાં ઝંપલાવવા મનાવી લીધા અને આમેય જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. પછી તો, હારેલો જુગારી બમણું રમે, એમ શાંતિલાલકાકાએ શેર માર્કેટમાં ઝંપલાવ્યું. ન મામા કરતા કાણો મામો સારો કરી લે-વેચ શરુ કરી અને રામ રાખે એને કોણ ચાખે? જાહોજલાલી હતી એના કરતા બમણી ફરી પાછી મેળવી.

હવે તો આડોશ, પાડોશ સગા-વ્હાલા સહુએ કહ્યું કે “કાકા ખમ્મા કરો, બહુ ગયું, થોડું બાકી છે, ખાઈ, પીને મજા કરો.” પણ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી.

કહેવાય છે ને કે શેરને માથે સવા શેર કોઈ તો મળી જ જાય, શહેરમાં નોકરી કરતા ઉજ્જડ ગામના એરંડા પ્રધાન જેવા ગામના એકના એક બુધ્ધીશાળી એવા રતને દાવો કર્યો કે એ સ્વર્ગસ્થ કાકીનો ખોવાયેલો ભાઈ છે અને શાંતિલાલકાકાની મિલકતમાં એમનો પણ ભાગ છે. આ સાંભળતાં જ કાકાના હૈયે ફાળ પડી. ફાળ એવડી મોટી પડી કે કાકાનું હૈયું જ બેસી ગયું. પણ આ તો શાંતિકાકા, સ્વર્ગના ડેલે હાથ દઈ પાછા હેમખેમ આવ્યા. પણ યાદ છે ને, અણી ચુક્યો લાંબુ જીવે. આ પછી તો રતને કોર્ટમાં કેસ કર્યો અને સામું કાકાએ પણ વકીલ રોક્યો. પણ તો કોર્ટનું કામકાજ કહેવાય, એમ કઈ ટૂંકાણમાં થોડું પતે ! લાંબુ લાંબુ ચાલ્યું, આ સમયમાં તો રતનની પરિસ્થિતિ એવી થઇ કે અન્નને અને મોઢાને વેર થઇ ગયું, આખરે હથિયાર હેઠા મુક્યા રતને.

છેક અગિયાર વર્ષે કોર્ટે અવળે અસ્ત્રે મુંડી નાખતો રતન વિરુધ્ધ ચુકાદો આપ્યો, જેનો અંત સારો એનું બધું સારું આમને આમ તોફાનો કરતા કરતા, હવે શાંતિલાલકાકાના ગણતરીના શ્વાસ લેતા હતા ત્યાં મનમાં રામ વસ્યા. એમણે ટ્રસ્ટ બનાવ્યું. જેનું મુખ્યાકામ ગામમાં શાળાકીય પ્રવૃત્તિ અને શિક્ષણને પ્રાધાન્ય આપીને કાકીના નામની શાળા શરુ કરવાનું હતું. કારણ, એમેને સમજાય ગયું હતું કે ભણે ગણે તે નામું લખે અને ન ભણે તે દીવો ધરે. એ હતા ત્યાં સુધી શાળાનું મકાન તો બની ગયું અને શાળા માટે શિક્ષકોની વરણી પણ થઇ ગઈ. એ હસતા મોઢે ગયા અને પાછળ ગામવાળા માટે લીલી વાડી મુકતા ગયા. લક્ષ્મી ત્યાં નારાયણ, એ કદાચ શાંતિલાલકાકા માટે યથાર્થ કહી શકાય.



Rate this content
Log in

Similar gujarati story from Abstract